Gujarat Exclusive > દેશ-વિદેશ > સ્વદેશી વૅક્સિન થઈ સસ્તી, ‘કોવિશીલ્ડ’ બાદ હવે ભારત બાયોટેકે પણ ‘કોવેક્સીન’ની કિંમત ઘટાડી

સ્વદેશી વૅક્સિન થઈ સસ્તી, ‘કોવિશીલ્ડ’ બાદ હવે ભારત બાયોટેકે પણ ‘કોવેક્સીન’ની કિંમત ઘટાડી

0
32

નવી દિલ્હી: કોરોના વૅક્સિનેશનનો ત્રીજો તબક્કો શરૂ થવાના બે દિવસ પહેલા જ ભારત બાયોટેક દ્વારા પણ રાજ્યો માટે પોતાની રસી “કોવેક્સીન”ની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે રાજ્યોને કોવેક્સીનનો એક ડોઝ 600 રૂપિયાની જગ્યાએ 400 રૂપિયામાં મળશે. અગાઉ સીરમ ઈન્સ્ટીટ્યૂટે પણ પોતાની વેક્સિન કોવિશીલ્ડની કિંમતો ઘટાડી હતી. Covaxin Price

જો કે ભારત બાયોટેક દ્વારા કોવેક્સિનની કિંમતો માત્ર રાજ્ય સરકારો માટે જ ઓછી કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલોને હજુ પણ કોવેક્સિનનો એક ડોઝ 1200 રૂપિયામાં જ ખરીદવો પડશે. જ્યારે કેન્દ્ર સરકારને એક ડોઝ 150 રૂપિયામાં મળશે.

આ પણ વાંચો:  કોવિડ વૅક્સિનેશન પર CM રૂપાણીની અપીલ, 18થી વધુ વયના તમામ લોકો રસી લે Covaxin Price

જણાવી દઈએ કે, કોરોના વિરોધી રસીની ત્રણ અલગ-અલગ કિંમતોને લઈને વિવાદ હતો. રાજ્ય સરકાર અને વિપક્ષે તેના પર અનેક સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ કેન્દ્ર સરકારે સીરમ ઈન્સ્ટીટ્યૂટ અને ભારત બાયોટેકને વૅક્સિનની કિંમતો ઓછી કરવા ચર્ચા કરી હતી. જે બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટે બુધવારે કોવિશીલ્ડની કિંમત રાજ્ય સરકારો માટે 400 રૂપિયાથી ઘટાડીને 300 રૂપિયા કરી દીધી હતી. હવે ભારત બાયોટેક દ્વારા કોવેક્સીનની કિંમતો ઓછી કરવામાં આવી છે. Covaxin Price

જો કે કિંમત ઘટાડાની સામાન્ય નાગરિકો પર કોઈ અસર નહી થાય, કારણ કે બન્ને કંપનીઓએ વૅક્સિનની કિંમત માત્ર રાજ્ય સરકારો માટે જ ઘટાડી છે. મોટાભાગના રાજ્યો પહેલા જ 18થી વધુ વયના લોકોને ફ્રી વૅક્સિન આપવાની જાહેરાત કરી ચૂક્યાં છે. જો કોઈ ખાનગી હોસ્પિટલમાં વૅક્સિન મૂકાવશે, તો તેને કોવિશિલ્ડના એક ડોઝ માટે 600 રૂપિયા અને કોવેક્સીનના એક ડોઝ માટે 1200 રૂપિયા ચૂકવવા પડશે. આમ સીરમ અને હવે ભારત બાયોટેકના નિર્ણયથી રાજ્ય સરકારોને મોટી રાહત મળી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat