Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાહત: કોવેક્સિન રસીની અત્યાર સુધી કોઇ આડઅસર નહીં, સોલા સિવિલમાં થઇ રહી છે ટ્રાયલ

રાહત: કોવેક્સિન રસીની અત્યાર સુધી કોઇ આડઅસર નહીં, સોલા સિવિલમાં થઇ રહી છે ટ્રાયલ

0
147

ગુરુવારે એક મહિલા સહિત 5 સ્વયંસેવકોને રસીનો ડોઝ અપાયો હતો Bharat Biotech Covaxin

અમદાવાદ: ભારતની સ્વદેશી કોરોના રસી અંગે ટ્રાયલમાં રાહતના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ સોલા સિવિલમાં ગઇ કાલે પાંચ સ્વંયસેવકો પર રસીનો ડોઝ અપાયા બાદ હજુ સુધી કોઇ આડઅસર દેખાઇ નથી. Bharat Biotech Covaxin

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી બેકાબૂ બની છે. મહામારી સામે લડવા માટે અનેક રસી ટ્રાયલ તબક્કામાંથી પસાર થઇ રહી છે. ત્યારે ભારતની પ્રથમ સ્વદેશી કોવિડ રસી 24મી નવેમ્બરે ટ્રાયલ માટે ગુજરાતની સોલા સિવિલ હોસ્પિટલમાં આવી હતી અને ગુરુવારથી સ્વયંસેવકો પર તેનું ટ્રાયલ શરૂ થઇ ગયું. ત્યારે શુક્રવાર સુધી કોઈપણ સ્વયંસેવકને શુક્રવાર સુધીમાં રસીની આડઅસર કે ફરિયાદ સામે આવી નથી. જે એક સારા લક્ષણ છે. જોકે હજુ રસીની ખોરાક આપ્યાનો એક દિવસ જ થયો છે અને અત્યારથી કોઇ તારણ કાઢવું યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે આ રસીની ટ્રાયલ સોલામાં 1 હજાર લોકો પર થશે. હોસ્પિટલ તંત્રએ ટ્રાયલ માટે સ્વયંસેવકો પણ શોધી લીધા છે. Bharat Biotech Covaxin Ahmedabad Sola Civil

ભારત બાયોટેકની સ્વદેશી રસી કોવેક્સિન હાલ ત્રીજા તબક્કાના ટ્રાયલમાં છે. તેની ટ્રાયલ અમદાવાદ ખાતેની સોલા સિવિલ હોસ્પિટલમાં થઇ રહી છે. ગુરુવારથી સ્વયંસેવકોને ટ્રાયલ બેઝ પર કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા. જેના અત્યાર સુધી સારા પરિણામ આવ્યા છે. શુક્રવાર સુધીમાં કોઇ પણ સ્વયંસેવકોએ રસીની આડઅસરની ફરિયાદ કરી નથી. આ અંગે સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેનડેન્ટ પારુલ ભટ્ટે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં દવાને લીધે કોઈ આડઅસર કે ફરિયાદ સામે આવી નથી. ભટ્ટે જણાવ્યું કે હાલ તંદુરસ્ત 5 સ્વયંસેવકો પર આ ટ્રાયલ કરાઇ છે. ICMRના નિયમોનું (ઇન્ડિયા કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ ) પાલન થઇ રહ્યું છે. નોંધનીય છે કે ભારત બાયોટેકની કોવેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં 4 પુરુષ અને 1 સ્ત્રી સ્વયંસેવક મંજૂરી આપી હતી.

આ પણ વાંચો: રાજકોટ કોવિડ હોસ્પિટલની આગના પડઘા દિલ્હીમાં પડ્યા, રાહુલ ગાંધીએ કહ્યું- ગંભીરતાપૂર્વક થવી જોઇએ તપાસ

અગાઉ આ કોવેક્સિનનું બે તબક્કામાં પ્રાણીઓ પર ટ્રાયલ થઈ ચૂક્યું છે. નોંધનીય છે કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાંગોદર ખાતે આવેલા ઝાયડ્સ કબાયોટેકના પ્લાન્ટની મુલાકાત લેશે અને ત્યાંથી કોઈ મોટી જાહેરાત કરશે તેવું ચર્ચાઈ રહ્યું છે. Bharat Biotech Covaxin Ahmedabad Sola Civil

કોવેક્સિન 60 ટકા સુધી અસરકારક

ભારત બાયોટેકના ક્વોલિટી ઓપરેશન્સના પ્રેસિડન્ટ સાઇ ડી પ્રસાદે જણાવ્યું હતું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO), યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) અને ભારતના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)ના માપદંડ મુજબ આ રસી ઓછામાં ઓછી 50 ટકા અસરકારક હોવી જોઈએ. કંપનીએ જણાવ્યું હતું કે હવે 60 ટકાની અસરકારકતા સાથે તેણે લઘુત્તમ માપદંડને પાર કરી લીધો છે અને હવે તે અસરકારકતાનો દર વધુ ઊંચે લઈ જવા માંગે છે. અમારા ટ્રાયલ્સના પરિણામો મુજબ આ રસી હવે 50 ટકાથી ઓછી અસરકારક રહે તેવી સંભાવના ઓછી છે. Bharat Biotech Covaxin

હાલમાં કઈ-કઈ રસીની ટ્રાયલ ચાલી રહી છે તે જાણો Ahmedabad Sola Civil

ભારત બાયોટેક-ICMR અને ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીની રસી કોવેક્સિન ત્રીજા તબક્કાના ટ્રાયલમાં છે, જે સંપૂર્ણ સ્વદેશી રસી છે Ahmedabad Sola Civil

ભારતીય ફાર્મા કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓક્સફર્ડ અને એસ્ટ્રાજેનેકા સાથે મળીને રસી તૈયાર કરી રહી છે, તેનું નામ કોવિશિલ્ડ છે. તે ડિસેમ્બરના અંત સુધીમાં આવવાનો દાવો કરાય છે

રશિયામાં બનેલી કોરોના રસી સ્પુટનિક વીની પણ ભારતમાં ટ્રાયલ થવાની છે. તેના બીજા-ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરી મળી ગઈ છે. Ahmedabad Sola Civi

l

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9