Gujarat Exclusive > દેશ-વિદેશ > જૂન-2021 સુધીમાં આવી જશે કોરોનાની સ્વદેશી વૅક્સીન, ભારત બાયોટેકનો દાવો

જૂન-2021 સુધીમાં આવી જશે કોરોનાની સ્વદેશી વૅક્સીન, ભારત બાયોટેકનો દાવો

0
75

નવી દિલ્હી: કોરોના વાઈરસની વૅક્સીન (Coronavirus Vaccine) ડેવલોપ કરવાની દિશામાં દુનિયાભરમાં રિસર્ચ થઈ રહ્યું છે. આ દરમિયાન ભારતીય કંપની ભારત બાયોટેક (Bharat Biotech) સ્વદેશી કોરોના વૅક્સીન “કોવૈક્સિન” (Covaxin) પર કામ કરી રહી છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (DGCI)એ કંપનીને આ વૅક્સીનના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી આપી દીધી છે.

હવે કંપનીનું કહેવું છે કે, કોરોના વાઈરસની આ સ્વદેશી વૅક્સીન (Coronavirus Vaccine)આગામી વર્ષે એટલે કે 2021ના જૂન મહિના સુધીમાં લૉન્ચ થવાની પૂરી સંભાવના છે.

હૈદરાબાદ સ્થિત કંપનીએ 2 ઑક્ટોબરે DCGIને અરજી કરીને પોતાની વૅક્સીનના (Coronavirus Vaccine) ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરી માંગી હતી. કંપનીની યોજના 12 થી 14 રાજ્યોના લગભગ 20,000થી વધુ લોકોને આ ટ્રાયલમાં સામેલ કરવાની છે.

આ અંગે ભારત બાયોટેક (Bharat Biotech) ઈન્ટરનેશનલ લિમિટેડના એક્ઝૂક્યુટિવ ડિરેક્ટર સાઈ પ્રસાદે કહ્યું કે, જો તમામ પ્રકારની મંજૂરી કંપનીને સમયસર મળી જશે તો શક્ય છે કે 2021ના બીજા ત્રિ-માસિક સુધી વૅક્સીના ક્લીનિકલ ટ્રાયલની તમામ ક્ષમતા અને રિઝલ્ટ વિશે આપણને જાણ થઈ જશે.

આ પણ વાંચો: દીવાળી પછી સ્કૂલો ખોલવા રાજ્ય સરકારની તૈયારી, વાલીઓને અપાશે બે વિકલ્પ

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)એ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ વાયરોલૉજીની મદદથી ડેવલોપ કરેલ કૉવૈક્સિન (Covaxin) એવી રસી છે. જેમાં શક્તિશાળી ઈમ્યૂન સિસ્ટમ વિક્સિત કરવા માટે કોવિડ-19 વાઈરસના માર્યા ગયેલા વિષાણુને શરીરમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે.

જ્યારે ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા પણ કોરોના વાઈરસ માટે “કોવિશીલ્ડ” નામે વૅક્સીન (Coronavirus Vaccine) બનાવી રહ્યું છે. એવું મનાય છે કે, તેનું કામકાજ ભારત બાયોટેક (Bharat Biotech) કરતાં આગળ ચાલી રહ્યું છે. કહેવાય છે કે, સીરમ ઈન્સ્ટીટ્યૂટના ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે લોકોની પસંદગી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.