Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > કોરોના સામે જંગ વચ્ચે ભારત બાયોટેકનું એલર્ટ, આવા લોકો ના લે ‘કોવેક્સીન’ની રસી

કોરોના સામે જંગ વચ્ચે ભારત બાયોટેકનું એલર્ટ, આવા લોકો ના લે ‘કોવેક્સીન’ની રસી

0
236

Corona Vaccine Side Effect: કોરોના વાઈરસ (Corona Virus) મહામારી વચ્ચે સમગ્ર દેશમાં વૅક્સીનેશન અભિયાન (Covid Vaccination Drive) શરૂ થઈ ગયું છે. દેશવાસીઓને “કોવિશીલ્ડ” (Covishield) અને “કોવેક્સીન” (Covaxin) જેવા બે સશક્ત હથિયાર મળ્યાં છે, જે આ મહામારીને (Corona Pandemic) મહાત આપવામાં મદદગાર સાબિત થઈ રહ્યાં છે.

જો કે આ અભિયાન (Covid Vaccination Drive) શરૂ થતાં જ અનેક લોકોમાં સાઈડ ઈફેક્ટ (Corona Vaccine Side Effect) જોવા મળી રહી છે, ત્યારે ભારત બાયોટેક (Bharat Biotech) દ્વારા કોવેક્સીનની (Covaxin) રસીને લઈને મોટું એલર્ટ આપવામાં આવ્યું છે. ભારત બાયોટેકે એક ફેક્ટશીટ ઈસ્યૂ કરીને જણાવ્યું છે કે, કેવા લોકોએ કોવેક્સીનની રસી ના લેવી જોઈએ.

આવા લોકો ના લે કોવૅક્સીનની રસી Corona Vaccine Side Effect
કંપનીની વૅબસાઈટ પર અપલોડેડ ફેક્ટશીટમાં જણાવ્યા મુજબ, ભારત બાયોટેકે એવા લોકોને કોવેક્સીનની (Covaxin) રસી ના લેવાની સલાહ આપી છે. જેઓને થોડા સમયથી તાવ, એલર્જી, બ્લીડિંગ ડિસઑર્ડરની ફરિયાદ રહી હોય.

આ સિવાય જેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે અથવા કોઈ દવા લઈ રહ્યાં છે તેવા લોકોએ વેક્સીન (Covaxin) લેવાનું ટાળવું જોઈએ.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, કોવેક્સીનની (Covaxin)રસી ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓએ ના લેવી જોઈએ. આ સાથે જ જેમણે અન્ય વૅક્સીન લીધી છે અથવા કોઈ ગંભીર બીમારીનો સામનો કરી રહ્યાં છે, તો તેઓ પણ કોવેક્સીનની રસી ના લે.

સરકાર પર કરી ચૂકી છે સતર્ક Corona Vaccine Side Effect
વૅક્સીનેશન (Covid Vaccination Drive) શરૂ થયા પહેલા જ સરકારે પણ એક ગાઈડલાઈન જાહેર કરી હતી. જે અંતર્ગત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓએ હાલ વૅક્સીન (Corona Vaccine) લેવાની જરૂર નહીં હોવાનું જણાવ્યું છે.

જ્યારે ભારત બાયોટેક વૅક્સીનની (Covaxin) સંભાવિત આડઅસર અને વૅક્સીન માટે યોગ્ય લોકોની વિગતો આપતા આ ફેક્ટશીટ જાહેર કરી છે. Corona Vaccine Side Effect

જેમાં કહેવામાં આવ્યું છે કે, કોવેક્સીનથી (Covaxin) શ્વાસ લેવામાં તકલીફ, શરીરમાં નબળાઈ, ધબકારા વધવા, ગળામાં સોજા સહિત એલર્જી જેવી ગંભીર આડઅસર થવાના ચાન્સ ઘણાં ઓછા છે.

હકીકતમાં કોવેક્સીનને (Covaxin) લઈને અનેક સવાલ ઉઠી ચૂક્યાં છે, કારણ કે, કોવેક્સીન ત્રીજા તબક્કાના ટ્રાયલમાં છે અને હજુ સુધી તેની અસરકારક્તા સાબિત નથી થઈ શકી. આજ કારણ છે કે, વૅક્સીનેશન જે દિવસથી શરૂ થયું, તે જ દિવસથી દિલ્હીની RML હોસ્પિટલના સ્વાસ્થ્ય કર્મચારીઓએ કોવેક્સીનના ઉપયોગને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.

હાલ કોવેક્સીનના (Covaxin) ત્રીજા તબક્કાના ક્લીનિકલ ટ્રાયલના આંકડાનું સ્ટડી કરવામાં આવી રહ્યું છે. ફેક્ટશીટમાં કહેવામાં આવ્યું છે કે, શું તમે નિયમિત કોઈ દવા લઈ રહ્યાં છો કે પછી ઘણાં સમયથી બીમાર છો? વૅક્સીનેશન અધિકારીને તમારી તમામ મેડિકલ હિસ્ટરી વિશે જણાવો. Corona Vaccine Side Effect

કોવેક્સીનના નિર્માતાએ જણાવ્યું કે, વૅક્સીનેશનના બીજા ડોઝ આપ્યા બાદ ત્રણ મહિના સુધી તમામ વૅક્સીન (Covaxin) મેળવનારનું ફૉલોઅપ લેવામાં આવશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9