Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ભાજપના પૂર્વ મંત્રીએ પોતાની જ પાર્ટી પર કવિતા પોસ્ટ કરતા ગરમાયુ રાજકારણ

ભાજપના પૂર્વ મંત્રીએ પોતાની જ પાર્ટી પર કવિતા પોસ્ટ કરતા ગરમાયુ રાજકારણ

0
1223

ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે પોતાના સોશિયલ મીડિયામાં એક કવિતા લખી પોસ્ટ શેર કરતા ફરી એકવાર વાતાવરણ ગરમાયુ છે.આ નેતાએ કવિતા પોસ્ટ કરી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને સાથો સાથ કોંગ્રેસ ઉપર પણ કટાક્ષ કરી હતી.

કવિ જુગલ દરજી કવિતામાં લખે છે કે, યુવા બેકાર અંગે લખતા તેમણે જણાવ્યુ છે કે, કવિના હાથ ધ્રૂજે છે અને સાથો સાથ આ કવિતામાં બેકારી, બેરોજગારી સ્ત્રી અત્યાચારના બનાવો, ભ્રષ્ટ્રાચાર અને ભાલામણની નીતિ ઉપર પણ કવિતામાં કટાક્ષ કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલી કવિતાના કારણે રાજકારણ ગરમાયું છે તો આ અંગે જયનારાયણ વ્યાસે જણાવ્યું કે, હું સાહિત્યનો માણસ છું મને કાવ્ય ગમ્યું એટલે મેં પોસ્ટ કર્યું. આ પોસ્ટને રાજનીતિ સાથે કોઇ લેવા-દેવા નથી.

તો બીજી બાજુ જાય નારાયણ ની આ પોસ્ટ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કટાક્ષ કરતા જણાવ્યું કે, બેરોજગારી, મહિલા અત્યાચાર, મોંઘાવારી જેવી પરિસ્થિતિને જયનારાયણ વ્યાસે કવિતાના માધ્યમથી ઉજાગર કરી છે. કવિના જે શબ્દો છે તે અંગે સરકાર સંવેદનશીલ બને તે સમયની માગ છે. સાચી સ્થિતિને જયનારાયણ ભાઈએ કવિતા સ્વરૂપે રજૂ કરી છે.

રાજયમાં ઉતરાયણના દિવસે વરસાદની આગાહી, પતંગરસિયાઓના પેચ બગડશે