સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટ્સમેન બેથ મૂનીને વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) માટે ગુજરાત જાયન્ટની કેપ્ટન બનાવવામાં આવી છે.
Advertisement
Advertisement
મૂનીએ રવિવારે જ ઓસ્ટ્રેલિયાને છઠ્ઠી વખત મહિલા ટી-20 વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ફ્રેન્ચાઇઝીએ પ્રથમ ઉદ્દઘાટન સીઝન પહેલા ભારતના ઓલ રાઉન્ડર સ્નેહ રાણાને વાઇસ કેપ્ટન બનાવી છે. ટીમના પૂર્વ સાથી રાચેલ હેન્સ, જાયન્ટના મુખ્ય કોચ સાથે ફરી જોડાશે.
કેપ્ટન બન્યા પછી મૂનીએ શું કહ્યું?
મૂનીએ એક નિવેદનમાં કહ્યુ, “હું 2023માં ઐતિહાસિક વિમેન્સ પ્રીમિયર લીગની ઉદ્દઘાટન સીઝનમાં ગુજરાત જાયન્ટનું નેતૃત્વ કરવા માટે ખુશ છું. ટીમ WPLની ડેબ્યૂ સીઝનમાં ક્રિકેટનું એક મનોરંજક અને પ્રભાવી બ્રાંડ રજૂ કરવા માંગે છે. સ્નેહને મારી વાઇસ કેપ્ટન અને મિતાલી રાઝ, રાચેલ હેન્સ અને નૂશિન સાથે સમય વિતાવવો શાનદાર રહેશે.”
Advertisement