Gujarat Exclusive > દેશ-વિદેશ > Bengaluru હિંસાઃ 30થી વધુ સ્થળે NIAના દરોડાઃ મુખ્ય સૂત્રધાર ઝડપાયો

Bengaluru હિંસાઃ 30થી વધુ સ્થળે NIAના દરોડાઃ મુખ્ય સૂત્રધાર ઝડપાયો

0
110
  • કેન્દ્રીય ગૃહમંત્રાલયના આદેશ પર NIAની રચના
  • Bengaluruમાંથી તીક્ષણ શસ્ત્રો સહિત પુરાવા જપ્ત

બેંગલુરુઃ કર્ણાટકની રાજધાની બેંગલુરુ (Bengaluru)ની હિંસા મામલે ગુરુવારે તપાસ એજન્સી NIAની ટીમે 30થી વધુ સ્થળે દરોડા પાડ્યા હતા. NIAએ હિંસા સંબંધિત મહત્વનો સામાન અને પુરાવા જપ્ત કર્યા છે. સાથે હિંસાના કથિત મુખ્ય સૂત્રધાર સાદીક અલી (Sadik Ali)ની પણ ધરપકડ કરવામાં આવી છે.

NIAના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે સાદીક અલી બેન્કના રિકવરી એજન્ટ તરીકેનું કામ કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના આદેશ પર એનઆઇએએ બેંગલુરુ( Bengaluru)માં ઓગસ્ટમાં થયેલી હિંસા મામલે કેસ દાખલ કર્યો છે. જેમાં એવો આરોપ છે કે એસડીપીઆઇ અને પીએફઆઇના કાર્યકર્તાઓએ ષડયંત્ર રચી રમખાણો કરાવ્યા હતા.

આ પણ વાંચોઃ કૃષિ બિલનો વિરોધ : ખેડૂતોનું ટ્રેન રોકો આંદોલન, શુક્રવારે પંજાબ બંધ

NIAના અધિકારીએ જણાવ્યું કે ગુરુવારના દરોડામાં એરગનના ઘણા છર્રા, તીક્ષણ હથિયાર લોખંડની રોડ્સ, ડિજિટલ ડિવાઇસ, ડીવીઆર અને પીએફઆઇ તેમજ એસડીપીઆઇ સંબંધિત અનેક દસ્તાવેજ કબજે લેવામાં આવ્યા છે.

સાદિક હિંસા બાદથી ફરાર હતો Bengaluru

અધિકારીએ જણાવ્યું કે પકડાયેલો સૂત્રધાર સાદીક અલી બેન્કના રિકવરી એજન્ટ તરીકેનું કામ કરે છે. તે હિંસા પછીથી ફરાર હતો. તેના પર આરોપ છે કે તે 11 ઓગસ્ટની મોડી સાંજે બેંગલુરુ ( Bengaluru) ના કેજી હલ્લી પોલીસ સ્ટેશન પર થયેલા હુમલામાં સામેલ હતો.

એનઆઇએને આશા છે કે આ મામલે સાદીકની ધરપકડ એક મહત્વની કડી છે. જેની પુછપરછમાં અનેક ઘટસ્ફોટ થઇ શકે છે. સાથે હિંસા પાછળની સમગ્ર ષડયંત્રનો ખુલાસો પણ થઇ શકે છે. હાલમાં તપાસ ચાલુ છે.

આ પણ વાંચોઃ શર્લિન ચોપરાનો મોટો ધડાકોઃ ક્રિકેટરોની પત્નીઓ વોશરૂમમાં ડ્રગ્સ લે છે

MLAના ભત્રીજાની પોસ્ટ બાદ હિંસા ફાટી નીકળી હતી Bengaluru

નોંધનીય છે કે બેંગલુરુ ( Bengaluru)ના પુલકેશીનગરના ધારાસભ્યના ભત્રીજાએ સોશિયલ મીડિયા પર કરેલી ઉશ્કેરણીજનક પોસ્ટ બાદ હિંસા ફાટી નીકળી હતી. એવો આરોપ છે કે સોશિયલ ડોમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના રાજ્ય સચિવ મુજમ્મિલ પાશા અને પીએફઆઇના લોકો દ્વારા ધારાસભ્યના ઘર પર હુમલો કરાયો હતો.