Gujarat Exclusive > રાજનીતિ > કપિલ મિશ્રા અને અનુરાગ ઠાકુર પર એક્શનના લેવાથી નારાજ અભિનેત્રીએ ભાજપ સાથે છેડો ફાડ્યો

કપિલ મિશ્રા અને અનુરાગ ઠાકુર પર એક્શનના લેવાથી નારાજ અભિનેત્રીએ ભાજપ સાથે છેડો ફાડ્યો

0
1610

નવી દિલ્હી: દિલ્હીમાં થયેલી હિંસાથી નારાજ બંગાળી ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી સુભદ્રા મુખર્જીએ ભાજપ છોડવાનો નિર્ણય કર્યો છે. સુભદ્રા વર્ષ 2013માં ભાજપમાં સામેલ થઈ હતી. સુભદ્રાએ પોતાનું રાજીનામું બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષને સોંપી દીધુ છે. જો કે પાર્ટી સુત્રોનું કહેવું છે કે, આશા રાખીએ તો તે ફરીથી એક વખત પોતાના નિર્ણય પર વિચાર કરશે.

બીજી તરફ મીડિયા સાથે વાત કરતા સુભદ્રાએ જણાવ્યું કે, મેં ઘણી આશાઓ સાથે પાર્ટી જોઈન કરી હતી. જો કે તાજેતરમાં દિલ્હીમાં થયેલી હિંસા અને નફરતનો માહૌલ જોઈને હું ઘણી અપસેટ છું. ધર્મના નામે એક ભાઈ બીજા ભાઈનું ગળુ કેમ કાપી રહ્યાં છે? હું 40 લોકોના મોત બાદ ખૂબ જ ચિંતિત હતી.

સુભદ્વાએ વધુમાં જણાવ્યું કે, હું આ પ્રકારની રાજનીતિ સાથે પોતાને જોડવા નથી માંગતી, જ્યાં લોકોને ધર્મના આધારે ઓળખવામાં આવે. સુભદ્રાએ પોતાના રાજીનામાંનું કારણ તેમની જ પાર્ટીના નેતા કપિલ મિશ્રા અને અનુરાગ ઠાકુર વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ના કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.

આ અંગે ભાજપના વરિષ્ઠ નેતા શામિક ભટ્ટાચાર્યએ જણાવ્યું કે, પાર્ટીએ ક્યારેય વિચારધારા સાથે સમજૂતિ નથી કરી. અમે શરણાર્થીઓ અને ઘુસણખોરો વચ્ચેના અંતરની વાત કરી છે. દિલ્હીમાં થયેલી હિંસા પાછળ ભાજપનો કોઈ હાથ નથી. અમને સુભદ્રાના નિર્ણય વિશે પહેલાથી જ જાણ હતી. આશા છે કે, તેઓ પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરશે.

જણાવી દઈએ કે, સુભદ્રા મુખર્જી બંગાળી ફિલ્મો અને ટીવી સીરિયલોમાં કામ કરી ચૂકી છે. જો કે સુભદ્રા મુખર્જીએ સ્પષ્ટ કર્યું છે કે, તે નાગરિક્તા કાયદાની વિરૂદ્ધ નથી, જો તે ધર્મના આધારે ભેદભાવ ના કરતો હોય તો.

મંજૂરી વિના શાંતિ માર્ચ, કપિલ મિશ્રાની હાજરીમાં લાગ્યા ‘ગોળી મારો…‘ના નારા