Gujarat Exclusive > રાજનીતિ > વિધાનસભા ચૂંટણી પરિણામઃ 10 વાગ્યા સુધીના રુઝાનમાં તૃણમુલ કોંગ્રેસને બહુમતી

વિધાનસભા ચૂંટણી પરિણામઃ 10 વાગ્યા સુધીના રુઝાનમાં તૃણમુલ કોંગ્રેસને બહુમતી

0
33
  • ભાજપ પણ ગત ચૂંટણી કરતા ઘણો જ સારો દેખાવ કરી 118 બેઠક પર આગળ ચાલી રહ્યો છે
  • નંદીગ્રામ બેઠક પર ત્રીજા રાઉન્ડના અંતે શુભેન્દુ અધિકારી સામે CM મમતા બેનરજી પાછળ

કોલકાતાઃ પ્રતિભાના જંગ સમાન પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીના પરિણામ (Bengal vote counting)આવવા માંડ્યા. સવારે 10 વાગ્યા સુધીમાં તૃણમુલ કોંગ્રેસે બહુમતીનો આંકડો પાર કરી લીધો હતો. ભાજપ પણ સદી વટાવી 118 બેઠકો પર આગળ હતો. જ્યારે નંદીગ્રામની મહત્વની બેઠક પર ત્રીજા રાઉન્ડના અંતે સીએમ મમતા બેનરજી તેમની કટ્ટર હરિફ શુભેન્દુ અધિકારીથી પાછળ ચાલી રહ્યાં હતા.

પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી 29 એપ્રિલ સુધી 8 રાઉન્ડમાં વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. આજે બે મેએ તેની 292 બેઠકોનું પરિણામ જાહેર થવાનું છે. જેમાં બંગાળની આગામી સરકારનું ભવિષ્ય નક્કી થશે કે તૃણમુલ અથવા ભાજપમાંથી કોણ સત્તા પર આવશે? મતગણતરી સતત ચાલુ છે. 23 જિલ્લામાં ફેલાયેલા મત ગણતરી કેન્દ્રો પર ઓછામાં ઓછા 292 નિરિક્ષક અને કેન્દ્રીય સુરક્ષા બળોની 256 કંપની તહેનાત છે. સૌથી વધુ દક્ષિણ પરગણા જિલ્લામાં 15 મતગણતરી કેન્દ્ર છે. જ્યારે કલીપમોંગ, અલીપુરદ્વાર અને ઝારગામમાં એક-એક કેન્દ્ર છે.

પરિણામ 10 વાગ્યા સુધીના રુઝાનો (Bengal vote counting)માં ટીએમસીએ બહુમતીનો આંકડો પાર કર્યો. જેમાં તે 149 બેઠક પર આગળ ચાલી રહી હતી. જ્યારે ભઆજપ 118 સીટ પર આગળ છે. મતગણતરીની શરુઆતથી જ ટીએમસી આગળ હતી. સવારે 8 વાગે મતગણતી શરુ થઇ હતી. તે પહેલાં તમામ ઇવીએમ અને વીવીપેટને સેનિટકાઇઝ કરાયા હતા.

સૌથી પહેલા 8 વાગે પોસ્ટલ બેલેટની ગણતરીનો પ્રારંભ થયો હતો. જેમાં 32 બેઠકોના રુઝાનમાં ટીએમસી 19 અને ભાજર 13 બેઠક પર આગળ હતા. સાડા 8 વાગે પણ ટીએમસીનું પલડુ ભારે હતું. 47માંથી તૃણમુલ 25 અને ભાજપ 22 પર અગ્રેસર હતા.

સવારે આશરે પોણા નવ વાગે સામાન્ય મતોના રુઝાન આવવાના શરુ થયા. જેમાં 97 બેઠકોમાંથી તૃણમુલ 50 અને ભાજપને 46 બેઠકો પર સરસાઇ મળી રહી હતી. 15 મિનિટ
બાદ એટલે 9 વાગ્યાની સ્થિતિમાં ટીએમસી 83 અને ભાજપને 71 બેઠક પર બહુમતી મળી રહી હતી.

પોસ્ટલ બેલેટમાં તૃણમુલનો લોકસભા કરતા સારો દેખાવ

પોસ્ટલ બેલેટમાં તૃણમુલ 42માંથી 41 કેન્દ્રોમાં પાછળ હતી. જ્યારે વિધાનસભા ચૂંટણીમાં તેણે ટક્કર આપી પોતાની સ્થિતિ સુધારી. સાડા નવ વાગે ટીએમસી 110 અને ભાજપને 101 બેઠકમાં લીડ મળી રહી હતી. Bengal vote counting

નંદીગ્રામમાં ત્રીજા રાઉન્ડની ગણતરી પુરી થિ તેમાં શુભેન્દુ મમતા કરતા 8,206 મતથી આગળ હતા. જ્યારે ટીએમસીના મંત્રી સુબ્રત મુખરજી, કોલકાતા પોર્ટમાં મંત્રી ફિરહાદ હકીમ અને બાલીગંજમાં અરુપ વિશ્વાસ આગળ ચાલી રહ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat