Gujarat Exclusive > રાજનીતિ > બંગાળ: પક્ષ બદલીને BJPમાં ગયેલા મોટા ચહેરાથી TMCને કેટલુ નુકસાન?

બંગાળ: પક્ષ બદલીને BJPમાં ગયેલા મોટા ચહેરાથી TMCને કેટલુ નુકસાન?

0
54

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021ના પરિણામ આવી ચુક્યા છે. આ ચૂંટણીની હાઇ પ્રોફાઇલ મુકાબલાની વાત કરીએ તો સૌથી મહત્વનો મુકાબલો નંદીગ્રામનો રહ્યો છે, જેમાં ટીએમસી પ્રમુખ મમતા બેનરજીએ પોતાના પૂર્વ સહયોગી અને ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારી સામે હારનો સામનો કરવો પડ્યો છે. વર્ષ 2016માં અધિકારીને આ બેઠક પર ટીએમસીના ઉમેદવાર તરીકે જીત મળી હતી. તે વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા હતા.

TMC માટે કેમ મહત્વની છે નંદીગ્રામની બેઠક?

વર્ષ 2007માં જ્યારે મમતા બેનરજી વિપક્ષના નેતા હતા ત્યારે તેમણે નંદીગ્રામ અને સિંગૂરમાં ઔધોગિકીકરણ માટે કૃષિ માટે જરૂરી ભૂમિ અધિગ્રહણ કરવાને લઇને લેફ્ટની સરકાર વિરૂદ્ધ આંદોલનની આગેવાની કરી હતી. તેમની પાર્ટીને તેનો ફાયદો મળ્યો હતો અને 2008માં 50 ટકા પંચાયત બેઠકો પર તેમની પાર્ટીના ઉમેદવાર જીત્યા હતા અને 2009ની લોકસભા ચૂંટણીમાં ટીએમસીને 19 બેઠક પર જીત મળી હતી. તે બાદ 2011માં વિધાનસભા ચૂંટણીમાં પણ ટીએમસી જીતી હતી અને આ રીતે રાજ્યમાં લેફ્ટ ફ્રંટના 34 વર્ષ લાંબા શાસનનો અંત થઇ ગયો હતો.

ટીએમસી માટે નંદીગ્રામ કેટલુ મહત્વનું છે, તેની ખબર આ વાત પરથી પડે છે કે પાર્ટી 14 માર્ચને નંદીગ્રામ દિવસ તરીકે મનાવે છે. 2007માં જમીન અધિગ્રહણ વિરોધી આંદોલન દરમિયાન આ દિવસે પોલીસના ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના સમ્માનમાં તે આ દિવસ મનાવે છે.

બાબુલ સુપ્રિયોની હાર

આ સિવાય કોલકાતામાં બંગાળી ફિલ્મ ઉદ્યોગનું દિલ ગણાતા ટોલીગંજથી કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા બાબુલ સુપ્રિયો અને અરૂપ બિશ્વાસ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો જેમાં બિશ્વાસ જીતી ગયા હતા.

ટીએમસીના મહાસચિવ પાર્થ ચેટરજી સતત ચોથી વખત વિધાનસભા ચૂંટણી જીતવાની લ્હાયમાં બેહાલા પશ્ચિમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને ફિલ્મ અભિનેત્રી શ્રાબંતી ચેટરજી વિરૂદ્ધ ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. આ બેઠક પર પાર્થ ચેટરજીની જીત થઇ છે.

ટીએમસીમાંથી ભાજપમાં સામેલ થયેલા અને મમતા બેનરજી મંત્રીમંડળમાં પૂર્વ મંત્રી રાજીવ બેનરજીએ હાવડા જિલ્લાના દોમજુરથી ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં ટીએમસીના કલ્યાણ ઘોષે રાજીવ બેનરજીને હરાવી દીધા છે.

અમિત શાહની હાજરીમાં ભાજપમાં સામેલ થયેલા પૂર્વ હાવડા મેયર રતિન ચક્રવર્તીને શિવપુરમાં ટીએમસીના મનોજ તિવારીએ હરાવી દીધા છે.

ભાજપ સાંસદ લોકેટ ચેટરજી અને નિતિશ પ્રમાણિકે ચુચુડા અને દિનહાટા બેઠક પરથી ચૂંટણી લડી હતી, તેમની ચૂંટણી લડવા પર મજાક ઉડાવતા મમતા બેનરજીએ કહ્યુ હતું કે ભગવા પાર્ટી પાસે યોગ્ય ઉમેદવાર નથી જેને કારણે તેમણે પોતાના સાંસદોને ચૂંટણી મેદાનમાં ઉતારવા પડ્યા છે.

જેની પર ભાજપે કહ્યુ હતુ કે સાંસદોને ઉમેદવાર બનાવવા આ દર્શાવે છે કે તે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને કેટલુ મહત્વ આપે છે. આ બન્ને ઉમેદવારમાંથી લોકેટ ચેટરજીએ હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે નિતિશ પ્રમાણિક જીતી ગયા હતા.

આ પણ વાંચો: બંગાળમાં ન્યુટનનો ત્રીજો નિયમ મમતા માટે જીવતદાન સાબિત થયો

અન્ય બેઠકના પરિણામ

કૃષ્ણાનગર ઉત્તર: ભાજપના મુકુલ રોયે ટીએમસીના કૌશાની મુખરજીને હરાવ્યા
કમરહાટી: ટીએમસીના મદન મિત્રાએ ભાજપના અનિંધ બેનરજીને હરાવ્યા
ભવાનીપુર: ટીએમસીના ઉમેદવાર શોભનદેવ ચટ્ટોપાધ્યાયે ભાજપના ઉમેદવાર રૂદ્રનિલ ઘોષને હરાવ્યા
સિંગૂર: ટીએમસીના બેચારામ મન્નાએ ભાજપના રબિંદ્રનાથ ભટ્ટાચાર્યને હરાવ્યા
સિલીગુડી: ભાજપના શંકર ઘોષે ટીએમસીના ઓમપ્રકાશ મિશ્રાને હરાવ્યા
ચાંદીતલા: ટીએમસીના સ્વાતિ ખાંડોકરે ભાજપના દેવાશીષ દાસગુપ્તાને હરાવ્યા
રાજરહાટ ગોપાલપુર: ટીએમસીની અદિતિ મુંશીએ ભાજપના સમિક ભટ્ટાચાર્યને હરાવ્યા
તારકેશ્વર: ટીએમસીના રમેંદુ સિન્હા રેએ ભાજપના સ્વપન દાસ ગુપ્તાને હરાવ્યા

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat