Gujarat Exclusive > રાજનીતિ > બંગાળમાં 1972થી શાસક પક્ષની 200 કરતા વધુ સીટ જીતવાની પરંપરા, માત્ર 2001 અપવાદ

બંગાળમાં 1972થી શાસક પક્ષની 200 કરતા વધુ સીટ જીતવાની પરંપરા, માત્ર 2001 અપવાદ

0
33

લેફટના સાડા ત્રણ દાયકાના શાસન અને મમતાની હેટ્રિકમાં પણ સત્તાધારી પક્ષે 200+ બેઠક મેળવી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ 62 દિવસની વિધાનસભા ચૂંટણીના સંગ્રામ બાદ આખરે તૃણમુલ કોંગ્રેસની સરકાર રચાઇ ગઇ. બંગાળમાં છેલ્લા આશરે 5 દાયકાની ચૂંટણીમાં એક ખાસ ટ્રેન્ડ (Bengal Election Trend)જોવા મળે છે કે અહીંના મતદારો ત્રિશંકુ વિધાનસભામાં માનતા નથી. કોઇ પણ એક પક્ષમાં વિશ્વાસ રાખી એને ખોબે-ખોબે ભરીને મત આપે છે. પરિણામે 49 વર્ષોથી જે પક્ષ પણ સત્તા પર આવે છે, તેનેે 200+ બેઠકો મળે છે. આ સિલસિલો 2001ની ચૂંટણીને બાદ કરતા 1972થી અત્યાર સુધી .યોજાયે 11મી ચૂંટણીમાં પણ  જળવાયેલો છે.

મમતા બેનરજીને પાર્ટી ટીએમસીએ ગઇકાલે આવેલા ચૂંટણી પરિણામોમાં 214 બેઠકો મેળવી ગત 2016માં પણ તેમની આટલી જ બેઠકો હતી. ફરક એટલો કે તે વખતે 294માંથી 214 સીટ અને આ વખતે 292માંથી એટલી જ બેઠકો. તેથી બે બેઠકની ચૂંટણી બાદ ફિગર વધી શકે છે. 200+નો આકંડો સૌ પહેલાં ડાબેરીઓએ મેળવ્યો હતો.

1972માં 216 બેઠકો સાથે લેફટની સરકાર રચાઇ હતી. ત્યારથી 35 વર્ષ સુધી બંગાળમાં ડાબેરીઓની સરકાર રહી. તેમણે 7 વખત 200+નો મેજિક ફિગર (Bengal Election Trend)મેળવ્યો. દરમિયાન 1987માં તો ડાબેરીઓએ 251 બેઠકો કબજે કરી  હતી. અલબત્ત 2001માં 4 સીટ માટે ચૂકી ગયા. ત્યારે 196 બેઠકો મળવી સત્તા મેળવી હતી.

આ પણ વાંચોઃ મમતાની સ્થિતિ ‘ગઢ આલા સિંહ ગેલા’ જેવી, બંગાળ જીત્યું પણ નંદીગ્રામ ગુમાવ્યુ

2011માં તૃણમુલ પહેલી વાર સત્તામાં આવી

2011માં તૃણમુલે કોંગ્રેસ સાથે જોડાણ કરી પહેલી વાર સત્તા સંભાળી ત્યારે પણ આ પરંપરા જળવાઇ રહી અને 228 બેઠકો પ્રાપ્ત કરી. તૃણમૂલે 2016માં 211 અને 2011માં 228 સીટો જીતી હતી.

સત્તા મેળવી પણ બેઠક પર હાર્યાં મમતા

પશ્ચિમ બંગાળમાં સતત ત્રીજી વખત મમતા બેનર્જીનું પુનરાગમન તો થયું પણ નંદીગ્રામ સંગ્રામમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો છે. TMC છોડીને ભાજપમાં જોડાયેલા ઉમેદવારો શુભેંદુ અધિકારીએ રોમાંચક ફાઈટમાં 1956 મતોથી મમતાને પરાજય આપ્યો છે. આ સાથે જ આ ચૂંટણીમાં અનેક દિગ્ગજોએ હારનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને પક્ષ બદલનારા નેતાઓની હાર થઈ છે.

તૃણમુલના પક્ષપલ્ટુ નેતાઓને પ્રજાનો જાકારો

છેલ્લા 2 વર્ષમાં TMCના આશરે 13 ધારાસભ્યો સહિત 30 નેતાઓ ભાજપમાં સામેલ થયા હતા. આ પૈકી 8 ધારાસભ્ય સહિત 16 નેતાઓ હારી ચુક્યા છે. આ સંજોગોમાં રાજકીય મોરચે એવી પણ ચર્ચા થવા લાગી છે કે આગામી પાંચ વર્ષ આ પક્ષ બદલુ નેતાઓ માટે મુશ્કેલીભર્યાં રહી શકે છે. કારણ કે મમતા બેનર્જી આ નેતાઓને ટાર્ગેટ કરતી રહી છે.

આ પણ વાંચોઃ બંગાળ: પક્ષ બદલીને BJPમાં ગયેલા મોટા ચહેરાથી TMCને કેટલુ નુકસાન?

ભાજપના ચાર પૈકી ત્રણ સાંસદ હાર્યા ભાજપે બંગાળમાં જીતવા માટે તમામ પ્રયાસો કર્યો હતા. તેણે પોતાના ચાર સાંસદોને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં હતા. આ પૈકી લોકેટ ચેટર્જી ચુંચુરા બેઠક પરથી, સ્વપન્ન દાસ ગુપ્તા તારકેશ્વર બેઠક પરથી અને બાબુલ સુપ્રિયો, ટોલીગંજથી ચુંટણી હાર્યા છે. જ્યારે નિસિથ પ્રમણિકને દિનહટા બેઠક પરથી જીત મળી છે. આ સાથે ક્રિકેટર અશોક ડિંડા, અભિનેત્રી પાયલ સરકાર, અભિનેતા યશ દાસગુપ્તા અને ભૂતપુર્વ આઈપીએસ ભારતી ઘોષ સહિત અનેક દિગ્ગજ ચૂંટણી હારી ગયા છે.

તૃણમુલના સાંસદનો ભાજપને ટોણો

તૃણુમૂલના રાજ્ય સભાના સાંસદે ડેરેક ઓ બ્રાયને પરિણામો બાદ ટ્વીટ કરી ભાજપ પર કટાક્ષ કર્યો છે. આ પોસ્ટમાં તેઓએ એક સૂત્રનો ઉલ્લેખ કર્યો છે. જેમાં એક તરફ ભાજપની સાથે સીબીઆઈ, ઈડી, ચૂંટણી પંચ. મીડિયા, પૈસા અને પક્ષપલટો કરનારાઓનો ઉલ્લેખ કર્યો છે. બીજી બાજુ બ્રાયને કહ્યું કે આ બધાં પર મમતા, તૃણુમૂલના કાર્યકર્તાઓ અને બંગાળની જનતા ભારે પડી છે.

     1972થી લઇ છેલ્લી 11 ચૂંટણીમાં શાસક પક્ષની બેઠક Bengal Election Trend

               ચૂંટણી વર્ષ          પાર્ટી/મોરચો          બેઠક

  • 1972              લેફ્ટ ફ્રન્ટ              216
  • 1977              લેફ્ટ ફ્રન્ટ              231
  • 1982             લેફ્ટ ફ્રન્ટ              238
  • 1987             લેફ્ટ ફ્રન્ટ              251
  • 1991              લેફ્ટ ફ્રન્ટ             245
  • 1996             લેફ્ટ ફ્રન્ટ             203
  • 2001            લેફ્ટ ફ્રન્ટ              196
  • 2006            લેફ્ટ ફ્રન્ટ​             233
  • 2011         TMC+કોંગ્રેસ          228
  • 2016              TMC                 214
  • 2021              TMC                 214

આ પણ વાંચોઃ બંગાળમાં ધ્રુવીકરણનનો દાવ ભાજપ પર જ પડ્યો ભારેઃ હિન્દુ મતદારોને રિઝવી ન શક્યો

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat