Gujarat Exclusive > રાજનીતિ > ચૂંટણી પહેલા પ્રશાંત કિશોરે કરેલી ભવિષ્યવાણી સાચી પડી રહી છે, હવે શું કરશે ભાજપ?

ચૂંટણી પહેલા પ્રશાંત કિશોરે કરેલી ભવિષ્યવાણી સાચી પડી રહી છે, હવે શું કરશે ભાજપ?

0
75

Bengal Election 2021: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની 294 બેઠકોમાંથી 292 બેઠકો માટે રવિવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલી રહી છે. શરૂઆતી રુઝાનોમાં તૃણમૂલ કોંગ્રેસે બહુમતીનો જાદૂઈ આંકડો પાર કરી દીધો છે. જો આજ રુઝાન પરિણામોમાં તબદીલ થશે, તો ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે (Prashant Kishor) કરેલી ભવિષ્યવાણી સાચી સાબિત થશે.

હકીકતમાં પ્રશાંત કિશોરે (Prashant Kishor)  દાવો કર્યો હતો કે, પશ્ચિમ બંગાળમાં ભાજપ 100 બેઠકોનો આંકડો પણ પાર નહીં કરી શકે. અત્યાર સુધીના રુઝાનમાં ભાજપ માત્ર 90 બેઠકો પર આગળ ચાલી રહી છે. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસ 200 બેઠકો પર આગળ છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે (Prashant Kishor)  ચૂંટણી પહેલા જ દાવો કર્યો હતો કે, મમતા બેનરજી ફરીથી સત્તા પર આવશે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, આ ચૂંટણીમાં ભાજપને બંગાળમાં 100થી વધુ બેઠકો મળશે, તો તેઓ ચૂંટણી રણનીતિકાર તરીકે પોતાનો વ્યવસાસ છોડી દેશે અને કોઈ બીજુ કામ કરશે.

આ પણ વાંચો:  પશ્ચિમ બંગાળમાં મોદી-શાહનું ‘મિશન-200’નું સપનું રોળાશે, TMC પડી રહી છે ભારે  Bengal Election 2021

એવામાં સ્પષ્ટ છે કે, જો આવી જ સ્થિતિ સર્જાઈ તો ભાજપનું પશ્ચિમ બંગાળમાં કમળ ખિલવવાનું સપનું અધુરૂ રહી જશે. આટલું જ નહીં, મોદી-શાહનું મિશન-200 પણ ફેલ થતુ જોવા મળી રહ્યું છે. જો રુઝાનોમાં મોટો ઉલટફેર નથી થતો, તો એક વાત સ્પષ્ટ છે કે, ભાજપ હવે સત્તાથી દૂર થઈ ગઈ છે.

જણાવી દઈએ કે, આ ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધુ હતું. આ માટે ભાજપે માસ્ટર સ્ટ્રોક મારતા જાણીતા ફિલ્મસ્ટાર મિથુન ચક્રવર્તીને પણ પ્રચારના મેદાનમાં ઉતારી દીધા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat