Gujarat Exclusive > રાજનીતિ > બંગાળમાં 4 તબક્કાની ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધી રેકોર્ડ 76.16% મતદાન

બંગાળમાં 4 તબક્કાની ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધી રેકોર્ડ 76.16% મતદાન

0
78

બંગાળમાં ચોથા તબક્કાનું મતદાન હિંસક થયુંઃ 5નાં મોત થયા

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં શનિવારે થયેલી ચોથા તબક્કાની ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધી રેકોર્ડ 76.16 ટકા મતદાન (Bengal 4th phase voting) થયું. બંગાળમાં પાંચ જિલ્લા 24 પરગણા,હાવડા, હુગલી, કૂચબિહાર અને અલીપુરદ્વાર જિલ્લાની 44 બેઠકો પર આજે મતદાન થયું. સવારથી જ મતદાન માટે લોકોની ભારે ભીડ જોવા મળતી હતી. જો કે કૂચબિહારમાં સુરક્ષા બળો સાથેના સંઘર્ષને લીધે ગોળીબારમાં 5 લોકોનાં મોત થતાં પરિસ્થિતિ તંગ બની હતી.

બંગાળના 5 જિલલાની 44 બેઠકો માટે મતદાન

ચોથા તબક્કામાં પાંચ જિલ્લાના 15,940 મતદાન કેન્દ્રોમાં સવારે 7 વાગ્યાથી વોટિંગ શરુ થયું હતું. જે સાંજે 6.30 સુધી ચાલવાની હતી. હાવડામાં 9 વિધાનસભા ક્ષેત્ર, દક્ષિણ 24 પરગણામાં 11, અલીપુરદ્વારમાં 5, કૂચબિહારમાં 9 અને હુગલીમાં 10 વિધાનસભા બેઠકો માટે વોટિંગ થયું. આજના મતદાન માટે કેન્દ્રીય સુરક્ષાદળની 793 ટીમો તહેનાત કરાઇ હતી.

આ પણ વાંચોઃ તૃણમુલના રણનીતિકાર પ્રશાંત કિશોરનો ઓડિયાઃ બંગાળમાં ભાજપની જીત કબૂલી

આજે સાંજે 5 વાગ્યા સુધી કુલ સરેરાશ 76.16 ટકા મતદાન (Bengal 4th phase voting) થયું. તેમાં સૌથી વધુ કૂચબિહારમાં 79.73 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. ત્યાર પછી હુગલીમાં 76.02 ટકા, 24 પરગણામાં 75.49 ટકા, હાવડામાં 75.03 ટકા અને અલીપુરદ્વારમાં 73.65 ટકા મતદાન થયું હતું.

બપોરે 3 વાગ્યા સુધી 67 ટકા મતદાન

ચોથા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધી 66.76 ટકા મતદાન નોંધાઇ ગયું હતું. જેમાં કૂચબિહારમાં 70.39 ટકા, અલીપુરમાં 68.37 ટકા, હાવડામાં 64.88 ટકા દક્ષિણ 24 પરગણામાં 64. 26 ટકા અને હુગલીમાં 67.45 ટકા મતદાન થયું હતું.

સાંજે વોટિંગના અંતે આંકડો 83 ટકા ઉપર જઇ શકે

પ્રાપ્ત આંકડાની વિગત અને લોકોમાં મતદાન માટેનો ઉત્સાહ જોઇ વોટિંગના અંતે કુલ મતદાન 83 ટકા ઉપર જવાની અપેક્ષા છે. દરમિયાન ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના ચેરમેન અને પૂર્વ ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગૂલીએ દક્ષિણ 24 પરગણાના બારિશા શશીભૂષણ જનકલ્યાણ વિદ્યાપીઠ ખાતેના મતદાન મથકે વોટ નાંખ્યો હતો.

ગૃહમંત્રી અમિત શાહ પર ષડયંત્રનો મમતાનો આરોપ

દરમિયાન સીએમ મમતા બેનરજીએ જણાવ્યું કે સીઆરપીએફે આજે શીતલકૂચીમાં 4 લોકોની ગોળી મારી હત્યા કરી નાંખી. સવારે વધુ એક મોત થયું હતું. સીઆરપીએફ મારું દુશમન નથી પણ ગૃહમંત્રીના ઇશારે ષડયંત્ર થઇ રહ્યું છે. આજની ઘટના આ વાતનો પુરાવો છે. Bengal 4th phase voting

આ પણ વાંચોઃ બંગાળમાં 4થા તબક્કાનું મતદાન હિંસકઃ કૂચબિહારમાં CISFનો ગોળીબાર,4 મોત

જ્યારે વડાપ્રધાન મોદીએ એક રેલીમાં કહ્યું કે કૂચબિહારની ઘટના બહુ દુઃખદ છે. પરંતુ ભાજપના પક્ષમાં જનસમર્થન જોઇ દીદી અને તેમના ગુંડા અકળાઇ ગયા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat