Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > નેશનલ હેલ્થ મિશનની વિવિધ યોજનાનો લાભ એક ક્લિકે આવશે બેંક એકાઉન્ટમાં

નેશનલ હેલ્થ મિશનની વિવિધ યોજનાનો લાભ એક ક્લિકે આવશે બેંક એકાઉન્ટમાં

0
5

ગાંધીનગર: નેશનલ હેલ્થ મિશનની વિવિધ યોજનાના લાભાર્થીઓને હવે નાણાં સહાય સિંગલ નોડલ એજન્સી દ્વારા ઝડપી અને સરળતાએ સીધા જ બેંક એકાઉન્ટમાં એટ સિંગલ ક્લિક મળશે. આ પ્રકારની આગવી પહેલ જન આરોગ્ય, સુખાકારી- સુવિધામાં વધારો કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશભરમાં સિંગલ નોડલ એજન્સી- S.N.A.ની પહેલ કરનાર એકમાત્ર રાજ્ય ગુજરાત બન્યું છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં SNAની ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશનનું નવતર મોડેલ 2 નું લોન્ચિંગ કર્યુ હતું.

નેશનલ હેલ્થ મિશનની ભારત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને વિના વિલંબે પારદર્શીતાથી સીધા જ નાણા સહાય પુરા પાડવાની દેશભરમાં પ્રથમ પહેલરૂપ પદ્ધતિનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભારત સરકાર રાજ્યને ઇમરજન્સી કોવિડ રિસ્પોન્સ પેકેજ,આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન તેમજ 15 માં નાણાં પંચ એમ વાર્ષિક અંદાજે 4000 કરોડ રૂપિયા વિવિધ આરોગ્ય કાર્યક્રમો-યોજનામાં સહાય-સહયોગ પુરો પાડે છે.

આવી વિવિધ પાયાની આરોગ્ય યોજનાકીય જેમાં રાષ્ટ્રીય બાલિકા સુરક્ષા યોજના,ટી. બી રોગ નિયંત્રણ અને સારવાર માટે ની દવાઓ,અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિવારણ વગેરે માટેની સહાય નાગરિકોને સરળતાએ મળી રહે તે માટે સ્ટેટ નોડલ એજન્સી SNAની ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશમોડેલ-2ના દેશમાં સૌ પ્રથમ અપનાવાયેલ આ મોડેલ 2 ના મુખ્યમંત્રીએ કરાવેલા લોંચિંગના પરીણામે હવે યોજનાકીય લાભો, સહાયના નાણા, એટ સિંગલ ક્લિક સીધા જ લાભાર્થિઓના બેન્ક ખાતામાં પહોંચી શકશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat