Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > બજેટ પહેલા શેર બજારમાં તેજી, સેન્સેક્સ 40 હજારને પાર

બજેટ પહેલા શેર બજારમાં તેજી, સેન્સેક્સ 40 હજારને પાર

0
291

મોદી સરકારના બીજા કાર્યકાળનું આજે પ્રથમ બજેટ નિર્મલા સિતારમણ રજૂ કરવા માટે જઈ રહ્યાં છે. બેરોજગારી અને મંદીને પહોંચી વળવા માટે સરકાર બજેટમાં ખેડૂતો અને મિડલ ક્લાસ માટે મોટી જાહેરાત કરી શકે છે. બજેટ પહેલાં શેર બજારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. બજારમાં તેજીના માહોલની વચ્ચે સેન્સેક્સ 40,000ને પાર થયો છે. જ્યારે નિફ્ટી 30 અંકની તેજી સાથે 11975ની આસપાસ પહોંચ્યો છે.

આજે વહેલી સવારે (5 જૂલાઈ, શુક્રવાર) સેન્સેક્સ 35 પોઈન્ટની મજબૂતી સાથે ખુલ્યો હતો. ત્યારબાદ 110 અંકની તેજી સાથે 40,000ને પાર પહોંચ્યો હતો.બજેટના પગલે નિફ્ટીમાં યસ બેન્ક, બ્રિટાનિયા, ગેલ, અદાણી પોર્ટ્સ,માં તેજી જોવા મળે છે. જ્યારે બીજી તરફ ICICI, JSW સ્ટિલ, બજાજ ફાઇનાન્સના શેરોમાં કડાકો બોલ્યો છે.

નિષ્ણાતોના મંતવ્ય અનુસાર, સ્થિર સરકારના લીધે વિદેશી રોકાણકારોનો વિશ્વાસ મજબૂત થયો છે. મોદી સરકારે પોતાના ગત કાર્યકાળમાં જે આયોજન કર્યો હતો તે સરળતાથી સમાપ્ત કરી શકાય તેમ છે.

બીજેપી સરકારે વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્ય રાખ્યો છે તેના ભાગરૂપે બજેટમાં કિસાન સન્માન નિધી યોજનામાં મળનાર 6000 રૂપિયાની સહાયમાં વધારો કરીને 8000 રૂપિયા કરવામાં આવી શકે છે.