Gujarat Exclusive > રાજનીતિ > 2014 પહેલા ઘણા મંત્રીઓ મોદી વિરુદ્ધ કાર્યવાહી કરવા ઈચ્છતા હતા, હું અને મનમોહન વિરુદ્ધ હતાઃ પવાર

2014 પહેલા ઘણા મંત્રીઓ મોદી વિરુદ્ધ કાર્યવાહી કરવા ઈચ્છતા હતા, હું અને મનમોહન વિરુદ્ધ હતાઃ પવાર

0
2

એનસીપીના વડા શરદ પવારે બુધવારે, 29 ડિસેમ્બરના રોજ જણાવ્યું હતું કે કેન્દ્રમાં યુપીએ સરકાર હતી ત્યારે અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી મોદી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર પ્રહારો કરતા હતા ત્યારે ઘણા નેતાઓ નરેન્દ્ર મોદી વિરુદ્ધ કાર્યવાહી કરવા માગતા હતા. પરંતુ તેમાંથી તેઓ અને મનમોહન સિંહ કાર્યવાહી કરવાના તરફેણમાં ન હતા.

શરદ પવાર એક પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન લોકસત્તાના સંપાદક ગિરીશ કુબેર સાથે તેમની રાજકીય અને સામાજિક યાત્રા વિશે વાત કરી રહ્યા હતા. તેમણે એ પણ ખુલાસો કર્યો કે 2019ની મહારાષ્ટ્ર ચૂંટણી પછી ભાજપ તેમની પાર્ટી સાથે ગઠબંધન કરવા આતુર છે.

ઘણા મંત્રીઓ મોદી સામે કાર્યવાહી કરવા માંગતા હતા પરંતુ મનમોહન અને હું તેની વિરુદ્ધ હતાઃ પવાર

એનસીપીના વડા શરદ પવારે જણાવ્યું હતું કે તત્કાલીન યુપીએ સરકારના કેટલાક કેબિનેટ સાથીદારો ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન મોદીની વિરુદ્ધ હતા, જ્યારે તેઓ અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ “બદલાની રાજનીતિ” ઇચ્છતા ન હતા.

તેમને કહ્યું કે-
“તે અંશતઃ સાચું છે કે મનમોહન સિંઘ અને હું ચૂંટાયેલા મુખ્ય પ્રધાન સામે બદલાની રાજનીતિમાં સામેલ થવાની વિરુદ્ધ હતા, જોકે કેબિનેટના કેટલાક સાથીઓએ આવી કાર્યવાહીને ટેકો આપ્યો હતો.”

તેમણે કહ્યું કે મોદી તે સમયે મનમોહન સિંહ સરકારના ગંભીર ટીકાકાર હતા. તેનાથી દિલ્હી અને ગુજરાત વચ્ચેનું અંતર વધ્યું હતું. મારા સિવાય મોદી સાથે વાત કરવા બીજું કોઈ તૈયાર નહોતું. મનમોહન સિંહે મારી વાત સ્વીકારી કે આપણા રાજનૈતિક મતભેદોને રાજ્યના વિકાસના માર્ગમાં આવવા દેવા જોઈએ નહીં.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat