Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગર્લફ્રેન્ડની નજરોમાં હીરો બનવાની લ્હાય પ્રેમી બન્યો ચોર, વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ઝડપ્યો

ગર્લફ્રેન્ડની નજરોમાં હીરો બનવાની લ્હાય પ્રેમી બન્યો ચોર, વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ઝડપ્યો

0
47

અમદાવાદ: પ્રેમમાં માનવી ચાંદ-સિતારા તોડી લાવવાની વાતો કરતા હોય છે, પરંતુ જો કોઈ પ્રેમી ચોર બની જાય ત્યારે અચરજ થાય તે સ્વાભાવિક છે. અમદાવાદમાં એક આવા જ પાગલ પ્રેમીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વટવા GIDC પોલીસના હાથે એક એવો ચોર ઝડપાયો છે, જે ગર્લફ્રેન્ડની નજરોમાં હીરો બનાવા માટે ચોરીના રવાડે ચડ્યો હતો. Activa Theft

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વટવા GIDC પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ બાપુનગર વિસ્તારમાં રહેતા અસલમ ઉર્ફે છોટુ અહેમદ શેખની (ઉ.23)ની ચોરીના એક્ટિવા સાથે ધરપકડ કરી છે.

આ પણ વાંચો:  કોરોનાના કારણે JEE મેઈન મે સત્રની પરીક્ષા સ્થગિત, શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત  Activa Theft

પોલીસ પૂછપરછમાં અસલમે કબૂલ્યું કે, તે એક કારખાનામાં મજૂરી કરે છે અને પોતાની ગર્લફ્રેન્ડને ખુશ કરવા માટે એક્ટિવાની ચોરી કરે છે. જ્યારે ગર્લફ્રેન્ડ મળવા બોલાવે, ત્યારે તે એક્ટિવાની ચોરી કરતો હતો. જેના પર ગર્લફ્રેન્ડને બેસાડીને શહેરની અલગ-અલગ જગ્યા પર ફેરવતો અને બાદમાં એક્ટિવાને બિનવારસી હાલતમાં મૂકી દેતો હતો.

આરોપી અસલમે પોલીસ પૂછપરછમાં પોતે 15થી વધુ એક્ટિવાની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. જેમાંથી પોલીસે ચોરીના 8 એક્ટિવા કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat