ફિટ રહેવા માટે સારૂ ખાવાની સૌથી વધારે જરૂર પડે છે. પ્રોટીન અને ન્યૂટ્રશનથી ભરપૂર ભોજન શરીરને સ્વસ્થ અને મનને પ્રસન્ન રાખવામાં ખાસ યોગદાન આપે છે. ખાસ કરીને પ્રોટીન રિચ ડાયટ લેવા માટે ઇંડા અને ચિકન ખાવાની સલાહ આપવામાં આવે છે પરંતુ ઘણા લોકો નૉનવેજ પસંદ કરતા નથી. એવામાં સવાલ ઉભો થાય છે કે તેમની ડાયટ કેવી હોય? જેનાથી તેમણે ભરપૂર માત્રામાં પ્રોટીન મળે. પ્રોટીન માત્ર મોટાઓને જ નહી પણ બાળકો માટે પણ જરૂરી હોય છે. મહત્વપૂર્ણ છે કે પ્રોટીન રિચ સોર્સ માટે માત્ર ચિકન જ વિકલ્પ નથી. મગ દાળમાં પણ પ્રોટીન મળે છે જેને તમે આરામથી ખાઇ શકો છો.
Advertisement
Advertisement
ચિકન કે મગની દાળ કોણ છે પ્રોટીનનો રિચ સોર્સ
ચિકન અને મગ દાળમાં ન્યૂટ્રશન સોર્સની તુલના કરીએ તો મગની દાળમાં ચિકનની તુલનામાં 27 ટકા ઓછુ પ્રોટીન હોય છે. મગ દાળમાં હાઇ કેલરી મળે છે. મગની દાળમાં અનસેચુરેટેડ ફેટની માત્રા પણ ઘણી ઓછી હોય છે. જો તમે વજન ઘટાડવા માટે વન મીલમાં ચિકન ખાઇ રહ્યા છો તો મગ દાળ એક સારો ઓપ્શન બની શકે છે. મગની દાળમાં ફેટ પણ માત્ર 3 ટકા જ હોય છે.
વજન ઘટાડવા માટે બેસ્ટ છે મગની દાળ
વજન ઘટાડવા માટે મગની દાળ સૌથી સારો ઓપ્શન છે, જેમાં ફાઇબર ઘણુ વધારે હોય છે. બીજી તરફ શુગરના દર્દી પણ મગની દાળને આસાનીથી ખાઇ શકે છે.
ફેટ નથી હોતા
જો તમે ઇચ્છો છો કે આસાનીથી પચી જનાર ડાયટને ખાવામાં આવે તો મગ ખાઇ શકો છો, જેમાં વિટામીન એ, પ્રોટીન, વિટામીન ઇ, થાયમિન અને ફોલેટ હોય છે. જે પુરી રીતે એક સ્વસ્થ રીતે ખઆઇ શકાય છે. જો તમે ચિકન ખાવાનું પસંદ નથી કરતા તો તમે ડાયટમાં મગની દાળને સામેલ કરી શકો છો. આ ચિકન જેટલુ જ ન્યૂટ્રશન આપશે.
Advertisement