Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > મધ્યાન્હે IPL સ્થગિત થતાં ભારતીય ક્રિકેટ બોર્ડને થશે 2200 કરોડ રુપિયાનું નુકસાન

મધ્યાન્હે IPL સ્થગિત થતાં ભારતીય ક્રિકેટ બોર્ડને થશે 2200 કરોડ રુપિયાનું નુકસાન

0
48
  • સ્ટાર સ્પોર્ટ્સ અને વિવો સાથેના કરાર ઉપરાંત અન્ય કંપનીઓથી મળનારી રકમમાં કાપ મૂકાઇ શકે છે
  • 52 દિવસમાં 60 મેચ રમાવાની હતી, પરંતુ 24 દિવસમાં 29 મેચ રમાયા બાદ ટૂર્નામેન્ટ રોકવી પડી

મુંબઇઃ કોરોનાને કારણે અધ્ધવચ્ચે જ આઇપીએલ 14મી સીઝન સ્થગિત કરાતા ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ને કરોડોનું નુકસાન થશે. બે ત્રણ દિવસમાં બાયો બબલ છતાં કેટલાક ખેલાડીઓ અને ટીમ સ્ટાફના રિપોર્ટ પોઝિટિવ આવતા બોર્ડને ટૂર્નામેન્ટ અટકાવવાની ફરજ પડી છે. હાલ અચોક્કસ મુદત સ્પર્ધા સસ્પેન્ડ કરવામાં આવી છે.

બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સીઝનને અધ્ધ વચ્ચે રોકવાછથી અને 2000થી 25000 કરોડ રુપિયાનું નુકસાન થવાની સંભાવના છે. હું કહીશ કે 2200 કરોડની રકમ વધુ ચોક્કસ રહેશે. 52 દિવસ સુધી યોજાનારી ટૂર્નામેન્ટમાં 60 મેચ થવાની હતી.

આ પણ વાંચોઃ ભાજપ નેતાનો જ ટોણોઃ અમિત શાહના પુત્ર પર આંગળી ચિંધી ત્યારે IPL રદ કરાઇ

30 મેના રોજ અમદાવાદમાં ફાઇનલ હતી

30 મેના રોજ અમદાવાદમાં ફાઇનલ સાથે પુરી થવાની હતી. પંરતુ 24 દિવસમાં 29 મેચ રમાયા પછી સીઝન 14 અટકાવવી પડી છે. જેમાં બીસીસીઆઇને સૌથી વધઉ નુકસાન સ્ટાર સ્પોર્ટ્સ સાથે ટૂર્નામેન્ટના પ્રસારણ અધિકાર દ્વારા મળનારી રકમનું થશે.

સ્ટાર સ્પોર્ટ્સ સાથે બોર્ડનો 5 વર્ષનો કરાર

સ્ટાર સ્પોર્ટ્સ સાથે બોર્ડનો 5 વર્ષનો કરાર છે. જે 16,347 કરોડનો છે. વાર્ષિક જોવા જઇએ તો 269 કરોડ રુપિયાથી વધુ થાય છે. જો સીઝનમાં 60 મેચ રમાય તો મેચદીઠ રકમ 54,50 કરોડ રુપિયા થાય છે. જો સ્ટાર હવે 29 મેચ માટે ચુકવણી કરે તો તે રકમ 1580 કરોડ રુપિયાની થશે. તેથી 31 મેચનું 1690 કરોડ રુપિયાનું નુકસાન થશે.

ઉપરાંત મોબાઇલ નિર્માતા કંપની વિવો ટૂર્નામેન્ટના ટાઇટલ પ્રાયોજક તરીકે સીઝનદીઠ 440 કરોડ રુપિયા ચુકવે છે. તેથી ટૂર્નામેન્ટ સ્થગિત કરાતા તેમાં પણ અડધાથી વધુ રકમના નુકસાનની સંભાવના છે. તેવી જ રીતે અનએકેડમી, ડ્રીમ 11, સીરેડ, અપસ્ટોક્સ અને તાતા મોટર્સ જેવી સહ પ્રાયોજક કંપનીઓ પણ છે. જેમાં દરેક આશરે 120 કરોડ રુપિયા આપે છે.

બીસીસીઆઇના અધિકારીએ આ આંકડાકીય વિગતો આપી જણાવ્યું કે આ તમામ રકમને અડધી ક તેનાથી થોડી વધુ કરી દેવાય તો આશરે 2200 કરોડ રુપિયાનું બોર્ડને નુકસાન થઇ શકે છે. તેમણે કહ્યુ કે આ એક સીઝનનું નુકસાન છે. તેમાંથી કેન્દ્રીય મેસૂલી ભાઘ (બોર્ડ જે રકમ ફ્રેન્ચાઇઝીસને વહેંચે છે)ની રકમ પણ આશરે અડધી થઇ જશે.

આ પણ વાંચોઃ શરમજનકઃ અમદાવાદમાં IPL ક્રિકેટરોના કાફલા માટે એમ્બ્યુલન્સને અટકાવાઇ

ફ્રેન્ચાઇઝીની નુકસાનની ખબર નથી

અધિકારીએ જો કે એ નથી કહ્યું કે આઇપીએલ અટકી જતાં ફ્રેન્ચાઇઝઈસને કેટલું નુકસાન થશે?, ખેલાડીઓને કરારને બદલે સમયના હિસાબે ચુકવણી કરાશે તેમજ ખેલાડીએ પોતાને સ્પર્ધાના એક ભાગ માટે રાખ્યો છે તો તેની સેલરી કરારના હિસાબે થશે? તે અંગે પણ કહ્યું નથી.

જો કે એક સીનિયર ખેલાડીએ જણાવ્યું કે આયોજકોએ ટૂર્નામેન્ટ અધ્ધવચ્ચે જ અટકાવી છે. તો આવી સ્થિતિમાં ફ્રેન્ચાઇઝીને અડધા સીઝનનનું નુકસાન થઇ શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat