બીસીસીઆઈએ સ્થાનિક ટૂર્નામેન્ટની ઈનામી રકમને લઈ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. BCCIએ સ્થાનિક ટૂર્નામેન્ટની ઈનામી રકમમાં ધરખમ વધારો કર્યો છે. આ સિઝનથી રણજી ટ્રોફી વિજેતાને હવે રૂ.2 કરોડના બદલે રૂ.5 કરોડ મળશે. સૌથી વધુ ફાયદો મહિલા ક્રિકેટની ટુર્નામેન્ટને થયો છે. મહિલા વન-ડે ટ્રોફીની વિજેતાને હવે રૂ.6 લાખને બદલે રૂ.50 લાખ અને T20 મહિલા ટ્રોફીની વિજેતાને રૂ.5 લાખને બદલે રૂ.40 લાખ મળશે.
Advertisement
Advertisement
BCCIના સચિવ જય શાહે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, તેઓને એ જણાવતા આનંદ થાય છે કે, બોર્ડની તમામ ડોમેસ્ટિક ટુર્નામેન્ટની ઈનામી રકમમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
અત્યાર સુધી રણજી ટ્રોફીના વિજેતાને રૂ.2 લાખ, ઉપવિજેતાને રૂ.1 લાખ અને સેમીફાઈનલિસ્ટને રૂ.50 લાખ મળતા હતા. હવે વિજેતાને રૂ.5 લાખ, ઉપવિજેતાને રૂ.3 લાખ અને સેમીફાઈનલિસ્ટને રૂ.1 કરોડ મળશે. ઈરાની કપના વિજેતાને રૂ.25 લાખને બદલે 50 લાખ મળશે, જ્યારે ઉપવિજેતાને પણ હવે રૂ.25 લાખ મળશે.
દુલીપ ટ્રોફીના વિજેતાને રૂ.40 લાખને બદલે રૂ.1 કરોડ અને ઉપવિજેતાને રૂ.20 લાખની જગ્યાએ રૂ.50 લાખ રૂપિયા મળશે. વન-ડે માટે રમાયેલી વિજય હજારે ટ્રોફીના વિજેતાની રકમને 30 લાખ રૂપિયાથી વધારીને રૂ.1 કરોડ અને ઉપવિજેતાને રૂ.15 લાખને બદલે રૂ.50 લાખ આપવામાં આવશે. પ્રો.ડીબી દેવધર ટ્રોફીના વિજેતાને 25 લાખની જગ્યાએ 40 લાખ રૂપિયા અને ઉપવિજેતાને 15ને બદલે 20 લાખ રૂપિયા આપવામાં આવશે.
સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીના વિજેતાને રૂ.25ને બદલે રૂ.80 લાખ અને ઉપવિજેતાના ઇનામને 10 લાખથી વધારીને 40 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે. સિનિયર મહિલા વન-ડે ટ્રોફીની વિજેતાને અત્યાર સુધીમાં 6 લાખ રૂપિયાની ઇનામી રકમમાં આપવામાં આવતી હતી, પરંતુ હવે તેમાં ધરખમ વધારો કરીને તે 50 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. તો બીજી તરફ રનર્સ-અપ ટીમને લાખની જગ્યાએ પૂરા 25 લાખ રૂપિયાનું ઇમાન આપવામાં આવશે. સિનિયર મહિલા T20 ટ્રોફીની વિજેતાને 5 લાખને બદલે 40 લાખ રૂપિયા અને ઉપવિજેતાને 3 લાખની જગ્યાએ 20 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
Advertisement