Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સિંધિયાને કોંગ્રેસ છોડવા માટે મનાવવામાં બરોડાના શાહી પરિવારની મોટી ભૂમિકા

સિંધિયાને કોંગ્રેસ છોડવા માટે મનાવવામાં બરોડાના શાહી પરિવારની મોટી ભૂમિકા

0
1840

ભોપાલ: મધ્ય પ્રદેશના રાજનીતિક જાણકાર જ્યોતિરાદિત્ય સિંધિયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે સોમવાર-મંગળવાર મુલાકાતમાં વડોદરા શાહી પરિવારની મહત્વની ભૂમિકા સામે આવી રહી છે. ગ્વાલિયર શાહી પરિવાર સાથે સબંધ ધરાવતા જ્યોતિરાદિત્ય સિંધિયાની સાસરી વડોદરાના રાજઘરાનામાં છે. કહેવાય છે કે, આ શાહી પરિવારની મહારાણીએ સિંધિયા અને વડાપ્રધાન મોદી વચ્ચે વાતચીતનો માર્ગ મોકળો કર્યો. તેમના કારણે જ સિંધિયા અને ભાજપ વચ્ચે વાતચીત થઈ.

આ અંગે રાજનીતિક નિષ્ણાંતોનું માનવું છે કે, મધ્ય પ્રદેશને લઈને રણનીતિ સોમવારે અમિત શાહના ઘરે બેઠક થઈ હતી. જેમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, શિવરાજ સિંહ ચૌહાણ, નરેન્દ્ર સિંહ તોમર અને નરોત્તમ મિશ્રા સામેલ થયા હતા. બીજી તરફ વડાપ્રધાન અને સિંધિયા વચ્ચે મધ્યસ્થતા સિંધિયાના સાસરી પક્ષ તરફથી વડોદરા શાહી પરિવારની મહારાણીએ કરી હતી. તેમણે સિંધિયાને ભાજપ સાથે સંપર્ક કરવા માટે તૈયાર કર્યા. બીજી તરફ વડાપ્રધાને સિંધિયા સાથે વાતચીતની જવાબદારી નરેન્દ્ર સિંહ તોમરને સોંપી. તોમર મિટિંગ માટે સિંધિયાના ઘરે પણ જઈ આવ્યા અને ત્યાં જ આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી.

જે બાદ હોળીના દિવસે તમામ અટકળોનો અંત લાવતા કોંગ્રેસ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલેલા પોતાના રાજીનામામાં સિંધિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડવા સાથે દેશ અને લોકોની સેવા યથાવત રાખવાની વાત જણાવી છે. તેમણે આગળ લખ્યું કે, 18 વર્ષ સુધી કોંગ્રેસ સાથે રહેવા દરમિયાન મને લાગ્યું કે, તેઓ લોકોની સેવા યોગ્ય રીતે નથી કરી શકતા. આ સાથે જ તેમણે કોંગ્રેસના સહકાર બદલ પાર્ટીનો આભાર પણ માન્યો હતો.

દેશભરમાં હોળીની ઉજવણી, વિશ્વના અલગ-અલગ દેશોમાં કેવી રીતે મનાવાય છે રંગોનો તહેવાર