Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ફિલ્મ પ્રોડ્યુસરે પગાર આપવાના બહાને આસિસ્ટન્ટ પર આચર્યું દુષ્કર્મ

ફિલ્મ પ્રોડ્યુસરે પગાર આપવાના બહાને આસિસ્ટન્ટ પર આચર્યું દુષ્કર્મ

0
318
  • ડ્રામા પ્રોડક્શન હાઉસમાં પગાર આપવાના બહાને નોકરી કરતી યુવતી પર દુષ્કર્મ
  • 4 તારીખના રોજ યુવતીએ આસિસ્ટન્ટ તરીકેની નોકરી શરૂ કરી હતી
  • કોઇ કારણોસર નોકરી છોડ્યા બાદ પગાર માંગવા જતા હોટલમાં ફિલ્મ પ્રોડયુસરે દુષ્કર્મ આચર્યું

વડોદરા : શહેરના રાજમહેલ રોડ પર આવેલી ડ્રામા પ્રોડક્શન હાઉસમાં નોકરી કરતી યુવતીને પગાર આપવાના બહાને તેની પર દુષ્કર્મ (baroda crime news) આચર્યું હોવાની ઘટના સામે આવી છે. યુવતીને પગાર આપવા બોલાવી તેની સાથે દુષ્કર્મ આચરનાર ફિલ્મ પ્રોડયુસર દિપ પટેલ વડોદરાની નાઇટ લાઇફ ઉપર વેબ સિરીઝ બનાવી રહ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. તેને પોતાની જ આસિસટન્ટ પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

શહેરનાં માંજલપુર વિસ્તારમાં રહેતી યુવતી રાજમહેલ રોડ ઉપર આવેલ ડ્રામા પ્રોડકશન હાઉસમાં આસિસ્ટન્ટ તરીકેની પોસ્ટ માટે તા. 1 ઓગસ્ટના રોજ ઇન્ટરવ્યુ આપવા ગઇ હતી. આ ઇન્ટરવ્યુમાં પાસ થતાની સાથે જ યુવતીએ તા. 4ના રોજથી નોકરી શરૂ કરી દીધી હતી. પરંતુ કોઇ અગમ્ય કારણોસર તારીખ 28મીના રોજ તેને નોકરી છોડી દીધી હતી. જ્યાર બાદ તે યુવતીએ તેને નોકરી માટે લઇ જનારા વ્યકિત પાસે 24 દિવસના પગારના નાણાંની માંગણી કરી હતી.

આ પણ વાંચો: ડ્રગ્સ કનેક્શન : 50 સેલિબ્રિટીઝ NCBની રડાર પર, પ્રોડ્યુસર-ડાયરેક્ટરોના નામ શામેલ

યુવતી વહેલી સવારે રૂમનો દરવાજો ખોલી ત્યાંથી ભાગી ગઇ હતી (baroda crime news)

આ વ્યકિતએ ડ્રામા પ્રોડકશન હાઉસના સંચાલક દિપ રાજુભાઇ પટેલ (હાલ રહે, કલાલી શ્રીજી ખડકી મુળ રહે. સાવલી) ને વાત કરી હતી. જેથી તેને તે યુવતીને તા. 2જી સપ્ટેમ્બરના રોજ રાત્રીના 10 કલાકે સયાજીગંજ ખાતે આવેલી અદિતિ હોટલના ચોથા માળે પગાર આપવા બોલાવી હતી. જ્યાં યુવતી હોટલે પહોંચતા દિપે હોટલના રૂમનો દરવાજો બંધ કરી યુવતી પર બળજબરી પૂર્વક દુષ્કર્મ (baroda crime news) આચર્યું હતું.

જો કે યુવતી વહેલી સવારે રૂમનો દરવાજો ખોલી ત્યાંથી ભાગી ગઇ હતી. પરંતુ દિપ પટેલે યુવતીને ધમકી પણ આપી હતી કે, જો આ અંગે કોઇને જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ. હાલમાં આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે ફિલ્મ પ્રોડ્યુસર દિપ પટેલ સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, દિપ પટેલ મૂળ સાવલીના ચંદ્રનગરનો ખેડૂત પુત્ર છે. છેલ્લાં ત્રણેક વર્ષથી વડોદરાના કલાલી વિસ્તારમાં તે તેના પિતા સાથે રહેવા આવ્યો છે. તે નાની-મોટી ફિલ્મો પ્રોડ્યુસ કરવાનો વ્યવસાય પણ કરે છે.

એક મહિના પહેલા દિપ પટેલે રૂ. 13 હજારના પગાર સાથે આસિસટન્ટ તરીકે એક યુવતીને નોકરી પર રાખી હતી. મહિના સુધી આ યુવતી પાસે કામ કરાવ્યાં બાદ દિપ પટેલે તેને પગાર આપવાના બહાને સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં રાત્રીના સમયે બોલાવી હતી. જ્યાં તેની સાથે દુષ્કર્મ (baroda crime news) આચર્યું હતું. અહીં દિપ પટેલ પોતે ભાડે રૂમ રાખીને રહેતો હતો.

આ પણ વાંચો: આગામી વર્ષથી તમામ યુનિવર્સિટીઓમાં સ્નાતક માટે એક જ પ્રવેશ પરીક્ષા