Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > બાપુનગરમાં જાહેર રસ્તા પર તલવારથી કેક કાપનાર દેવ બાદશાહની ધરપકડ

બાપુનગરમાં જાહેર રસ્તા પર તલવારથી કેક કાપનાર દેવ બાદશાહની ધરપકડ

0
309

અમદાવાદના બાપુનગર ખાતે તાજેતરમાં જ દેવ બાદશાહ નામના યુવકે જાહેરમાં તલવારથી કેક કાપી હવામાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થયો હતો. આ વીડિયોને લઈ બાપુનગર પોલીસે દેવ બાદશાહ અને તેના સાથીઓ સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હાલ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો ગમે તે પોસ્ટ શેર કરતા હોય છે. ઘણા લોકો પોતાની લાઈક વધારવા માટે એવી હરકતો કરી બેસ્તા હોય છે જેનાથી તેમને ઘણી એવી મુશ્કેલીઓનો સામેનો પણ કરવો પડે છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના બાપુનગર પાસે દેવ બાદશાહ નામના યુવકનો જન્મ દિવસ હોવાથી તેનું સેલિબ્રેશન કરવા માટે તેના મિત્રોએ જાહેર રોડ પર જ કેક કાપવાનો પ્રોગ્રામ રાખ્યો હતો. આ યુવકે જાહેર માર્ગ પર તલવાર વડે દેવ બાદશાહ લખેલી કેક કાપી હતી અને જાહેરમાં જ ફાયરિંગ પણ કર્યું હતું.

આ પણ વાંચો: દાણીલીમડામાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ મામલો પોલીસ કમિશનરે આપ્યા તપાસના આદેશ

જો કે, આ વીડિયો મીડિયામાં પ્રસારિત આવતા પોલીસ તંત્ર હરકતમાં જોવા મળ્યું હતુ. બાપુનગર પોલીસે ગણતરીના કલાકોમાં વીડિયોના આધારે અને જાહેરનામાના ભંગનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના દાણીલીમડા ચાર રસ્તા પાસે આવેલ ગુડલક પાર્ટી પ્લોટમાં લગ્ન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસના ખોફ વિના એક યુવક બિન્દાસ્ત હવામાં ફાયરિંગ કરી રહ્યો હતો અને તેની સાથે હુક્કાની મહેફિલ પણ જામી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દોડતી થઈ હતી અને ફારયિંગ કરનાર વરરાજાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.