Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોનાનું સંક્રમણ વધતા BAPSનો નિર્ણય, 30 નવેમ્બર સુધી મંદિર બંધ રહેશે

કોરોનાનું સંક્રમણ વધતા BAPSનો નિર્ણય, 30 નવેમ્બર સુધી મંદિર બંધ રહેશે

0
132
  • શાહીબાગ સ્થિત BAPS મંદિર સહિત તમામ સંસ્કારધામ 12 દિવસ સુધી બંધ
  • હરિભક્તોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ

અમદાવાદ: રાજ્યમાં ઠંડીના ચમકારા સાથે કોરોનાનું સંક્રમણ (Ahmedabad Corona Virus) સતત વધી રહ્યું છે. દિન-પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસોમાં (Corona Positive Case) ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે શાહીબાગ સ્થિત BAPS મંદિર (BAPS Temple) અને શહેરના તમામ સંસ્કારધામોને 30 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આમ શાહીબાગ સ્થિત BAPS મંદિર (BAPS Temple) સહિત તમામ સંસ્કારધામ આવતીકાલથી સોમવાર સુધી બંધ રહેશે. જે બાદ સંજોગોને ધ્યાનમાં રાખીને મંદિર ખોલવું કે કેમ? તેની જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો: દિલ્હીમાં કોરોનાથી એક દિવસમાં 131ના મોત, સ્થિતિ બની ગંભીર

BAPS શાહીબાગ મંદિરના (BAPS Temple) કોઠારી સ્વામી સાધુ આત્મકીર્તિદાસે તમામ હરિભક્તોને કોવિડ ગાઈડલાઈનનું (Covid Guidelines) પાલન કરવા માટે ખાસ અપીલ કરી છે. જેમાં માસ્ક ફરજિયાત પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, કામ સિવાય બહાર ના જવું ઉપરાંત સરકાર અને પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજે આપેલા નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.