Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ભારત સરકારે ચીનને આપ્યો વધુ એક ફટકો, એર કંડિશનરના ઈમ્પોર્ટ પર લગાવી રોક

ભારત સરકારે ચીનને આપ્યો વધુ એક ફટકો, એર કંડિશનરના ઈમ્પોર્ટ પર લગાવી રોક

0
108
  • ભારતમાં ચીનથી આવનારા ACનું માર્કેટ ઘણું જ મોટું
  • હવે વેચાશે માત્ર મેડ ઈન ઈન્ડિયા એર કંડિશનર
  • રેફ્રિજરેટર બાદ ACની આયાત પર પ્રતિબંધ

India-China Trade: ગલવાન ઘાટીમાં હિંસક અથડામણ બાદ ભારત અને ચીનના આર્થિક મોરચા પર સબંધો દિન-પ્રતિદિન નબળા તઈ રહ્યાં છે. એક તરફ જ્યાં ભારતીય નાગરિકો અને વેપારી સંગઠનો ચાઈનીઝ પ્રોડક્ટ્સના (Chinese Products In India) બહિષ્કાર માટે ઝૂંબેશ ચલાવી રહ્યાં છે, ત્યાં બીજી તરફ ભારત સરકાર પણ ચાઈનીઝ પ્રોડક્ટ્સ અને કંપનીઓના પ્રવેસ પર રોક લગાવી રહી છે.

હવે ભારત સરકારે રેફ્રિજરેટર બાદ એર કંડિશનરના ઈમ્પોર્ટ (Air Conditioner Import From China) પર રોક લગાવતું ગેજેટ નોટિફિકેશન જાહેર કર્યું છે. તો ચાલો તમને જણાવીએ, આખરે સરકાર તરફથી આ નિર્ણય કેમ લેવામાં આવ્યો છે?

કેન્દ્ર સરકારે રેફ્રિજરેટર્સ બાદ હવે એર કંડિશનરના ઈમ્પોર્ટ (Air Conditioner Import In India) પર રોક લગાવી દીધી છે. જેની પાછળ માત્ર ચીનને આર્થિક દ્રષ્ટિએ ફટકો આપવા સાથે અન્ય એક કારણ પણ છે. સરકાર ડૉમેસ્ટિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરી રહી છે.

જ્યાં સરકાર (India-China Trade) આ વાત ઉપર પણ ભાર મૂકી રહી છે કે, ઈમ્પોર્ટ બિલને ઓછું કરતા બિનજરૂરી સામાનના ઈમ્પોર્ટને ઓછુ કરવામાં આવે. જેના કારણ એર કંડિશનરને (Air Conditioner Import From China) લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફૉરેન ટ્રેડ તરફથી જાહેર કરવામાં આવેલ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, રેફ્રિજરેટર્સની સાથે એર કંડિશનરના ઈમ્પોર્ટને (Air Conditioner Import In India) લઈને પૉલિસીમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. આ બદલાવ અંતર્ગત હવે આ પ્રોડક્ટને મફતના વર્ગમાંથી હટાવીને બેન લિસ્ટની યાદીમાં નાંખી દેવામાં આવી છે.

અગાઉ આ પ્રોડક્ટના ઈમ્પોર્ટ પર મૂકાઈ ચૂક્યો છે પ્રતિબંધ
અગાઉ સરકાર તરફથી અન્ય સામાનોના ઈમ્પોર્ટ પર પણ પ્રતિબંધ લગાવાઈ ચૂક્યો છે. હકીકતમાં સરકાર તરફથી આ પ્રતિબંધ (Air Conditioner Import In India) એટલા માટે લગાવવામાં આવ્યો છે, જેથી ડૉમેસ્ટિક લેવલે આ પ્રોડક્ટનું મેન્યુફેક્ચર વધુમાં વધુ થઈ શકે અને દેશ પરથી આ વસ્તુઓની આયાતના ભારને હળવો કરી શકાય.

આ પણ વાંચો: કોરોનાની સારવારમાં રેમડેસિવિર કેટલી અસરકારક? WHOના ટ્રાયલમાં મોટો ખુલાસો

અગાઉ જૂનમાં સરકારે કાર, બસ અને બાઈકમાં ઉપયોગ થનારા ન્યૂમૈટિક ટાયરની આયાત (India-China Trade) પર પ્રતિબંધ લગાવ્યો હતો.

ચીનથી આવનાર એર કંડિશનર પર પ્રતિબંધની શું અસર?
દેશમાં ચીનથી આવનારા એર કંડિશનરનું (Air Conditioner Import From China) માર્કેટ ઘણું મોટું છે. જો વાત ભારતમાં ઓવરઓલ એર કંડિશનર માર્કેટની કરીએ તો, 5 થી 6 અબજ ડૉલરનું થવા જાય છે. કુલ વેપારમાં વધુમાં વધુ હિસ્સો ઈમ્પોર્ટ (Air Conditioner Import In India) જ કરવામાં આવે છે. અનેક કેસોમાં તો એર કંડિશનરના 85 થી 100 ટકા પાર્ટ્સ ઈમ્પોર્ટ જ થાય છે. એર કંડિશનરની વાત કરીએ તો, ભારત પોતાની જરૂરિયાતના 28 ટકા હિસ્સો ચીનથી જ ઈમ્પોર્ટ કરે છે.