Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > આજથી બેંકો અને પૈસાની લેવડ-દેવડને લઈને નિયમો બદલાયા, જાણી લો નહીં તો અટવાશો

આજથી બેંકો અને પૈસાની લેવડ-દેવડને લઈને નિયમો બદલાયા, જાણી લો નહીં તો અટવાશો

0
12262

ઓનલાઇન લેવડ-દેવડ પર ભાર આપવા માટે ગ્રાહકોને આજથી મોટી રાહત મળવાની છે. આજથી તમે કોઇ પૈસા વગર RTGS અને NEFT કરી શકશો. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ (RBI) નિર્ણય કર્યો છે કે 1 જુલાઇથી RTGS અને NEFT ટ્રાન્જેક્શન પર હવે કોઇ રીતની રકમ લગાવવામાં આવશે નહી. તેની માટે RBIએ બેન્કોને આરટીજીએસ અને એનઇએફટી પર લાગનારા ચાર્જને હટાવવાનો આદેશ આપ્યો છે.

ગ્રાહકોને 1 જુલાઇથી RTGS અને NEFT ટ્રાન્જેક્શન પર કોઇ પૈસા આપવા નહી પડે. આ સિવાય આરબીઆઇએ RTGS દ્વારા પૈસા મોકલવાનો સમય દોઢ કલાક વધારીને 6 વાગ્યા સુધી કરી દીધો છે.

દેશની સૌથી મોટી બેન્ક SBI NEFT દ્વારા થનારી લેવડ-દેવડ માટે 1થી 5 રૂપિયા વચ્ચે અને RTGS દ્વારા થનારા ટ્રાન્જેક્શન માટે 5 રૂપિયાથી 50 રૂપિયા વસુલે છે પરંતુ આજથી ગ્રાહકોને આ ચાર્જ આપવો નહી પડે. જોકે, અલગ-અલગ બેન્કના આરટીજીએસ અને NEFT પર અલગ-અલગ ચાર્જ લાગે છે.

RTGS દ્વારા 2 લાખ રૂપિયા અથવા વધુ રકમ તુરંત ટ્રાન્સફર કરી શકો છો. આ ટ્રાન્સફર માટે બેન્ક કેટલોક ચાર્જ લગાવે છે પરંતુ હવે આ ચાર્જ નહી લાગે. આ સાથે જ NEFT દ્વારા પણ મની ટ્રાન્સફર પર લાગનારો ચાર્જ હવે નહી લાગે.

શું છે RTGS?
આરટીજીએસ ફંડ ટ્રાન્સફરની સૌથી ઝડપી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં ફંડ મેળવવાના તુરંત અથવા પછી 30 મિનિટની અંદર બેન્કને આ નિર્દેશીત ખાતામાં ટ્રાન્સફર કરવાનું હોય છે. RTGSનો ઉપયોગ મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવે છે. અહી મિનિમમ 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે.

શું છે NEFT?
NEFT આરટીજીએસની અપેક્ષાએ ધીમી છે. જેની હેઠળ ફંડ ટ્રાન્સફર એક નિર્ધારીત સમયે જ થાય છે. કાર્ય દિવસ દરમિયાન દર એક કલાક પર તેની હેઠળ ફંડ ટ્રાન્સફર થાય છે. એનઇએફટીમાં મિનિમન રકમની કોઇ લિમિટ નથી.