નવી દિલ્હી: આ અઠવાડિયે બેંકો સતત ત્રણ દિવસ બંધ રહેવા જઈ રહી છે. તેથી જો તમારે કોઈ મહત્વપૂર્ણ કામ છે, તો પછી તેને ગુરુવાર સુધીમાં જ પૂરુ કરી લો.
હકીકતમાં બેંકો દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. આ વખતે 26 ડિસેમ્બરે મહિનાનો ચોથો શનિવાર આવી રહ્યો છે. આ પછી, રવિવારે સાપ્તાહિક રજા છે. Bank Holiday
25 ડિસેમ્બરે એટલે આ વખતે શુક્રવારે ક્રિસમસનો તહેવાર છે, ત્યારે રાષ્ટ્રીય રજા હોય છે. તો આમ બેંકો સતત ત્રણ દિવસ બંધ રહેશે. Bank Holiday
તેથી જો તમારે બેંકમાં જરૂરી કામ હોય, તો ગુરુવાર સુધીમાં તેને પટાવી લેવો યોગ્ય રહેશે. ઉલ્લેખનીય છે કે આવતા અઠવાડિયે વર્ષનો અંતિમ દિવસ રહેશે. તે પછી ઘણા નિયમો અને કાયદાઓ બદલાશે. Bank Holiday
આ પણ વાંચો: સુરતના મોરીશને નાનકડી ભૂલ ભારે પડી, એક વખત માસ્ક પહેરવાનું ભૂલતા કોરોનામાં સપડાયો
31 ડિસેમ્બરે ઇનકમ ટેક્સ રીટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ છે. તેથી, જો તમને બેંક પાસેથી કોઈ ડોક્યુમેન્ટ જોઇએ અથવા કોઈ અન્ય જરૂરી કામ છે તો તેના માટે અત્યારથી જ તૈયારી કરીને રાખો. Bank Holiday
ઇનકમ ટેક્સ રિટર્ન માટે જ તમને બેંક સ્ટેટમેન્ટ, વ્યાજ આવકનું સર્ટિફિકેટ, ફોર્મ 26એએસ જેવા અનેક પ્રકારના પુરાવા પોતાના બેંક પાસેથી લેવા પડી શકે છે.