Gujarat Exclusive > આપણી જરૂરિયાત > ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બેન્ક આ દિવસે રહેશે બંધ, જરૂરી કામ પહેલા જોઇ લો આ યાદી

ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બેન્ક આ દિવસે રહેશે બંધ, જરૂરી કામ પહેલા જોઇ લો આ યાદી

0
898

કેટલીક વખત જ્યારે આપણે બેન્કમાં જઇએ છીએ તો પછી ખબર પડે છે કે બેન્કમાં રજા છે. તે બાદ અમે પરેશાન થઇએ છીએ સાથે જ અમારો સમય અને પૈસા બન્ને બગડે છે. કામમાં વ્યસ્ત રહેવાને કારણે આવુ ઘણી વાત થતુ હોય છે. હવે ઓગસ્ટ મહિનો અડધો વિતી ગયો છે અને સપ્ટેમ્બર શરૂ થવાનો છે. આ પહેલા અમે તમને દોઢ મહિનામાં બેન્ક ક્યારે ક્યારે બંધ રહેશે જેથી તમારા પૈસા અને સમય બરબાદ ના થાય.

ઓગસ્ટમાં ક્યારે બંધ રહેશે બેન્ક

– 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસને કારણે બેન્ક બંધ રહેશે
– 17 ઓગસ્ટે પારસી ન્યૂ યર હોવાને કારણે પણ બેન્ક બંધ રહેશે.જોકે, આ દિવસે માત્ર મુંબઇ શહેરમાં જ બેન્ક બંધ રહેશે.
– 20 ઓગસ્ટે શ્રી શ્રી માધવ દેવ તિથિ છે આ કારણે આસામમાં બેન્ક બંધ રહેશે.
– 24 ઓગસ્ટે જન્માષ્ટમીને કારણે બેન્કની રજા છે માટે બેન્કમાં કોઇ કામકાજ નહી થાય. આ દિવસે શનિવાર છે અને તે બાદ 25 ઓગસ્ટે રવિવાર છે આ દિવસે પણ બેન્ક બંધ રહેશે.

જાણો, સપ્ટેમ્બરમાં ક્યારે-ક્યારે બંધ રહેશે બેન્ક

– 2 સપ્ટેમ્બરે વિનાયક ચતુર્થી છે તે બાદ 10 સપ્ટેમ્બરે મોહર્રમ છે અને પછી 11 સપ્ટેમ્બરે ઓણમને કારણે બંધ રહેશે.
– 14 સપ્ટેમ્બરનો મહિનાનો બીજો શનિવાર છે ત્યારે પણ બેન્ક બંધ રહેશે. 21 સપ્ટેમ્બરે કેરલ અને ઉત્તર પ્રદેશમાં શ્રી નારાયણ ગુરૂ સમાધિ દિવસને કારણે કેરલ અને ઉત્તર પ્રદેશમાં બેન્ક બંધ રહેશે.
– 28 સપ્ટેમ્બરે મહિનાનો ચોથો શનિવાર હોવાને કારણે તમામ રાજ્યમાં બેન્ક બંધ રહેશે.

જોકે, બેન્ક બંધ હોવાને કારણે તમારે પરેશાન થવાની જરૂર નથી. બેન્ક સબંધિત તમામ કામકાજ તમે આ રીતે પણ કરી શકો છો.

– તત્કાલ ભુગતાન સેવા (IMPS) પૈસા મોકલવા માટે એક સુરક્ષિત રીત છે. IMPS નેટ-બેન્કિંગ અને મોબાઇલ પ્લેટફોર્મ બન્ને પર કામ કરે છે.
– નેટ બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગ
– એકીકૃત ભુગતાન ઇન્ટરફેસ Unified Payments Interface(UPI) દ્વારા તમે પૈસાનું ઓનલાઇન ટ્રાન્સફર કરી શકે છે. અહી તમને જણાવી દઇએ કે UPIનો ઉપયોગ માત્ર મોબાઇલ પર જ કરી શકો છો.
– પૈસા કાઢવા હોય તો તમે ATM દ્વારા પણ કાઢી શકો છો.

ગ્રાહકો માટે ખુશખબર! મોદી સરકારે આપ્યો મોટો અધિકાર