Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ચૂંટણીના કારણે બેંક બંધ રહેતાં ખાતેદારો હેરાન પરેશાન

ચૂંટણીના કારણે બેંક બંધ રહેતાં ખાતેદારો હેરાન પરેશાન

0
52
  • કોઇપણ જાતની જાહેરાત વિના બેંકો બંધ રખાતાં ખાતેદારોમાં રોષ

  • અગાઉથી ખાતેદારોને જાણ કરવા અસારવા યુથ સર્કલની માંગણી

ગાંધીનગર: આગામી 21મી ફ્રેબુઆરીના રોજ ગુજરાતની છ મહાનગરપાલિકા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા તથા ભાવનગર અને જામનગરમાં ચૂંટણી યોજાવાની છે.

આ ચૂંટણીની કામગીરીમાં બેંકોના કર્મચારીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે.

પરિણામ સ્વરુપે અમદાવાદ શહેરના અસારવા સ્થિત બેંક ઓફ બરોડા બંધ રહેતાં ખાતેદારોને ધરમ ધક્કાં પડયાં હતા.

જેનાથી ખાતેદારોમાં રોષ ફેલાયો હતો. આ અંગે અગાઉથી જાહેરાત કરવાની માંગ ઉઠી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એલ.આઇ.સી.ના કર્મચારીઓને ચૂંટણીની કામગીરી સોંપવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં શિક્ષકોથી માંડીને સરકારી કર્મચારીઓને સાંકળવામાં આવે છે.

આ વખતે બેંક સ્ટાફને પણ ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી છે.

પરિણામ સ્વરુપે આજે અસારવા વિસ્તારની બેંક ઓફ બરોડાની શાખા બંધ રાખવામાં આવી હતી.

જેના કારણે નાગરિકોને ધક્કાં પડયાં હતા.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને મોટેરામાં થઈ રહેલ મેચને લઈ શહેરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત

આ અંગે અસારવા યુથ સર્કલના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું છે કે, આગામી મ્યુનિ. ચુંટણીમાં બેંક કર્મચારીઓને જોતવામાં આવતાં નાગરિકોને ભારે પરેશાની ભોગવવી પડે છે.

આજે કોઇપણ જાતની જાહેરાત વિના અસારવા વિસ્તારની બેંક ઓફ બરોડાની શાખા બંધ રાખવામાં આવતાં ખાતેદારોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી.

ત્યારબાદ ખાતેદારોનો મિઝાઝ ઉગ્ર બનતાં બેંક સત્તાવાળાઓને બોર્ડ મૂકવાની ફરજ પડી હતી.

તેમણે વધુમાં બેંક સત્તાવાળાઓને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે, બેંક સત્તાવાળાઓની અણઆવડતથી બેંકના સંખ્યાબધ્ધ ખાતેદારો નિરાશ થઇ પરત ફર્યા હતા.

માનવતાને ધ્યાનમાં રાખીને બેંક સત્તાવાળાઓએ અગાઉથી ખાતેદારોને જાણ કરવી જોઇએ તેવી માંગણી કરી હતી.

મતદાનના બીજા દિવસને ચૂંટણી ફરજ પર ગણવા આદેશ

રાજયની છ મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો તથા 231 તાલુકા પંચાયતોની ચૂંટણી તથા જુનાગઢ મહાનગરપાલિકાની 2 બેઠકોની પેટા ચૂંટણી તથા અન્ય સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ખાલી પડેલી બેઠકોની ચૂંટણી છે.

આ ચૂંટણીઓમાં સામાન્ય રીતે મતદાનના દિવસે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ મતદાન પુરુ થયા બાદ રીસિવીંગ સેન્ટર ઉપર મોડીરાત્રે અથવા તો જો અંતર વધુ હોય તો બીજા દિવસે વહેલી પરોઢે મતદાન સામગ્રી પરત સોંપવા માટે પહોંચતા હોય છે.

કોવિડ 19 મહામારીની પરિસ્થિતિમાં કેટલાંક કિસ્સામાં મતદાન ટુંકડીઓને તબક્કાવાર રિસીવીંગ સેન્ટર પર પહોંચતા વિલબં થવા સંભવ છે.

આથી ચૂંટણી સ્ટાફના તેઓના ફરજ પરના પ્રમાણમાં લાબા સમયગાળાને અને તેઓએ મતદાનના બીજા દિવસે તેમની કચેરીમાં હાજરી આપવામાં મુશ્કેલી રહે તે બાબતને ધ્યાનમાં લીધી છે.

મતદાનના બીજા દિવસે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ જો તેઓની મૂળ કચેરીએ હાજર ન રહી શકે તો આ દિવસને ફરજ પરની હાજરી ગણવાની રહેશે અને તેઓએ તેમની મૂળ કચેરી ખાતે હાજર થવાનું રહેશે નહીં તે મુજબ રાજય ચૂંટણી આયોગે નિર્ણય કર્યો છે.

જયાં પુન મતદાન યોજાય તેવા કિસ્સામાં પણ ઉપર્યુક્ત સૂચનાઓ લાગુ પડશે. જો કે આ સમયગાળા માટે કોઇ વધારાનું ભથ્થું આકારી શકાશે નહીં તેવી સ્પષ્ટતા પણ રાજય ચૂંટણી આયોગે કરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat