Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > કોલકાતામાં કાળી પૂજા કરતા ક્રિકેટર શાકિબને જીવથી મારી નાખવાની ધમકી, માંગી માફી

કોલકાતામાં કાળી પૂજા કરતા ક્રિકેટર શાકિબને જીવથી મારી નાખવાની ધમકી, માંગી માફી

0
118
  •  બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસનને મળી ધમકી

  • કોલકાતામાં કાળી પૂજા કરતા જીવથી મારી નાખવાની ધમકી Shakib Al Hasan

  • શાકિબ અલ હસને માંગી માફી

ઢાકા: બાંગ્લાદેશી ક્રિકેટર શાકિબ અલ હસનને કોલકાતા પહોચીને કાળી પૂજા કરવા માટે એક કટ્ટરપંથીએ જીવથી મારી નાખવાની ધમકી આપી છે. હવે આ ક્રિકેટરે તેની માટે માફી માંગી છે. ગુરૂવારે શાકિબ અલ હસન પશ્ચિમ બંગાળના બેલાઘાટમાં કાળી પૂજાનું ઉદ્દઘાટન કરવા માટે કોલકાતા પહોચ્યો હતો. આ દરમિયાન તે મૂર્તિ સામે પ્રાર્થના કરતો જોવા મળ્યો હતો. તે બાદ તે શુક્રવારે પરત બાંગ્લાદેશ ફર્યો હતો. સોશિયલ મીડિયા પર ટિકા થયા બાદ પોતાની યૂ ટ્યુબ ચેનલ પર બાંગ્લાદેશના ક્રિકેટરે બે વિવાદાસ્પદ મુદ્દા પર પોતાની સ્પષ્ટતા કરી છે અને માફી માંગી છે. Shakib Al Hasan

કાળી પૂજાને લઇને તેણે સીધે સીધી માફી માંગી છે. શાકિબ અલ હસને કહ્યુ, “સોશિયલ મીડિયા પર સમાચારમાં કહેવામાં આવ્યુ કે હું સમારંભનું ઉદ્દઘાટન કરવા માટે ત્યા ગયો હતો. હું આવુ કરવા માટે ત્યા નહતો ગયો અને ના તો મે કર્યુ. તમે તેના વિશે આસાનીથી તપાસ કરી શકો છો. એક જાગૃત મુસ્લિમ તરીકે હું આવુ ક્યારેય નહી કરૂ. ઘટના અત્યંત સંવેદનશીલ છે. હું એમ કહેવા માંગુ છું કે હું ખુદને એક ગૌરવશાળી મુસ્લિમ સમજુ છું અને તેનું હું અનુસરણ કરૂ છું. ભૂલ થઇ શકે છે…જો મે કોઇ ભૂલ કરી છે તો તેની માટે હું માફી માંગુ છું.” શાકિબ અલ હસને કહ્યુ કે તેમના ત્યા પહોચ્યા પહેલા જ આ સમારંભ શરૂ થઇ ગયો હતો. Shakib Al Hasan

આ પણ વાંચો: Ahmedabad IPL: અદાણીને અમદાવાદ ફ્રેન્ચાઇઝીમાં રસ, ડિસેમ્બરમાં ફેસલો

શાકિબ અલ હસને પોતાની સાથે જોડાયેલા અન્ય એક વિવાદ પર માફી માંગી છે. ભારત આવતા સમયે ક્રિકેટરે એક ફેન્સનો ફોન તોડી નાખ્યો હતો. બેનાપોલના રહેવાસીએ આ દાવો કર્યો છે, તેણે ખુદને શાકિબનો મોટો ફેન ગણાવ્યો અને કહ્યુ કે તેને આ પહેલા ક્યારેય તેણે સામે નથી જોયો. જ્યારે તે બેનાપોલ ચેકપોઇન્ટ પર તેને મળ્યો ત્યારે તે ખુદ પર કાબુ મેળવી શક્યો નહતો, તેણે કહ્યુ કે શું તેમની સાથે સેલ્ફી લેવુ ક્રાઇમ છે? તેના અનુસાર શાકિબે તેનો ફોન છીનવીને તોડી નાખ્યો હતો. ક્રિકેટરે આ ઘટનાને લઇને માફી માંગી છે અને કહ્યુ કે તેણે આવુ જાણી જોઇને નહતુ કર્યુ.