Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > બનાસકાંઠા: ઇકબાલગઢમાં ભુલકાઓને પોલિયોની રસી પીવડાવવામાં આવી

બનાસકાંઠા: ઇકબાલગઢમાં ભુલકાઓને પોલિયોની રસી પીવડાવવામાં આવી

0
342

રાજ્યભરમાં પોલિયો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠાના ઇકબાલગઢમાં પણ નાના ભુલકાઓને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી. ઇકબાલગઢમાં આરોગ્યકર્મીઓએ બાળકોને રસી પીવડાવી પોતાની ફરજ નીભાવી હતી. રાજ્યભરમાં આ કાર્યક્રમમાં 33 હજાર 641 બુથ મારફતે 1.52 લાખ આરોગ્ય કર્મીઓ આ અભિયાનમાં ફરજ બજાવી રહ્યા છે.

ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ પોલિયો અભિયાન 2020નો પ્રારંભ કર્યો હતો. આ કાર્યક્રમ થકી 5 વર્ષ સુધીના 80 લાખ બાળકોને અભિયાનમાં આવરી લેવાશે. સાથો સાથ નાયબ મુખ્યપ્રધાન અને રાજયકક્ષાના આરોગ્યપ્રધાન કુમાર કાનાણી પણ આ અભિયાનમાં જોડાશે.

મહત્વપૂર્ણ છે કે વર્ષ 2015માં પોલિયોમુક્ત ગુજરાતને લઇને યુનાઇટેડ નેશન્સ અને યુનિસેફ દ્વારા ગુજરાત સરકારનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2007 પછી ગુજરાતમાં પોલિયોનો એકપણ કેસ નોંધાયો નથી.

બનાસકાંઠા: વાવ તાલુકામાં ફરી તીડ આવતા ખેડૂતો પરેશાન, ઉભા પાકનો કરી નાખ્યો નાશ