Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > બનાસકાંઠામાં વધુ 5 દિવસ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરો

બનાસકાંઠામાં વધુ 5 દિવસ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરો

0
60

રાજયમાં કોરોના વાયરસા કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે. દરરોજ હજારોની સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે. ત્યારે વધી રહેલા કેસની સામે મૃત્યુઆંક પણ વધતો જઈ રહ્યો છે. જો કે, લોકો સ્વૈછિક લોકડાઉન કરી કોરોના સામે લડી રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં વધુ પાંચ દિવસનું સવ્યભૂં લોકડાઉન આપવામાં આવ્યું છે. આ લોકડાઉનમાં જીવનજરુરિયાત ચીજ વસ્તુઓ મળી રહેશે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના વાયરસના કેસો વધતા જઈ રહ્યા છે. વધી રહેલા કેસને લઈ જિલ્લામાં સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. ત્યારે જિલ્લાના મુખ્યમથક પાલનપુર સહિત આસપાસના તાલુકાના વેપારીઓએ જિલ્લામાં કોરોનાની ચેઇન તોડવા સ્વયંભૂ બંધ રાખવા નિર્ણય કર્યો અને સતત પાંચ દિવસ માર્કેટ બંધ રાખ્યા બાદ વધુ પાંચ દિવસ માર્કેટ સ્વયંભુ બંધ રાખવા નિર્ણય કર્યો છે.

પાલનપુરમાં મોટાભાગની દુકાનો બંધ રહે છે પરંતુ આવશ્યક ચીજવસ્તુઓમાં આવતી શાકભાજી તેમજ ફ્રૂટની ખરીદી માટે સિમલાગેટ વિસ્તારમાં આવેલા શાકમાર્કેટમાં વહેલી સવારથી જ ભારે ભીડ ઊમટી જતાં સોસીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે તો મોટાભાગના લોકો તો માસ્ક વિહોણા માર્કેટમાં ખરીદી કરી રહ્યા છે. સાથે સાથે કેટલાક શાકભાજીના લારી ધારકો પણ જાણે કોરોનાના નિયમોને ઘોળીને પી ગયા હોય તેમ માસ્ક વિહોણાં જ વેપાર કરતા જોવા મળી રહ્યા છે.

વડોદરામાં એક વર્ષમાં 3,192 બાળકો કોરોનાથી સંક્રમિત

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે પ્રતિદિન કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યાં છે. જો કે સૌથી ચિંતાની વાત એ છે કે, હવે કોરોના વાઈરસનું સંક્રમણ યુવાનો અને નાના બાળકોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. વડોદરા શહેરમાં જ છેલ્લા એક વર્ષ દરમિયાન કુલ 3,192 બાળકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. જ્યારે આ જીવલેણ વાઈરસે એક બાળકનો ભોગ લીધો છે.

લીમડીની સરકારી કોવિડ હોસ્પિટલમાં એક જ રાતમાં 11 દર્દીઓના મોત

સૌરાષ્ટ્રમાં પણ કોરોના વાઈરસની બીજી લહેર કહેર મચાવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમિતો અને કોરોનાથી મરણનો આંકડો સતત વધી રહ્યો છે. એમાંય જિલ્લાના લીંબડીમાં કોરોનાનો પ્રકોપ ચરમ પર જોવા મળી રહ્યો છે. અહીંની સરકારી કોવિડ હોસ્પિટલમાં જાણે યમરાજાએ ધામા નાંખ્યા હોય તેમ, એક જ રાતમાં 11 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર બાળકો માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, માર્ચ થી એપ્રિલ સુધીમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત અને દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 80 હજારથી વધુ બાળકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat