Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > બનાસકાંઠામાં ભૂતકાળનું પુનરાવર્તન થવાની શક્યતા! પૂરના સંકટને પગલે સરકાર એલર્ટ

બનાસકાંઠામાં ભૂતકાળનું પુનરાવર્તન થવાની શક્યતા! પૂરના સંકટને પગલે સરકાર એલર્ટ

0
217
  • આગામી 5 દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી
  • બનાસકાંઠાના 2017ના પૂર જેવી સ્થિતિ ન સર્જાય તે માટે સરકાર એલર્ટ
  • NDRFની 21 જવાનોની ટીમ બનાસકાંઠામાં તૈનાત

હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદે માઝા મૂકી છે. ત્યારે હજુ આગામી 5 દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદ વરસશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. એવામાં સૌરાષ્ટ્રમાં તો નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. તો બીજી બાજુ રાજ્યના બનાસકાંઠામાં પણ ભારે વરસાદ (banaskantha rain news) ની આગાહી વચ્ચે સરકાર એલર્ટ થઇ ગઇ છે. રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં NDRFની ટીમો તૈનાત કરી દીધી છે. ત્યારે બનાસકાંઠામાં 20177માં જેવું પૂર આવ્યું હતું તેવી જ સ્થિતિ ફરી ન સર્જાય તે માટે એલર્ટ થઇ ગઇ છે.

અત્રે નોંધનીય છે કે છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 245 તાલુકામાં મધ્યમથી ધોધમાર વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા સમયમાં બનાસકાંઠામાં પણ અતિ ભારે વરસાદ  (banaskantha rain news) પડવાની આગાહી કરવામાં આવી છે. જેને લીધે બનાસકાંઠામાં 2017ના પૂરમાં થયેલા વિનાશ જેવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઇ છે. સરકારે બનાસકાંઠામાં પણ NDRFની ટીમ ઉતારી દીધી છે. આ સાથે જ એસડીએમ ટીમ પોલીસ અને ફોરેસ્ટ પણ વરસાદની પરિસ્થિતિમાં મહત્વનો ભાગ ભજવશે.

Banaskantha flood 2017

આ પણ વાંચોઃ આગામી 5 દિવસ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, NDRFની ટીમો તૈનાત

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, પોરબંદર, ગીર સોમનાથમાં NDRF ટીમ તૈનાત કરાઇ છે. બીજી બાજુ અમરેલી, ભાવનગર, લખતર, સુરત, વલસાડ અને નવસારીમાં પણ NDRF ટીમ તૈનાત કરાઇ છે. જ્યારે અન્ય એક ટીમ વડોદરા હેડ ક્વાર્ટરમાં તૈનાત રહેશે.

કચ્છ, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તારીખ 14, 15, 16 અને 17 ઓગસ્ટે ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને પગલે બનાસકાંઠામાં NDRFની ટીમ ઉતારી દેવાઇ છે. બીજી બાજુ જિલ્લા કક્ષાએ પણ એસડીએમની ટીમ કાર્યરત રહેશે. જિલ્લાના ડિઝાસ્ટર વિભાગ ઉપરાંત મામલતદાર, ફોરેસ્ટ પોલીસ અને તાલુકા વિકાસ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાનો આદેશ અપાયો છે.

જો બનાસકાંઠામાં ભારે વરસાદ આવે તો આધુનિક સાધનોથી સજ્જ NDRFની ટીમ પૂર બચાવની કામગીરી કરશે. ઉપરાંત કોરોનાની મહામારીને કારણે PPE કીટ પણ NDRFને ફાળવવામાં આવી છે. કોરોનાને ધ્યાનમાં રાખી NDRFની 21 જવાનોની ટીમ બનાસકાંઠામાં ભારે વરસાદમાં પણ બચાવ કામગીરી હાથ ધરશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર, આણંદમાં આભ ફાટ્યું