Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સિંધુ બોર્ડર ખેડૂતો વિશે ટિપ્પણી કરવા મુદ્દે ‘આપ’ પાર્ટીના સભ્યે નીતિન પટેલને લીગલ નોટિસ મોકલી

સિંધુ બોર્ડર ખેડૂતો વિશે ટિપ્પણી કરવા મુદ્દે ‘આપ’ પાર્ટીના સભ્યે નીતિન પટેલને લીગલ નોટિસ મોકલી

0
146

કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા 3 કૃષિ બીલના વિરોધમાં દિલ્હી નજીક સિંધુ બોર્ડર પર શાંતિપૂર્ણ વિરોધ કરનાર ખેડૂતોને ખાલીસ્તાની અને ટુકડે ટુકડે ગેંગ સાથે સરખાવતા ગુજરાતના ડેપ્યુટી સીએમ – નીતિન પટેલને આમ આદમી પાર્ટીના સભ્ય દ્વારા લીગલ નોટિસ ફટકારવામાં આવી છે.

બનાસકાંઠાના ખેડૂત અને આમ આદમી પાર્ટીના સભ્ય ભેમા ચૌધરી દ્વારા નીતિન પટેલને મોકલવામાં આવેલી લીગલ નોટિસમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મંત્રીએ પોતાના નિવેદનમાં ખેડૂતોને ચીન સાથે સંકળાયેલા હોવાનો આક્ષેપ કર્યો છે. નીતિન પટેલે વિરોધ કરનાર ખેડૂતોને ટુકડે ટુકડે ગેંગ અને ખાલીસ્તાની સાથે સરખાવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી રૂપાણીએ લોંચ કર્યુ મહિલા ઉત્કર્ષ યોજનાનું વેબ પોર્ટલ

લીગલ નોટીસના અરજદારનો દાવો છે કે તેમણે મંત્રીને આ પ્રકારના નિવેદન આપતા જોયા છે અને પોતે પણ ખેડૂત હોવાથી તેમને આવા નિવેદનથી દુઃખ પહોંચ્યું છે. તેમણે નીતિન પટેલ પાસેથી 7 દિવસ સુધીમાં બિનશરતી માફી મંગવાની માંગ કરી છે.

લીગલ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક દેશ વિરોધી તત્વો દ્વારા પ્રતયોજિત વિરોધમાં ખેડૂતો પીઝા અને પોકડી માટે વિરોધ કરી રહ્યાં છે. અરજદારે કહ્યું કે તેઓ સિંધુ બોર્ડર પરના ખેડૂત પ્રદર્શનને સમર્થન કરે છે. જો મંત્રી સાત દિવસમાં માફી નહિ માંગે તે તેમની સામે લીગલ કાર્યવાહીની વાત કરવામાં આવી છે.

NDA સરકાર દ્વારા લાવવામાં આવેલા 3 કૃષિ બીલના વિરોધમાં પાછલા કેટલાક દિવસોથી ખેડૂતો સિંધુ બોર્ડર પાસે વિરોધ કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન કેટલાક ખેડૂતોના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9