Gujarat Exclusive > ગુજરાત > બનાસ ડેરીમાં શંકર ચૌધરીનો દબદબોઃ 16માંથી 9માં તેમની સામે ઉમેદવાર જ નહીં

બનાસ ડેરીમાં શંકર ચૌધરીનો દબદબોઃ 16માંથી 9માં તેમની સામે ઉમેદવાર જ નહીં

0
280

અમદાવાદઃ બનાસ ડેરીની ચૂંટણીમાં 16માંથી 9માં કોઈએ ફોર્મ પણ ન ભરતા ભાજપના શંકર ચૌધરી (Banas dairy_Shankar chaudhary)પેનલ બિનહરીફ થશે તે સ્પષ્ટ થઈ ગયું છે. આમ ડેરીના વર્તમાન ચેરમેન શંકર ચૌધરીનો દબદબો યથાવત રહ્યો છે.

ચૂંટણી ફોર્મ ભરવાના અંતિમ દિવસે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. આ પેનલની નવ બેઠક ધાનેરા, લાખણી, વાવ, સુઈગામ, રાધનપુર, સાંતલપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડામાં તેમની પેનલ એકદમ બિનહરીફ છે અને તેમની સામે કોઈ ઉમેદવાર પણ ઊભો રહ્યો નથી.

આમ સહકારી ક્ષેત્રના રાજકારણમાં શંકર ચૌધરીએ ફરીથી પોતાને હુકમના એક્કા સાબિત કર્યા છે. ચૂંટણી યોજાય તે પૂર્વે જ બિનહરીફ ચૂંટાઈ આવવાનું સુનિશ્ચિત કરવુ તે શંકર ચૌધરીનો દબદબો દર્શાવે છે. શંકર ચૌધરીનો વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સામે પરાજય થયા પછી ભાજપમાં તેમના પ્રભુત્વના વળતા પાણી થયા હતા.

તેના પગલે શંકર ચૌધરીએ સહકારી ક્ષેત્રમાં પોતાનો દબદબો અપનાવવાનો માર્ગ અપનાવ્યો હતો. તેઓ સુપેરે જાણે છે કે સહકારી ક્ષેત્રમાં દબદબો તે મેળવશે પછી જ ભાજપના નેતાઓ તેમને પૂછશે. ઉલ્લેખનીય છે કે બનાસ ડેરીને એશિયાની સૌથી મોટી ડેરી માનવામાં આવે છે. તેથી તેના પરના દબદબાને અત્યંત મહત્ત્વનો માનવામાં આવે છે.