Gujarat Exclusive > યુથ > મનોરંજન > નવાજુદ્દીનની ફિલ્મ કાયદાકીય સકંજામાં ફસાઇ, ટ્રેલર પર લાગી રોક

નવાજુદ્દીનની ફિલ્મ કાયદાકીય સકંજામાં ફસાઇ, ટ્રેલર પર લાગી રોક

0
184

બોમ્બે હાઈ કોર્ટે નવાજુદ્દીન સિદીકી સ્ટારર ફિલ્મ ‘મોતીચૂર ચકનાચૂર’ના ટ્રેલર પર રોક લગાવી દીધી છે. આ ફિલ્મના ટ્રેલરને 10 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવવાનું હતું. આ ફિલ્મમાં નવાજુદ્દીનની સાથે અથિયા શેટ્ટી લીડ રોલમાં છે.

ફિલ્મની રાઇટર દેવ મિત્ર બિસ્વાલ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. બિસ્વાલે ફિલ્મ નિર્માતા બુડપીકર મૂવીજ પ્રાઇવેટ લિમિટેડ પર ડ્યૂજ ક્લિયર ના થવાને કારણે રોકની માંગ કરી હતી.

દેવ મિત્ર બિસ્વાલ અનુસાર ફિલ્મ નિર્માતાઓ અને તેની વચ્ચે કોન્ટ્રાક્ટ થયો હતો. જેમાં તેણે આ કામના બદલે 11 લાખ રૂપિયા મળવાના હતા. દેવ મિત્ર બિસ્વાલે પોતાની અરજીમાં કહ્યું કે કંપની કોન્ટ્રાક્ટને નજરઅંદાજ કરી રહ્યું છે. આ રાઇટરની સ્ટોરી અને ફિલ્મ ડિરેક્ટર વચ્ચે એગ્રીમેન્ટ 26 એપ્રિલ,2018માં થયુ હતું.દેવ મિત્ર બિસ્વાલના વકીલ ધ્રુતી કપાડિયાએ કોર્ટમાં કહ્યું કે, બિસ્વાલ ફિલ્મમાં ક્રેડિટની હકદાર છે અને તેણે ફિલ્મનું 90 ટકા કામ પૂર્ણ કર્યુ છે. શૂટિંગ પૂર્ણ થયા બાદ રિસ્પોન્ડેટ્સ(પ્રોડ્યૂસર્સ) માટે એક સ્કીનિંગનું આયોજન પણ કરવામાં આવ્યુ હતું, જેને ક્રૂ મેમ્બર્સે પસંદ કર્યુ હતું.

શું છે આરોપ?

કાપડિયા અનુસાર બિસ્વાલ પાંચ વર્ષથી સ્ક્રિપ્ટ માટે કામ કરી રહ્યા છે. જ્યારે તેમને આ સ્ક્રિપ્ટ પ્રોડ્યૂસરને બતાવી તો તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. પરિણામે તેમની વચ્ચે ત્રણ ફિલ્મો બનાવવા માટે એક કોન્ટ્રાક્ટ થયો હતો. જેમાંથી ‘મોતીચૂર ચકનાચૂર’ પ્રથમ ફિલ્મ હતી. બિસ્વાલને આ ફિલ્મ માટે 11 લાખ રૂપિયા મળવાના હતા પણ તેના બદલે માત્ર 6 લાખ રૂપિયા જ પ્રોડ્યૂસરે આપ્યા હતા.

અરજીમાં કહેવામાં આવ્યુ છે કે, ફિલ્મનું જ્યારે એડિટિંગ થઇ રહ્યું હતું ત્યારે કંપનીના ડિરેક્ટરમાંથી એક રાજેશ ભાટિયા સાથે કેટલાક મતભેદ થયા હતા. સુનીલ શેટ્ટીની હાજરીમાં તેની સાથે શોડાઉન થયુ હતું. બિસ્વાલને કંપની તરફથી એક ઇમેલ મળ્યો હતો જેમાં તેની સેવાને રદ કરવા વિશે જણાવવામાં આવ્યુ હતું. રાઇટરે જ્યારે પ્રોડ્યૂસરનો સંપર્ક કર્યો ત્યારે તેમની તરફથી કોઇ જવાબ મળ્યો નહતો. બાદમાં દેવ મંત્ર બિસ્વાલે બોમ્બે હાઇકોર્ટને દરવાજો ખટખટાવ્યો હતો. બિસ્વાલના વકીલ ધ્રુતી કાપડિયાએ જણાવ્યુ કે ફિલ્મના પ્રોડ્યૂસરને કોર્ટ સમક્ષ રજૂ થવાનું કહ્યું છે.

પુરાવાના અભાવે 49 સેલિબ્રિટીઓ વિરુદ્ધનું કેસ બંધ કરવાનો આદેશ