Gujarat Exclusive > દેશ-વિદેશ > મોદી સરકારનો મોટો નિર્ણય, TikTok સહિત અન્ય ચાઈનીઝ એપ પર રોક યથાવત

મોદી સરકારનો મોટો નિર્ણય, TikTok સહિત અન્ય ચાઈનીઝ એપ પર રોક યથાવત

0
67

Chinese Apps Banned In India: TikTok સહિત ચીનની અન્ય એપ્લિકેશન (Chinese App) પર લગાવવામાં આવેલી રોક યથાવત રહેશે. મોદી સરકારે (Modi Government) તમામ એપને આ મામલે નોટિસ મોકલી દીધી છે.

આ બાબત સાથે સંકળાયેલા એક સુત્રએ પોતાની ઓળખ જાહેર ના કરવાની શરતે જણાવ્યું કે, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલૉજી મિનિસ્ટ્રીએ પ્રતિબંધિત એપના જવાબોની સમીક્ષા કર્યા બાદ નોટિસ ફટકારી છે.

TikTokનો સંપર્ક કરવા પર તેણે સરકાર તરફથી નોટિસ મળવાની પુષ્ટિ કરી છે. TikTokના પ્રવક્તાએ જણાવ્યું કે, અમે નોટિસનું મૂલ્યાંકન કરી રહ્યાં છે અને યોગ્ય રીતે તેનો જવાબ આપીશું. ભારત સરકાર દ્વારા 29 જૂન, 2020ના જાહેર કરવામાં આવેલા નિયમોનું પાલન કરવામાં TikTok પ્રથમ કંપનીઓમાંથી એક હતી.

આ પણ વાંચો: દેશમાં 4 પાટનગર હોવા જોઇએ, કોલકાતાને પણ બનાવો રાજધાની- મમતા બેનરજી

કંપનીએ જણાવ્યું કે, અમે સતત સ્થાનિક કાયદા અને નિયમોનું પાલન કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને સરકારની કોઈ પણ ચિંતાનું સમાધાન કરવા માટે અમારો શ્રેષ્ઠ પ્રયત્ન કરતા આવ્યા છીએ. અમારા તમામ યુઝર્સની પ્રાઈવસી અને સિક્યોરિટી જળવાય તેજ અમારી સર્વોચ્ચ પ્રાથમિક્તા છે.

સરકારે સૌ પ્રથમ જૂનમાં ચીનની 59 એપ પર અને પછી સપ્ટેમ્બરમાં અન્ય 118 ચાઈનીઝ એપ પર રોક લગાવી દીધી હતી. જેમાં TikTok અને Pub-G જેવી લોકપ્રિય એપ્સ પણ સામેલ છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9