Gujarat Exclusive > દેશ-વિદેશ > હાથરસ બાદ યુપીના બલરામપુરમાં દલિત યુવતી પર ગેંગરેપ, પીડિતાનું મોત

હાથરસ બાદ યુપીના બલરામપુરમાં દલિત યુવતી પર ગેંગરેપ, પીડિતાનું મોત

0
255
  • બલરામપુર ગેંગરેપ પીડિતાનું બુધવારનાં રોજ મોત નિપજ્યું હતું
  • આ ઘટનામાં બે આરોપીઓની ધરપકડ
  • ભારે પોલીસ ફોર્સની વચ્ચે પીડિતાના કરાયા અંતિમ સંસ્કાર

બલરામપુર : ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત યુવતી સાથે સામુહિક બળાત્કારની ઘટના હજી શમી નથી ત્યાં તો યુપીના બલરામપુરમાં દલિત યુવતી સાથે ગેંગરેપ (balrampur gangrape) અને હત્યાના સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યાં છે. પોસ્ટમોર્ટમ બાદ મોડી રાત્રે જ પીડિતાના અંતિમ સંસ્કાર કરી દેવાયાં.

જો કે, અહીં બે છોકરાઓએ મિત્રતાના બહાને દલિત યુવતીને બોલાવી તેની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘોર કૃત્ય કર્યા બાદ બંને આરોપીઓએ ગંભીર હાલતમાં યુવતીને રિક્ષામાં બેસાડી ઘરે મોકલી દીધી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

પોલીસના જણાવ્યાં અનુસાર આરોપીનું નામ શાહિદ છે, તેના પિતાનું નામ હબીબુલ્લાહ છે અને તે ગાંસડીનો રહેવાસી છે. બીજા આરોપીનું નામ સાહિલ છે. તેના પિતાનું નામ હમીદુલ્લા છે, આ વ્યક્તિ પણ ગાંસડીની છે. બલરામપુર (balrampur gangrape) પોલીસે જણાવ્યું છે કે, આ કેસમાં પોલીસે બંને આરોપીઓની તુરંત કાર્યવાહી કર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે, પીડિતાના હાથ, પગ અને કમર તૂટી જવાનો મામલો આ કિસ્સામાં યોગ્ય નથી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આની પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો: હરિયાણાની હદ્દમાં રાહુલ ગાંધીને ‘NO ENTRY’

પોલીસે જણાવ્યું કે બલરામપુર (balrampur gangrape) ના પોલીસ સ્ટેશન ગૈથલીમાં એક તાહિર મળી આવી છે. 22 વર્ષીય યુવતીના સંબંધીઓએ જણાવ્યું કે, તે એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી. જ્યારે ગઈ કાલે તે કામ પર ગઈ હતી તો તે મોડી સાંજ સુધી ઘરે ન આવી. ત્યારે પરિવારજનો ખૂબ ચિંતામાં હતાં. તેણે ફોન દ્વારા તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ યુવતીનો સંપર્ક થઈ શક્યો નહીં. પરંતુ થોડાંક સમય બાદ યુવતી રીક્ષા દ્વારા ઘરે આવી હતી. ત્યારે છોકરીની હાલત ખૂબ જ ખરાબ હતી.

પોલીસે તાહિરને હવાલે જણાવ્યું કે, યુવતીના હાથમાં ગ્લુકોઝ ચઢાવવાનું લાગેલું હતું. યુવતીની હાલત ખૂબ જ ખરાબ (balrampur gangrape) લાગી રહી હતી. પરિવારજનો યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતાં. પરંતુ યુવતીનું રસ્તામાં જ મોત નીપજ્યું. પરિવારે તેમની તાહિરમાં બે છોકરાઓને નોમિનેટ કર્યા છે અને કહ્યું છે કે આ છોકરાઓએ અમારી યુવતીની સારવાર કરાવી.

આ લોકોએ જ બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો છે. જ્યારે યુવતીની હાલત ખરાબ થઇ ત્યારે તેઓએ તેને ઘરે મોકલી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આ બંનેની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસ વધુ તપાસ કરશે અને જો તેઓ દોષી સાબિત થશે તો તે બંને આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો: 31 ઓક્ટો.સુધી મહારાષ્ટ્રમાં લોકડાઉન