Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ગુજરાતમા છે એશિયાનું સૌથી ધનવાન ગામ, જ્યાં દરેક વ્યક્તિ છે કરોડપતિ

ગુજરાતમા છે એશિયાનું સૌથી ધનવાન ગામ, જ્યાં દરેક વ્યક્તિ છે કરોડપતિ

0
3033

ગુજરાતના કચ્છમાં ભૂજ પાસે બલ્દિયા ગામ આવેલુ છે. આ ગામના લોકોના બેંક ખાતામાં અરબો રૂપિયા જમા થયેલા છે. આ ગામમાં કોઇ ગરીબ નથી બધા કરોડપતિ છે. ગુજરાતનું સૌથી ધનિક ગામ કહેવામાં આવે છે.આ ગામના મોટા ભાગના લોકો વિદેશમાં રહે છે. બળદિયા એશિયાનું સૌથી ધનવાન ગામ ગણાય છે,જ્યાં દરેક વ્યક્તિ કરોડપતિ છે.

ગામમાં નવ બેન્કની છે શાખા

આ ગામમાં મોટા ભાગના લોકો વિદેશમાં રહે છે. વર્ષમાં 2-3 વખત તે ગામની મુલાકાત જરૂર લેતા હોય છે.ભૂજ શહેર પાસે આવેલા આ ગામની પાસે માધાપુર ગામ આવેલુ છે. જેમાં નવ બેન્કની શાખા પણ છે. જેમાં કરોડો રૂપિયા ભેગા થયેલા છે.

બલ્દિયા-માધાપુર છે કરોડપતિ ગામ

બળદિયા જ નહી પરંતુ ભૂજ પાસે આવેલા માધાપર ગામ પણ કરોડપતિ છે. માધાપુરનું નામ આખા દેશ જ નહી વિદેશમાં પણ જાણીતું છે. માધાપરને એશિયાનું સૌથી ધનવાન ગામ ગણાય છે.ગામની સમૃદ્ધિનો અંદાજ તેના રસ્તા અને ઘર પરથી લગાવી શકાય છે.

કેટલી છે વસ્તી

2011ની વસ્તી ગણતરી રિપોર્ટ પ્રમાણે બળદિયાની વસ્તી 5500 જેટલી છે. બળદિયા ભૂજથી 17 કિમી દૂર આવેલુ છે.