Gujarat Exclusive > દેશ-વિદેશ > Babri Verdict: CBI કોર્ટના ચુકાદા પર રાજકીય પક્ષોના નેતાઓની શું પ્રતિક્રિયા આવી?

Babri Verdict: CBI કોર્ટના ચુકાદા પર રાજકીય પક્ષોના નેતાઓની શું પ્રતિક્રિયા આવી?

0
203

નવી દિલ્હી: 28 વર્ષ પછી CBIની સ્પેશિયલ કોર્ટે બાબરી ધ્વંસ કેસમાં (Babri Verdict) બધા આરોપીઓને છોડી દીધા છે. આ કેસમાં આરોપી આડવાણી, જોશી, ઉમા ભારતી, નૃત્ય ગોપાલ દાસ, કલ્યાણ સિંહ અને સતીશ પ્રધાન સહિત 32 લોકોને મુક્ત કરી દેવામાં આવ્યા છે. તેની સાથે અને નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. જ્યારે ભાજપના નેતા આ નિર્ણયનું સ્વાગત કરી રહ્યા છે, જ્યારે વિપક્ષી નેતાઓએ કોર્ટના આ નિર્ણયની ટીકા કરી છે.

શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યું,

“કોર્ટે જણાવ્યું કે આ કોઈ કાવતરું ના હતું, આ નિર્ણય અપેક્ષિત હતો, આપણા આ એપિસોડને ભૂલી જવું જોઇએ, હવે અયોધ્યામાં રામ મંદિર બનવા જઇ રહ્યું છે. જો બાબરીનું ધ્વંસ ના થયું હોત, તો આજે જે રામ મંદિરનું ભૂમિપૂજન થયું એ દિવસ આપણને જોવા ના મળત.”

આ પણ વાંચો: Mathura: કૃષ્ણ જન્મભૂમિના દાવાની અરજી કોર્ટે ફગાવી દીધી, શું આપ્યું કારણ

AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કોર્ટના (Babri Verdict) આ નિર્ણય પર ટ્વીટ કરીને લખ્યું કે,

“CBI કોર્ટનો આજનો નિર્ણય ભારતની કોર્ટની તારીખનો કાળો દિવસ છે. સમગ્ર વિશ્વને ખબર છે કે ભાજપ, આરએસએસ, વિશ્વ હિંદુ પરિષદ, શિવસેના અને કોંગ્રેસ પાર્ટીની હાજરીમાં ધ્વંસ થયું. તેનું મૂળ કોંગ્રેસ પાર્ટી છે, તેમની સરકારમાં મૂર્તિ મુકવામાં આવી.”

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે CBI કોર્ટના નિર્ણણનું સ્વાગત કરતા ટ્વીટ કરી કે,

“લખનઉની કોર્ટે બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં લાલકૃષ્ણ આડવાણી, કલ્યાણ સિંહ, ડૉ. મુરલી મનોહર જોશી, ઉમા ભારરતી સહિત 32 લોકોને કોઇ પણ ષડયંત્રમાં સામેલ ના હોવાના નિર્ણયનો હું સ્વાગત કરું છું. આ નિર્ણય પરથી સાબિત થાય છે કે મોડેથી ખરા પણ ન્યાયની જીત થઇ છે.”

જ્યારે સીબીઆઈ કોર્ટના નિર્ણય પછી યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પણ પ્રતિક્રિયા સામે આવ્યું છે.

સત્યમેવ જયતે! CBIની વિશેષ કોર્ટના નિર્ણયનું હું સ્વાગત કરુ છું. તત્કાલીન કોંગ્રેસ સરકાર રાજકીય પૂર્વાગ્રહથી ગ્રસ્ત હોઇ પૂજ્ય સંતો, ભાજપ નેતાઓ, વિહિપ અધિકારીઓ, સમાજસેવિઓને ખોટા કેસમાં ફસાવી પ્રતિષ્ઠા ખરાબ કરવામાં આવી. આ ષડયંત્ર માટે તેમને જનતા પાસેથી માફી માંગવી જોઈએ.

આ પણ વાંચો: બાબરી કેસમાં 28 વર્ષ બાદ ચુકાદો, આ રહીં સંપૂર્ણ ટાઈમલાઈન

ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી)ના મહાસચિવ સીતારામ યેચુરીએ જણાવ્યું કે,

“બધા પર બાબરી મસ્જિદને તોડી પાડવાના ગુનાહિત કાવતરાના આરોપ મૂકવામાં આવ્યા હતા. આ આત્મ નિહિત છે? તત્કાલિન CJIની અધ્યક્ષતાવાળી બંધારણી બેંચે જણાવ્યું હતુ કે ધ્વંસ કાયદાનું ઉલ્લંઘન છે. હવે આ નિર્ણય! શરમની વાત છે?”