Gujarat Exclusive > દેશ-વિદેશ > બાબરી કેસમાં 28 વર્ષ બાદ ચુકાદો, આ રહીં સંપૂર્ણ ટાઈમલાઈન

બાબરી કેસમાં 28 વર્ષ બાદ ચુકાદો, આ રહીં સંપૂર્ણ ટાઈમલાઈન

0
148

(Babri Verdict) નવી દિલ્હી: બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ (Babri Demolition Case) માં આજે લખનઉની સ્પેશિયલ CBI કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. આ કેસમાં ભાજપના વરિષ્ઠ નેતા (BJP Leaders) એલ કે અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણ સિંહ સહિત તમામ 32 આરોપીઓનો નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે.

છેલ્લા 28 વર્ષોથી ચાલતા આવતા આ કેસમાં એક પછી એક કાયદાકીય અડચણો આવતી રહી હતી. જો કે હવે કોર્ટના ચુકાદા બાદ આજે આપણ આ સમગ્ર ઘટના ક્રમ પર એક નજર નાંખીએ…

6 ડિસેમ્બર, 1992
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પડાઈ હતી. આ મામલે બે ગુનાહિત કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં 197 નંબરની FIRમાં લાખો કાર સેવકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં IPCની કલમ 153-એ, 297, 332, 337, 338, 395 અંતર્ગત કેસ દાખલ કરાયો હતો.

FIR નંબર 198માં 8 લોકોના નામ હતા. જેમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર, સાધ્વી ઋતંભરા, વિશ્વ હિન્દુ પરિષદના નેતા અશોક સિંઘલ, ગિરિરાજ કિશોર અને વિષ્ણુ હરિ ડાલમિયાનું નામ હતું. આ તમામ નેતાઓ વિરુદ્ધ IPCની કલમ 153-એ, 153-બી અને 505 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય 47 FIR દાખલ કરવામાં આવી હતી. આમ કુલ મળીને આ કેસમાં 49 FIR દાખલ કરાઈ હતી.

આ પણ વાંચો: બાબરી કેસમાં કોર્ટનો ચુકાદો, અડવાણી, જોશી સહિત તમામ આરોપીઓ નિર્દોષ જાહેર

13-એપ્રિલ, 1993
ઉત્તર પ્રદેશના લલિતપુર, જ્યાંથી સૌથી પહેલા કેસ શરૂ થયો હતો, ત્યાંના સ્પેશિયલ મેજિસ્ટ્રેટે FIR 197માં લાખો કાર સેવકો વિરુદ્ધ ગુનાહિત ષડયંત્ર રચવાના આરોપીની કલમ 120-બી ઉમેરી હતી.

8 સપ્ટેમ્બર, 1993
ઉત્તર પ્રદેશ સરકારે FIR-198 જેમાં ભાજપ અને VHP નેતાઓના નામ હતા. તેને બાદ કરતાં તમામ કેસને લખનઉની સ્પેશિયલ કોર્ટે સોંપી દીધા. 198 કેસની ટ્રાયલ રાયબરેલીની એક કોર્ટમાં ચાલી હતી.

5 ઓક્ટોબર, 1993
CBIએ લખનઉની કોર્ટમાં 48 આરોપીઓ વિરુદ્ધ સંયુક્ત ચાર્જશીટ ફાઈલ કરી. જેમાં શિવસેનાના પૂર્વ સુપ્રીમો બાલ ઠાકરે અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું નામ પણ હતું.

8 ઓક્ટોબર, 1993
UP સરકારે 8 સપ્ટેમ્બરથી અધિસૂચનામાં સંશોધન કર્યું. જેથી તમામ 49 કેસની ટ્રાયલ લખનઉની કોર્ટમાં ચાલી શકે.

1996
CBIએ FIR-198માં અડવાણી સહિત અન્ય 8 ભાજપ અને VHP નેતાઓ વિરુદ્ધ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી હતી.

9 સપ્ટેમ્બર, 1997
લખનઉની સ્પેશિયલ કોર્ટના જજ FIR-198માં તમામ આરોપી નેતાઓ વિરુદ્ધ ગુનાહિત ષડયંત્ર રચવાનો આરોપ નક્કી કરવા જણાવ્યું.

4 મે, 2001
લખનઉ કોર્ટે અડવાણી, જોશી, ઉમા ભારતી, બાલ ઠાકરે સહિત 21 આરોપીઓ પર પોતાની કાર્યવાહી રોકી દીધી. જે બાદ કેસને ફરીથી રાયબરેલી કોર્ટમાં શિફ્ટ કરવામાં આવ્યો.

2002
CBIએ રાયબરેલી કોર્ટમાં અડવાણી, જોશી અને 5 અન્ય આરોપીઓ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી. જેમાં IPCની કલમ 153-એ, 153-બી અને 505 ઉપરાંત 147 અને 149 અંતર્ગત કેસ દાખલ કરાયો. જો કે તેમાં ગુનાહિત ષડયંત્ર રચવાની કલમનો ઉલ્લેખ નહતો.

22 મે, 2010
અલાહાબાદ હાઈકોર્ટે 21 આરોપીઓના વિરુદ્ધ કેસ ડ્રોપ કરવાના લખનઉ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો. કોર્ટ કહ્યું કે, બન્ને વર્ગોના આરોપીઓ વિરુદ્ધ અલગ પ્રકારના આરોપ છે અને તેમની સંલિપ્તતા અલગ પ્રકારના ગુનાઓમાં હતી. કોર્ટે એ પણ કહ્યું કે, FIR નંબર 198માં 8 આરોપીઓ વિરુદ્ધ ક્યારેય ગુનાહિત ષડયંત્રનો આરોપ નથી.

19 એપ્રિલ, 2017
સુપ્રીમ કોર્ટે FIR નંબર 198/92 કેસને રાયબરેલીથી લખનઉ ટ્રાન્સફર કર્યા અને લખનઉ કોર્ટે અડવાણી, વિનય કટિયાર, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, મુરલી મનોહર જોશી અને વિષ્ણુ હરિ ડાલમિયા વિરુદ્ધ ષડયંત્રનો આરોપ નક્કી કરવાનું કહ્યું.

સર્વોચ્ચ અદાલત CBIએ 5 ઓક્ટોબર, 1993ની સંયુક્ત ચાર્જશીટમાં ચંપત રાય, નૃત્યુ ગોપાલ દાસ, કલ્યાણ સિંહ સહિત અન્ય જેમના નામ પણ હતા. તેમના વિરુદ્ધ ગુનાહિત ષડયંત્ર રચવાનો આરોપ નક્કી કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે બાબરી વિધ્વંસ કેસમાં રોજિંદી સુનાવણી કરવા અને બે વર્ષોમાં ચુકાદો આપવાનો આદેશ આપ્યો હતો.

30-મે 2017
ભાજપના વરિષ્ઠ નેતા એલકે અડવાણી, ઉમા ભારતી અને મુરલી મનોહર જોશી અન્ય આરોપીઓ સાથે લખનઉની સ્પેશિયલ CBI કોર્ટ સમક્ષ હાજર થયા.

મે-2019
સ્પેશિયલ જજે કેસના ટ્રાયલના નિવેડા માટે સુપ્રીમ કોર્ટે વધુ 6 મહિના માંગ્યા.

જુલાઈ-2019
સુપ્રીમ કોર્ટે બાબરી વિધ્વંસ કેસની સુનાવણી કરી રહેલા સ્પેશિયલ CBI જજનો કાર્યકાળ ચુકાદો આવવા સુધી લંબાવી દીધો અને ટ્રાયલ પૂરા કરવા માટે 9 મહિનાનો સમય આપ્યો.

મે-2020
સુપ્રીમ કોર્ટ સ્પેશિયલ CBI જજની ટ્રાયલ પૂરા કરવા અને ઓગસ્ટ-2020 સુધી કેસમાં ચુકાદો સંભળાવવા કહ્યું હતું.

2-જુલાઈ, 2020
ભાજપ નેતા ઉમા ભારતી CBIના સ્પેશિયલ જજ સમક્ષ હાજર થયા અને પોતાનો જવાબ નોંધાયો.

13 જુલાઈ, 2020
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા કલ્યાણ સિંહ CBI કોર્ટમાં હાજર થયા અને પોતાનું નિવેદન નોંધાવ્યું.

23 જુલાઈ, 2020
ભાજપના માર્ગદર્શક મંડળમાં સામેલ વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ વીડિયો કોન્ફ્રન્સિંગ મારફતે કેસમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.

24 જુલાઈ, 2020
એલ કે અડવાણીએ પણ વીડિયો કૉન્ફ્રન્સિંગ મારફતે CBI કોર્ટમાં પોતાનું નિવેદન નોંધ નોંધાવ્યું હતું.

ઓગસ્ટ, 2020
સુપ્રીમ કોર્ટ સ્પેશિયલ CBI કોર્ટની ટ્રાયલ પૂરા કરવા અને 30 સપ્ટેમ્બર સુધી ચુકાદો સંભળાવવા કહ્યું હતું.

16 સપ્ટેમ્બર, 2020
સ્પેશિયલ CBI કોર્ટે બાબરી વિધ્વંસ કેસમાં આખરી નિર્ણય સંભળાવવા માટે 30 સપ્ટેમ્બર, 2020ના તરીખ નક્કી કરી હતી.