Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > બાબા રામદેવની કંપની પતંજલીની તબિયત હવે ખરાબ કેમ થઈ રહી છે?

બાબા રામદેવની કંપની પતંજલીની તબિયત હવે ખરાબ કેમ થઈ રહી છે?

0
520

યોગ ગુરૂ’થી બિઝનેસમેન બનેલ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડના સારા દિવસો ચાલી રહ્યાં નથી. મીડિયા રિપોર્ટની માનિએ તો, પતંજલિના ઉત્પાદકોના વેચાણમાં માર્ચ-2018માં ખત્મ થયેલ નાણાકિય વર્ષ દરમિયાન ઘણો મોટો ઘટાડો નોંધાયો છે. જ્યારે વર્ષ 2017માં રામદેવ દાવા કરતાં હતા કે, તેઓ એક વર્ષની અંદર પતંજલિ ઉત્પાદકોનું વેચાણ બેગણું (10,000 કરોડથી 20,000 કરોડ રૂપિયા) કરીને બધી જ મલ્ટીનેશનલ કંપનીઓને કાપાલભાતી કરવા પર મજબૂર કરી દેશે. જોકે, કંપનીની 2017-18ની વાર્ષિય નાણાકિય રિપોર્ટ બતાવે છે કે, આ યોગાસન રામદેવને જ કરવા પડી શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર પતંજલિના વેચાણમાં ઘણો મોટો ઘટાડો આવ્યો છે. નાણાકિય વર્ષ 2016-17માં કપનીનું વેચાણ 9,030 કરોડ રૂપિયા હતા જે 2017-18માં દસ ટકા ઘટીને 8,135 કરોડ રૂપિયા પર આવી ગયું. જ્યારે પાછલા એપ્રિલમાં કેર રેટિંગ્સે જણાવ્યું કે, એપ્રિલ, 2018થી ડિસેમ્બર, 2018 વચ્ચે પતંજલિએ માત્ર 4,7000 કરોડ રૂપિયાની તેમના બ્રાન્ડની ચીજ-વસ્તુઓનું વેચાણ કર્યું છે. તો બીજી તરફ કંપનીના સુત્રો અને નિષ્ણાતોએ આગળ આ ઘટાડામાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે. એવામાં પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે કે, ત્રણ વર્ષ પહેલા ‘સ્વદેશી’ સામાનની વાપસી કરાવવાની વાતો કરનાર રામદેવની આકાશને આંબતી કંપની એકદમ ધરતી પણ કેવી રીતે આવી ગઈ.

એનડીટીવીએ રોયટર્સ દ્વારા પતંજલિના વર્તમાન અને પૂર્વ કર્મચારીઓ, સપ્લાયર્સ, ડિસ્ટ્રીબ્યૂટર્સ, સ્ટોર મેનેજરો અને ગ્રાહકો સાથે વાતચીતના આધાર પણ જણાવ્યું છે કે, કંપનીએ પોતાના વિસ્તાર કરવાની ઉતાવળમાં ઘણા ખોટા પગલા ભર્યા છે. આ દરમિયાન કંપનીએ (પ્રોડક્ટ્સ) ગુણવત્તા પર ધ્યાન આપ્યું નથી. જોકે, પતંજલિનું કહેવું છે કે, તેને પોતાના વિસ્તાર સાથે આવેલ પ્રારંભિક સમસ્યાઓને દૂર કરી દીધી છે.

ગુણવત્તાને નજર અંદાજ કર્યા બાદ વિતરણ નીતિ સામે પણ ના આપ્યું ધ્યાન

આ રિપોર્ટ અનુસાર, પતંજલિનું ધ્યાન તે તરફ વધારે રહ્યું કે, તેઓ ગ્રાહકોને વધારેમાં વધારે (2,500) પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવશે. જોકે, આટલા બધા ઉત્પાદકોનું ઉત્પાદન કેવી રીતે થશે અને તેની ગુણવત્તા શું હશે, તેની જવાબદારી થર્ડ પાર્ટીઓ પર છોડી દેવામાં આવી. કંપનીના બે પૂર્વ અધિકારીઓ અને એક સપ્લાયર્સની માનીએ તો આની સીધી અસર ઉત્પાદકોની ગુણવત્તા ઉપર પડી છે. વર્ષ 2017માં નેપાલમાં નશીલા પ્રદાર્થો પર નજર રાખતી એજન્સીની મેડિકલ તપાસમાં પતંજલિના છ ઉત્પાદકોમાં નક્કી સીમાથી વધારે સૂક્ષ્મજીવ જોવા મળ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, આ સમાચારથી ના માત્ર કંપનીની શાખને ધક્કો લાગ્યો તે ઉપરાંત વેચાણ પણ પ્રભાવિત થયું છે.

પતંજલિની પ્રોડક્ટ્સ કેન્દ્રીય આયુર્વેદ મંત્રાલયના વિનિયામક હેઠળ આવે છે. તેથી કંપનીના ઉત્પાદોની ગુણવત્તાને લઈને મંત્રાલયને પણ ટિપ્પણી કરવાનો અનુરોધ કર્યો હતો. જોકે, મંત્રાલય દ્વારા પણ કોઈ પ્રતિક્રિયા આપી નહતી. જ્યારે પતંજલિના ઉત્પાદકોનું નિરીક્ષણ કરનારા ખાદ્ય નિયમાક એફએસએસએઆઈ પણ ક્વોલિટી ટેસ્ટ સાથે જોડાયેલા ડેટા આપવાનું ઈન્કાર કરી દીધો. જોકે, પતંજલિના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) આચાર્ય બાલકૃષ્ણ કહે છે કે, પ્રોડક્ટ્સની ગુણવત્તાની સમસ્યા નથી. તે સાથે તેમનું તેવું પણ કહેવું છે કે, ભારતમાં પ્રયોગશાળાનું પ્રમાણપત્ર આપનાર સંસ્થા ‘નેશનલ લેબોરેટરીઝ એક્રિએડેશન બોર્ડ’થી પતંજલિની કેન્દ્રીય પ્રયોગશાળાને મંજૂરી મળેલી છે.

પતંજલિનો દાવો છે કે, દેશબરમાં તેના 3,500 ડિસ્ટ્રીબ્યૂટર્સ છે જે લગભગ 47,000 રિટેલ કાઉન્ટરો પર કંપનીનો માલ સપ્લાય કરે છે. એપ્રિલમાં બાલકૃષ્ણે જણાવ્યું હતુ કે, કંપનીનું ઝડપી વિસ્તારના કારણે સપ્લાય ચેનમાં કેટલીક સમસ્યાઓ આવી હતી. બાલકૃષ્ણનું કહેવું છે કે, આ સમસ્યાઓને ટૂંક સમયમાં જ દૂર કરવામાં આવશે. જોકે, પતંજલિના એક પૂર્વ કર્મચારીનું કહેવું છે કે, કંપનીને સામાન પહોંચાડવા માટે જરૂરી ટ્રાન્સપોર્ટરોથી લાંબા સમય માટે કરાર કર્યા નહતા કર્યા. આના કારણે કંપનીની યોજનાઓ જટિલ થઈ ગઈ અને ખર્ચ વધી ગયો.

જાહેરાત આપવાનું બંધ કર્યું

તે ઉપરાંત પતંજલિ તરફથી ચૂકવણી ન થતા કેટલાક સપ્લાયરોએ પણ કંપની સાથે પોતાનો છેડો ફાડી નાંખ્યો હતો. રોયટર્સને આપેલા ઈન્ટરવ્યુંમાં ત્રણ સપ્લાયરોએ આની જાણકારી આપી. એક સપ્લાયર્સે જણાવ્યું કે, 2017માં પેમેન્ટ મળ્યું નહતું, ત્યાર બાદ તેને પતંજલિ સાથે કામ કરવાનું બંધ કરી દીધું. મુંબઈના એક ટોચના રિટેલર્સ માટે કામ કરનાર બે સ્ટોર મેનેજર જણાવે છે કે, માંગમાં આવેલ ઉણપના કારણે તેઓ સ્ટોકમાં પતંજલિની પ્રોડક્ટ ઓછી જ રાખે છે. આ વચ્ચે હિન્દુસ્તાન લીવર અને કોલગેટ પામોલિવ ઈન્ડિયા લીમિટેડે પણ પોતાની આયુર્વેદિક પ્રોડક્ટ બજારમાં ઉતારી દીધી છે જેનાથી પતંજલિને ટક્કર મળી રહી છે.

આ દરમિયાન પતંજલિએ જાહેરાત ખર્ચ ઓછા કરી નાંખ્યો છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ કાઉન્સિલ ઈન્ડિયાના આંકડાઓ અનુસાર, 2016માં જ્યાં કંપની જાહેરાત આપવામાં ત્રીજા નંબરે હતી, તે પાછલા વર્ષે ટોચની દસ ટેલિવિઝન વિજ્ઞાપનદાતાઓમાં પણ રહી નહીં. આને લઈને મીડિયા દ્વારા પતંજલિની મુંબઈ સ્થિત જાહેરાત એજન્સી વર્મમિલિયનથી સંપર્ક કરવામો આવ્યો હતો પરંતુ તેને પણ આને લઈને પ્રતિક્રિયા આપવાથી ઈન્કાર કરી દીધો હતો. જ્યારે એખ વરિષ્ઠ રિટેલ વિશ્વેષક અબનીશ રોય કહે છે કે જાહેરાતમાં કાપના કારણે પતંજલિ બજારમાં પોતાની ભાગીદારી ગુમાવી રહ્યું છે.

નોટબંધી અને જીએસટીની માર

કંપનીની વર્તમાન પરિસ્થિતિ માટે માત્ર તેની પોતાની ભૂલો જ જવાબદાર નથી. રિપોર્ટ જણાવે છે કે, નવેમ્બર, 2016માં નરેન્દ્ર મોદી સરકારના નોટબંધીના નિર્ણય અને જીએસટીના રૂપમાં નવી ટેક્સ વ્યવસ્થા લાગૂં થવાની અસર પણ કંપની પર પડી રહી છે. રામદેવ 2014ના સામાન્ય ચૂંટણી સમય સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારના વખાણ કરતાં રહ્યાં છે. જોકે, તેમની કંપનીની નાણાકિય રિપોર્ટમાં નોટબંધી અને જીએસટીને લઈને ફરિયાદ કરવામાં આવી છે. કંપનીનું માનવું છે કે, નોટબંધીથી ગ્રાહકો પર અસર પડી અને સેલ્સ ટેક્સના કારણે કંપનીના રોકાણ અને પ્રોડક્ટના ખર્ચમાં વધારો થઈ ગયો.

રોયટર્સે મુંબઈ સ્થિત પતંજલિના એક સ્ટોર પર જઈને પૂછ-પરછ કરીને તપાસ કરી. જ્યાં વેચાઈ રહેલ કંપનીની 81 પ્રોડક્ટમાંથી 27 પર લાગેલ લેબલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેઓ આંશિક અથવા પૂર્ણ રીતે ભારતીય ઉત્પાદકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ વિશે જ્યારે સપ્લાયર્સ સાથે વાત કરવામાં આવી તો તેમને કોઈ જ જવાબ આપવાથી ઈન્કાર કરી દીધો હતો.

અસલમાં પતંજલિની પોતાની ફેક્ટરીઓના નિર્માણમાં વિલંબ થયો છે. મહારાષ્ટ્રમાં એક ફૂડ પ્લાન્ટ એપ્રિલ, 2017 સુધી બનવાનો હતો. જ્યારે દિલ્હી બહાર એક આયુર્વેદિક ઉત્પાદકોની ફેક્ટરી 2016 સુધી તૈયાર થવાની હતી. જોકે, હવે આ બંનેનું કામ 2020 સુધી વધી ગયું છે. તો કંપનીનું કહેવું છે કે, આવું એક સાથે ચાલી રહેલ કેટલીક યોજનાઓના કારણે થયું છે. એવામાં પ્રશ્ન ઉભા થઈ ર્હાયં છે કે, શું પતંજલિ ખરેખર પોતાની બધી જ પ્રોડક્ટ પોતે બનાવી રહી છે?

અન્ય પણ અનેક સમસ્યાઓ છે. પતંજલિનું મેનેજમેન્ટ કોર્પોરેટ કલ્ચરથી ખુબ જ અલગ છે. કહેવામાં આવી રહ્યું છે કે, હરિદ્વાર સ્થિત મુખ્ય પ્લાન્ટમાં કામ કરનાર કર્મચારીઓને રોજ સવારે ‘ઓમ’નો જાપ કરાવવામાં આવે છે. જ્યારે વરિષ્ઠ મનેજરો માટે સફેદ કપડા પહેરવા ફરજિયાત છે. પૂર્વ કર્મચારીઓ જણાવે છે કે, ડ્રેસ સંબંધિત નિયમોનું પાલન ના કરવા અથવા તેમાં વિલંબ કરવા પર પૈસા પણ કાપવામાં આવતા હતા. કંપની એક તરફ 25000 લોકોને રોજગાર આપવાનો દાવો કરે છે. જોકે, એક પૂર્વ કર્ચમારીની માનીએ તો 2017ના મધ્યથી સેકન્ડો પદ ખાલી પડ્યા છે. આ વિશે પૂછવામાં આવેલ પ્રશ્ન પર રોયટર્સને કંપની તરફથી કોઈ જ પ્રતિક્રિયા મળી નહીં.

બાલકૃષ્ણ અનિશ્ચિતતામાં છે

રોયટર્સે જ્યારે પતંજલિના સીઈઓ બાલકૃષ્ણથી તાજા નાણાકિય વર્ષમાં આંકડાઓ વિશે જાણકારી લેવાની કોશિષ કરી તો તેમને આ જાણકારી આપવાથી ઈન્કાર કરી દીધું. સાથે જ તેમને તે પણ ન જણાવ્યું કે, પાછલા નાણાકિય વર્ષમાં કંપનીએ કેટલું વેચાણ કર્યું છે. જોકે, તેમને તે જરૂર કહ્યું કે, ભવિષ્યમાં પતંજલિ વેચાણના આંકડાઓ સારા હશે. આ સમાચાર એજન્સીએ આ સંબંધમાં પતંજલિના જનસંપર્ક અધિકારી કેકે મિશ્રાને પણ કેટલાક પ્રશ્ન પૂછ્યા. આના પર તેમને કહ્યું કે, તેઓ પ્રશ્નોને એક વિશેષ સમિતિને મોકલી ચૂક્યા છે. એજન્સીએ બાલકૃષ્ણના સહાયકોએ પણ તે પ્રશ્નો જ મોકલ્યા છે જેનો બાલકૃષ્ણએ કોઈ જ જવાબ આપ્યો નથી.