Gujarat Exclusive > દેશ-વિદેશ > બીપી મંડલ જેમની ભલામણોએ ભારતનું રાજકારણ બદલી નાખ્યુ, જાણો કોણ હતા?

બીપી મંડલ જેમની ભલામણોએ ભારતનું રાજકારણ બદલી નાખ્યુ, જાણો કોણ હતા?

0
9756

વર્ષ 1990માં કેન્દ્રની તત્કાલીન વિશ્વનાથ પ્રતાપ સિંહ સરકારે બીજો પછાત વર્ગ આયોગ, જેને ખાસ કરીને મંડલ આયોગના રૂપમાં ઓળખવામાં આવે છે, જેમણે એક ભલામણ લાગુ કરી હતી.આ ભલામણ અન્ય પછાત વર્ગના ઉમેદવારોને સરકારી નોકરીઓમાં તમામ સ્તર પર 27 ટકા અનામત આપવાની હતી. આ નિર્ણયે ભારત, ખાસ કરીને ઉત્તર ભારતના રાજકારણને બદલી નાખ્યુ હતું. આ પંચના અધ્યક્ષ બિંદેશ્વરી પ્રસાદ મંડળ એટલે કે બીપી મંડલ હતા.

વર્ષ 2018માં બીપી મંડલના 100 વર્ષ પૂર્ણ થયા છે. બીપી મંડલનો જન્મ 25 ઓગસ્ટ,1918માં બનારસમાં થયો હતો. બીપી મંડલ ધારાસભ્ય, સાંસદ,મંત્રી અને બિહારના મુખ્યમંત્રી પણ રહ્યાં પરંતુ બીજો પછાત વર્ગ આયોગના અધ્યક્ષના રૂપમાં કરવામાં આવેલી ભલામણોને કારણે જ તેમણે ઇતિહાસમાં નાયક, ખાસ કરીને પછાત વર્ગના એક મોટા આઇકનના રૂપમાં યાદ કરવામાં આવે છે. બીજા પછાતવર્ગ આયોગની રચના ઇમરજન્સી પછી 1977માં થયેલી ચૂંટણીમાં બનેલી જનતા પાર્ટીની મોરારજી દેસાઇની સરકારે કરી હતી.જનતા પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં આવા આયોગની રચનાની જાહેરાત કરી હતી.હરિયાણાના પૂર્વ રાજ્યપાલ ધનિક લાલ મંડલ મોરારજી સરકારમાં ગૃહ રાજ્યમંત્રી હતા, તેમણે ત્યારે રાજ્યસભામાં આ આયોગની રચનાની જાહેરાત કરી હતી.

બાળપણથી જ અવાજ બુલંદ હતો

બીપી નંડલનો જ્યારે જન્મ થયો ત્યારે તેમના પિતા રાસ બિહારી લાલ મંડલ બીમાર હતા અને બનારસમાં અંતિમ શ્વાસ ગણી રહ્યાં હતા. જન્મના આગામી દિવસે બીપી મંડલના પિતાનું નિધન થયું. મૃત્યુ સમયે બિહારી લાલ મંડલની ઉંમર માત્ર 54 વર્ષ હતી. બીપી મંડલનો સબંધ બિહારના મધેપુરા જિલ્લાના મુરહો ગામના એક જમીનદાર પરિવાર સાથે હતો. મધેપુરાથી 15 કિલોમીટરના અંતરે મુરહો ગામ છે. આ ગામના કિરાઇ મુસહર વર્ષ 1952માં મુસહર જાતિથી ચૂંટણી જીતનારા પ્રથમ સાંસદ હતા.

મુસહર હજુ પણ બિહારના સૌથી વંચિત જાતીમાંથી એક છે, કિરાઇ મુસહર સાથે જોડાયેલી મુરહોની ઓળખ હવે લગભગ ભુલાવી દેવામાં આવી છે. હવે આ ગામ બીપી મંડલના ગામના રૂપમાં ઓળખાય છે. રાષ્ટ્રીય રાજમાર્ગ-107થી નીચે ઉતરી મુરહો તરફ વધતા જ બીપી મંડલનું નામનો મોટો કોંક્રીટ તોરણ દ્વાર છે. ગામમાં તેમની સમાધિ પણ છે.

બીપી મંડલના શરૂઆતનો અભ્યાસ મુરહો અને મધેપુરામાં થયો. હાઇસ્કૂલનો અભ્યાસ દરભંગા સ્થિત રાજ હાઇસ્કૂલમાં કર્યો હતો. સ્કૂલમાંથી પછાતના હકમાં અવાજ ઉઠાવવાનું શરૂ કર્યુ હતું.જેડીયૂના પ્રવક્તા એડવોકેટ નિખિલ મંડલ બીપી મંડલના પૌત્ર છે.

સ્કૂલ બાદનો અભ્યાસ તેમણે બિહારના પાટનગર પટણા કોલેજમાં કર્યો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે કેટલાક દિવસ ભાગલપુરમાં મેજિસ્ટ્રેટના રૂપમાં પણ સેવા આપી અને વર્ષ 1952માં ભારતમાં પ્રથમ ચૂંટણીમાં મધેપુરાથી કોંગ્રેસની ટિકિટ પર બિહાર વિધાનસભાના સભ્ય બન્યા.બીપી મંડલને રાજકારણ વારસામાં મળી હતી.

50 દિવસ મુખ્યમંત્રી રહ્યાં

બીપી મંડલ વર્ષ 1967માં લોકસભા માટે ચૂંટાયા હતા.જોકે, ત્યાર સુધી તે કોંગ્રેસ છોડીને રામ મનોહર લોહિયાની આગેવાની ધરાવતી સંયુક્ત સોશ્યલિસ્ટ પાર્ટીના પ્રમુખ નેતા બની ચુક્યા હતા. 1967ની ચૂંટણી પછી બિહારમાં મહામાયા પ્રસાદ સિન્હાના નેતૃત્વમાં પ્રથમ બિન કોંગ્રેસી સરકાર બની જેમાં બીપી મંડલ સ્વાસ્થ્ય મંત્રી બન્યા. આ એક ગઠબંધનની સરકાર હતી. આ સરકાર આશરે 11 મહિના જ ટકી શકી હતી.

આ વચ્ચે બીપી મંડલે પણ પોતાના દળ સાથે ગંભીર મતભેદ થયા હતા, તેમણે સંયુક્ત સોશ્યલિસ્ટ પાર્ટીથી અલગ થઇને શોષિત દળ બનાવ્યુ અને પછી પોતાના જૂના દળ કોંગ્રેસને જ સમર્થનથી 1 ફેબ્રુઆરી, 1968માં બિહારના મુખ્યમંત્રી બન્યા. આ પદ પર તે માત્ર 50 દિવસ જ રહી શક્યા હતા.

ઇન્દિરાએ લાગુ નહતો કર્યો રિપોર્ટ

મંડલ આયોગની રચના મોરારજી દેસાઇની સરકારના સમયે 1 જાન્યુઆરી,1979માં થઇ હતી અને આ આયોગે ઇન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન 31 ડિસેમ્બર,1980માં રિપોર્ટ સોપ્યો હતો, તેમના મિત્ર રહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી સતીશ પ્રસાદ સિંહ જણાવે છે, 1980ની ચૂંટણીમાં હું કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર સાંસદ બન્યો હતો. સરકાર બદલાયા બાદ બીપી મંડલના કહેવા પર મે આયોગના કાર્યકાળ વધારવાની ભલામણ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને કરી હતી, જેને તેમણે સ્વીકાર કરી લીધો હતો.’

બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્ર કહે છે કે તેમણે નાના ભાઇના રૂપમાં બીપી મંડલનો સ્નેહ મળ્યો. જગન્નાથ મિશ્ર જણાવે છે કે બીપી મંડલે પોતાના રિપોર્ટમાં ઇન્દિરા ગાંધીની પ્રશંસા પણ કરી છે.

13 એપ્રિલ,1982માં પટણામાં બીપી મંડલનું મોત થયુ, તે સમયે જગન્નાથ મિશ્ર બિહારના મુખ્યમંત્રી હતા. મંડલના પરિવારજનોએ ઇચ્છા વ્યક્ત કરી કે અંતિમ સંસ્કાર મધેપુરા સ્થિત પૈતૃક ગામ મુરહોમાં કરવા માંગે છે. જગન્નાથ મિશ્રાએ પાર્થિવ શરીરને લઇ જવા માટે સરકારી પ્લેનની વ્યવસ્થા કરી હતી અને તેમની સાથે પણ ગયા હતા.

કેટલીક ભલામણ લાગુ થવાની બાકી

મંડલ આયોગની ભલામણોના આધાર પર પહેલા 1990માં પછાત વર્ગને નોકરીઓમાં અનામત મળી અને બાદમાં મનમોહન સિંહની સરકારના કાર્યકાળ દરમિયાન વર્ષ 2006માં ઉચ્ચ શિક્ષણમાં વ્યવસ્થા લાગુ કરવામાં આવી.

મંડલ આયોગની ભલામણો લાગુ થવા, ખાસ કરીને નોકરી સબંધિ ભલામણ લાગુ થયા બાદ પછાત વર્ગમાંથી આવનારી એક મોટી વસ્તી હવે યુવાન બની ગઇ છે. એવામાં મે યુવા નેતા અને રાષ્ટ્રીય લોકતાંત્રિક દળના રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય સંતોષ યાદવને પૂછ્યુ કે યુવા પેઢી તેમણે ક્યા રૂપમાં યાદ કરે છે?

બીજી તરફ મંડલ આયોગની કેટલીક મહત્વની ભલામણોને હજુ પણ જમીન પર ઉતારવાની બાકી છે. આ જાણવુ રસપ્રદ છે કે એક જમીનદાર પરિવાર સાથે સબંધ રાખતા મંડલ આયોગની ભલામણોમાં ભૂમિ સુધાર સબંધી ભલામણ પણ છે.

મેન વર્સેજ વાઇલ્ડમાં મોદીની હિન્દી કઇ રીતે સમજી રહ્યાં હતા બેયર ગ્રિલ્સ, PMએ ખોલ્યુ રહસ્ય