Gujarat Exclusive > The Exclusive > B J Medical College: કોરોનાકાળમાં ‘ના રજા, ના રીસેસ, બસ કામ જ વિશેષ ‘

B J Medical College: કોરોનાકાળમાં ‘ના રજા, ના રીસેસ, બસ કામ જ વિશેષ ‘

0
218
  • બી જે મેડિકલની માઈક્રો બાયોલોજી લેબમાં1.04લાખથી વધુ  ટેસ્ટ
  • 8 ફેબ્રુઆરીથી B J Medical Collegeનો સ્ટાફ સતત કાર્યરત છે

અમદાવાદઃ સમગ્ર દેશ અને વિશ્વ કોરોનામાં સચેત થઇ ગયું છે. પરંતુ આ બધામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની બી જે મેડિકલ કોલેજ (B J Medical College)ની માઇક્રો બાયોલોજી લેબ ‘ના રજા, ના રીસેસ, બસ કામ જ વિશેષ ‘ના સૂત્ર સાથે સતત કાર્યરત છે.

‘કોરોના’ આ શબ્દ લોકોના જીવનમાં એટલો તો વણાઈ ગયો છે કે આ શબ્દ કાને અથડાતા જ સૌ કોઈના કાન સરવા થઈ જાય છે. આ સમયગાળામાં બે પરિસ્થિતિ સર્જાઈ હતી. જેમાં એક પક્ષ કામ સિવાય કોઈ વાત ન હતી. અને બીજા પક્ષ પાસે કામ જ ન હતું. જોકે ઘણા લોકોએ અન્ય પ્રવૃત્તિ ચાલુ કરીને નીત નવું કરીને જીવનમાં અધૂરું રહેલું કાર્ય પૂર્ણ કર્યું હતું.

B J Medicalમાં માત્ર એક જ વિભાગ જ્યાં…

પણ પેરામેડીકલ અને મેડિકલ (B J Medical College)સ્ટાફની કામગીરી અને જવાબદારીમાં બમણો વધારો થયો હતો. આવા જ એક વિભાગની વાત કરીએ તો ત્યાં ન તો રજા હતી, ન રિસેશ હતી. માત્ર કામ એ જ વિશેષ હતું.

BJ Medical

આ પણ  વાંચોઃ કોવિડ-19 પેકેજઃ ગુજરાતને હજી કેન્દ્રએ 85 કરોડ ચૂકવવાના બાકી

અમદાવાદની સિવિલ, એસ.વી.પી. તથા અન્ય હોસ્પિટલો આજે અન્ય રોગોની સારવારની સાથે કોરોનાની સારવાર માટે પણ સમગ્ર દેશમાં જાણીતી થઈ છે. સીવીલ હોસ્પિટ્લ સંકુલમાં આવેલી 1200 બેડની હોસ્પિટલ આજે અનેક દર્દીઓ માટે જીવન સંજીવની પુરવાર થઈ છે. આ હોસ્પિટલમાં અનેક તબીબો, નર્સો, પેરા મેડિકલ સ્ટાફ 24/7 કાર્યરત રહે છે.

સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજની માઈક્રો બાયોલોજી લેબોરેટરી પણ સતત 24 કલાક કાર્યરત રહે છે. એટલું જ નહી પરંતુ દિવસ-રાત શહેરીજનો ઉપરાંત રાજ્યભરમાંથી આવતા દર્દીઓના સેમ્પલ ટેસ્ટ કરે છે. અત્યાર સુધી અહીં કુલ ૧.૦૪ લાખથી વધુ ટેસ્ટ કરાયા છે.

B J Medical Collegeના માઈક્રો બાયોલોજી ડીપાર્ટમેન્ટના એસોસીએટ પ્રોફેસર ડો. સુમિતા સોની કહે છે કે, આ લેબોરેટરી ૮મી ફેબ્રુઆરીથી સતત કાર્યરત છે. એક પણ રજા લીધા વિના આ સ્ટાફ દિવસ રાત કામ કરતો રહ્યો છે, અને એટલે જ અત્યાર સુધીમાં 1.04 લાખથી વધુ ટેસ્ટ કરી શકાયા છે.

ગુજરાતમાં હાલ 40  લેબમાં RT-PCR મેથડથી ટેસ્ટ

લેબોરેટરીના ટ્યુટર ડો. દિપા કિનારીવાલા કહે છે કે, ICMR દ્વારા બી.જે.મેડિકલ કોલેજને ક્વોલિટી કંટ્રોલ ટેસ્ટિંગ માટે કામગીરી સોંપવામાં આવી છે. ગુજરાતમાં હાલ 40 જેટલી લેબોરેટરીમાં RT-PCR મેથડથી કોરોનાના ટેસ્ટ કરાય છે. આ લેબોરેટરીઓમાંથી દર માસે સેમ્પલ બી.જે.મેડિકલ કોલેજ (B J Medical College)ની લેબોરેટરીમાં ક્રોસ ચેકીંગ માટે મોકલવામાં અવે છે.

આ પણ વાંચોઃ 17 કરોડનું કૌભાંડ : ભાજપ મંત્રીના પુત્રની કંપની પાસે માત્ર કાગળ પર 330 ચેકડેમ

તેના માટે ICMR દ્વારા ડેટા એન્ટ્રી પોર્ટલ ચાલુ કરાયુ છે. આ સેમ્પલની એન્ટ્રી એ પોર્ટલમાં કરાય છે. બન્ને લેબોરેટરીનું રીઝલ્ટ પોર્ટલમાં નાંખવામાં આવે છે અને ICMR દ્વારા બન્ને પરિણામોનું એસેસમેન્ટ કરાય છે અને ફાઈનલ રીઝલ્ટ જાહેર કરાય છે. આ ઉપરાંત બી.જે.મેડિકલ કોલેજ રેપિડ એન્ટિજન ટેસ્ટીંગ કિટ માટે પણ વેલિડેશન સેન્ટર તરીકે કાર્ય કરે છે. દેશમાં રેપિડ ટેસ્ટ વધતા તેના વેલીડેશન માટે કામગીરી પણ વધી છે.’ એમ તેઓ ઉમેરે છે.

સેમ્પલનું ક્રોસ ચેકીંગ કેમ ? B J Medical College

ડો. દિપા કિનારીવાલા કહે છે કે, કોઈ પણ લેબોરેટરીમાં વ્યક્તિ, મશીન કે અન્ય એરર આવી શકે છે, ત્યારે કોઈ પણ સેમ્પલનું ભુલભરેલું પરીક્ષણ અનેક સમસ્યાઓ ઉભી કરી શકે છે. ક્રોસ ચેકિંગમાં આવી ભુલ પકડાઈ જાય અને કોઈ વ્યક્તિ તેનો ભોગ ના બને તે માટે આવી સીસ્ટમ સક્રિય કરાઈ છે. આ પધ્ધતિથી અત્યાર સુધીમાં ૫૦૦ થી વધુ સેમ્પલ ટેસ્ટીંગ ક્વોલિટી કંટ્રોલ માટે કરાયું છે.

BJ Medical

આજ રીતે બી.જે.મેડિકલ કોલેજનું ક્વોલિટી કંટ્રોલ ટેસ્ટીંગ NIV(PUNE) દ્વારા કરાય છે, એમ તેઓ કહે છે.

19મી માર્ચે પ્રથમ પોઝિટિવ કેસ આવ્યો B J Medical College

જ્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. દિશા પટેલ કહે છે કે, અમારી લેબોરેટરીમાં ૧૯મી માર્ચે રાજ્યનો પ્રથમ પોઝીટીવ કેસ ડાયોગ્નોઝ થયો, ત્યારથી આજ સુધી કોઈ સ્ટાફે એક પણ રજા કે રીસેશ માણી નથી. અમે સતત કાર્યરત રહ્યા છીએ. જો કે ટેસ્ટીંગના પરિમાણ(કીટ) બદલાતા ગયા તેમ તેમ સતત નિષ્ણાત તબીબો દ્વારા ટેક્નીશીયન્સને તાલિમ પણ આવી રહી છે.

આ પણ વાંચોઃ રુપાણી સરકારે વ્હાલાં-દવલાંની નીતિ અપનાવી Jain Derasar બાંધવાની મંજૂરી આપ્યાનો આરોપ

આ માટે રાજ્ય સરકારે પુર્ણ સહયોગ આપ્યો છે. આ ટેસ્ટ કરવા માટે લોજીસ્જ્ટિક મેનેજમેન્ટમાં ક્યારેય ઓટ નથી આવી. લોકડાઉન જેવી પરિસ્થિતિમા પણ રાજ્ય સરકારે તે માટેની કિટ, કન્ઝ્યુમેબલ્સ સપ્લાયમાં PPE Kit, N-95, હેન્ડ વોશ- સેનિટાઈઝ મટિરીયલ, ઈક્વિપમેન્ટ્સ, તેનું મોનિટરીંગ એમ એક પણ ક્ષેત્રે અમને ઉણપ વર્તાવા નથી દીધી.