Gujarat Exclusive > દેશ-વિદેશ > અજીમ પ્રેમજીએ શિવ નાદર અને મુકેશ અંબાણી કરત દસ ગણું વધારે દાન કર્યું

અજીમ પ્રેમજીએ શિવ નાદર અને મુકેશ અંબાણી કરત દસ ગણું વધારે દાન કર્યું

0
90
  • અજીમ પ્રેમજી કળયુગના કર્ણ છે

દેશમાં ચારે તરફ કોરોનાના કહેરના કારણે મોટી સંખ્યામાં લોકો મરી રહ્યાં છે, દેશમાં માહોલ તણાવ ભર્યો છે. તેવામાં દેશના કરોડપતિઓ અને ઉદ્યોગપતિઓએ કેટલુ દાન આપ્યુ તેના આંકડા પણ જાહેર થયા છે.

હુરુન ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે 2020માં દેશના સૌથી મોટા 90 દાનવીરોએ કુલ 9324 કરોડ રુપિયા દાનમાં આપ્યા છે. દાનવીરોના આ લિસ્ટમાં 10 કરોડ રુપિયાથી વધારે દાન આપનારાઓની સંખ્યા બે વર્ષમાં બમણી થઈ છે. 2020માં આવા લોકોની સંખ્યા 80 પર પહોંચી છે. લિસ્ટમાં સામેલ દાતાઓની સરેરાશ ઉંમર 66  છે. ફ્લિપકાર્ટના કો ફાઉન્ડર બિની બસંલ 40 વર્ષના પહેલા એવા ડોનર છે જે આ લિસ્ટમાં સામેલ થયા છે.

ભારતમાં સૌથી વધારે દાન અઝીમ પ્રેમજીએ કર્યુ છે. તેમણે 7904 કરોડ રુપિયા દાન કર્યા છે. જેમાંથી મોટાભાગનો ખર્ચ શિક્ષણના ક્ષેત્રમાં થયો છે. બીજા ક્રમે એચસીએલના શિવ નાડર છે. જેમણે 795 કરોડ રુપિયાનું દાન કર્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણીએ 458 કરોડ રુપિયા દાન કર્યુ છે.

અઝીમ પ્રેમજીએ એટલા કરોડો રૂપિયા દાન કર્યાં છે કે, તેમની આસ-પાસ અન્ય કોઈ ઉદ્યોગપતિ દેખાતો નથી. તેમને લોકો કળયુગના દાનવીર કર્ણ ગણાવી રહ્યાં છે.

બીજા ઉદ્યોગપતિઓની યાદી આ પ્રમાણે છે

કુમાર મંગલમ બિરલા 275 કરોડ

વેદાંતાના અનિલ અગ્રવાલ 215 કરોડ

પીરામલ એન્ટરપ્રાઈઝના અજય પીરામલ 196 કરોડ

ઈન્ફોસિસના નંદન નીલેકણી 159 કરોડ

હિન્દુજા ગ્રૂપના હિન્દુજા બ્રધર્સ 133 કરોડ

ગૌતમ અદાણી 88 કરોડ

ટોરેન્ટ ફાર્માના સુધીર મહેતા અને સમીર મહેતા 82 કરોડ

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat