Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > અંગ્રેજોના સમયમાં થયો હતો અયોધ્યામાં મંદિર હોવાનો દાવો, જાણો અત્યાર સુધીની સમગ્ર કહાની

અંગ્રેજોના સમયમાં થયો હતો અયોધ્યામાં મંદિર હોવાનો દાવો, જાણો અત્યાર સુધીની સમગ્ર કહાની

0
899

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજે 16 ઓક્ટોબરના રોજ અયોધ્યા વિવાદની સુનાવણીનો અંતિમ દિવસ છે. આજની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી શકે છે. એક દિવસ પહેલા જ CJIએ સંકેત આપ્યો હતો કે, બુધવારે દલીલો પૂરી થઈ જશે અને ચૂકાદો સુરક્ષિત રાખવામાં આવશે. આજે સુનાવણીના અંતિમ દિવસે હિન્દૂ પક્ષના વકીલને 45 મિનિટ અને મુસ્લિમ પક્ષના વકીલને 1 કલાકનો સમય ચર્ચા કરવા માટે મળશે. તો ચાલો જાણીએ…અયોધ્યા વિવાદ ક્યારે શરૂ થયો?

→ 1813માં પ્રથમ વખત મંદિર હોવાનો દાવો કરાયો
→ 1859માં બ્રિટિશ સરકારે વિવાદિત સ્થળે તારની વાડ બાંધી
→ 1985માં મહંત રઘુવર દાસે મંદિર બનાવવાની મંજૂરી
→ 1934માં વિવાદિત ક્ષેત્રમાં પ્રથમ વખત હિંસા થઈ
→ 1950માં ગોપાલસિંહ વિશારદે પૂજાની મંજૂરી માંગી
→ 1959માં નિર્મોહી અખાડાએ પોતાનો હક્ક જતાવ્યો
→ 1961માં સુન્ની વક્ફ બોર્ડે માલિકી હક્ક માટે દાવો માંડ્યો
→ 1984માં વિશ્વ હિંદૂ પરિષદે મુદ્દો બનાવ્યો
→ 1986માં બાબરી એક્શન કમિટીનું ગઠન થયું
→ 1986માં ફૈજાબાદ કોર્ટે પૂજાની પરવાનગી આપી
→ 6 ડિસેમ્બર 1992માં વિવાદિત ઢાંચો ધ્વસ્ત કરાયો
→ 2002માં અયોધ્યા વિવાદની સુનાવણી HCમાં શરૂ થઈ
→ 2003માં ASIએ હાઈકોર્ટના આદેશ પર ખોદકામ શરૂ કર્યું
→ 2011માં હાઈકોર્ટે વિવાદિત જમીનના ત્રણ ભાગ કર્યા
→ 2011 ફેબ્રૂઆરીમાં હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો
→ 2011 મેં મહિનામાં સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થઈ
→ 2019 ફેબ્રુઆરીમાં સમગ્ર કેસને મધ્યસ્થતા કમિટીને સોંપવામાં આવ્યો
→ 2019 ઓગસ્ટમાં અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં રોજિંદી સુનાવણી શરૂ થઈ

• મુખ્ય દલીલ અંદાજે 165 કલાક ચાલી
• હિન્દૂ પક્ષે 16 દિવસમાં 67 કલાક અને 35 મિનિટ દલીલો રજૂ કરી
• મુસ્લિમ પક્ષે 18 દિવસમાં 71 કલાક અને 35 મિનિટ પોતાનો પક્ષ રાખ્યો
• જવાબી દલીલોમાં બન્ને પક્ષોએ 25 કલાક અને 50 મિનિટ લીધી
• બન્ને પક્ષોના વકીલોએ એક પણ નવો કેસ હાથમાં ના લીધો
• વકીલોએ જૂના કેસોની સુનાવણીની તારીખ આગળ વધારી
• ન્યાયિક ઈતિહાસમાં બીજો સૌથી લાંબો ચાલનાર કેસ
• કેશવાનંદ ભારતી કેસમાં 68 દિવસ સુધી સુનાવણી થઈ હતી
• હિંદૂ પક્ષે કુરાન અને બાબરનામાને વાંચ્યું
• મુસ્લિમ પક્ષે રામચરિત માનસ અને સ્કંદ પુરાણ વાંચ્યું
• મુસ્લિમ પક્ષે અંદાજે 700 પુસ્તકોનો અભ્યાસ કર્યો
• મુસ્લિમ પક્ષે 10 લાખ રુપિયાના પુસ્તકો ખરીદ્યા
• હિન્દુ પક્ષના વકીલોએ રોજ 20 થી 22 કલાક કામ કર્યું
• હિન્દુ પક્ષના વકીલો શનિવાર-રવિવાર માત્ર 4 કલાક સૂતા હતા
• હિન્દુ પક્ષકારોએ 7.5 લાખ પાનાની ફોટો કોપી કરાવી
• મુસ્લિમ પક્ષે 5 લાખ પાનાની ફોટો કોપી કરાવી

♦ હિન્દુ પક્ષનો દાવો
→ 2.77 એકર વિવાદિત ભૂમિ પર મંદિર હતું
→ મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી
→ વિવાદિત જમીન પર અમારો માલિકી હક્ક
→ 85 સ્તંભ અને ASIની રિપોર્ટમાં મંદિર હોવાની પુષ્ટિ
→ ખોદકામમાં મળેલા અવશેષ મંદિર હોવાના પુરાવા
→ કુરાન પ્રમાણે મસ્જિદમાં ચિત્રોની મનાઈ
→ 1934 બાદ મુસ્લિમોએ નમાજ બંધ કરી
→ વિવાદિત જગ્યાએ હિન્દુઓએ પૂજા યથાવત રાખી
→ હિન્દુ વર્ષ 1800ની પહેલાથી સતત પૂજા કરી રહ્યા છે
→ કેન્દ્રીય ગુંબજની નીચેવાળી જગ્યા રામનું જન્મ સ્થાન
→ નમાજ પઢવાની કોઈ જગ્યાએ મસ્જિદ ના હોઈ શકો
→ આસપાસ કબર હોય, તો નમાજ ના પઢી શકાય

♦ મુસ્લિમ પક્ષનો દાવો
→ વિવાદિત સ્થળે કોઈ મંદિર નહતું
→ સપાટ જમીન પર મસ્જિદનું નિર્માણ
→ મંદિર તોડીને મસ્જિદ નથી બનાવાઈ
→ વિવાદિત જગ્યાએ રામનો જન્મ નહી
→ પૂજારીએ કહેલી વાત પર દાવો કેવી રીતે?
→ અંગ્રેજો અમને ગ્રાન્ટ પણ આપતા હતા
→ અંગ્રેજોએ હિન્દુઓને માત્ર પૂજા કરવાનો હક્ક આપ્યો
→ અમને નમાજ પઢતા પરાણે રોકવામાં આવ્યા
→ નમાજ બંધ થઈ, પરંતુ કબ્જો અમારો રહ્યો
→ ASIના રિપોર્ટમાં માત્ર વિશેષજ્ઞોના વિચાર
→ અનેક એવી મસ્જિદો છે, જેમાં ચિત્રકામ કરાયું હોય
→ ખોદકામ દરમિયાન મળેલા અવશેષ મસ્જિદના પણ હોઈ શકે
→ મસ્જિદોમાં ચિત્રોની મનાઈનો તર્ક ખોટો

♦ અયોધ્યા કેસના વકીલ

◘ હિન્દુ પક્ષ
→ કે. પરાસરન (રામલલા વિરાજમાન)
→ સીએસ વૈદ્યનાથન (રામલલા વિરાજમાન)
→ સુશીલ જૈન (નિર્મોહી અખાડા)
→ પીએન મિશ્રા (જન્મભૂમિ પુરરૂદ્ધાર સમિતિ)
→ એમસી ઢિંગરા (શિયા વક્ફ બોર્ડ)

◘ મુસ્લિમ પક્ષ
→ રાજીવ ધવન
→ ઝફરયાબ જિલાની
→ મીનાક્ષી અરોરા
→ શેખર નાફડે

અયોધ્યા કેસ: સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણીનો અંતિમ દિવસ, CJIએ આપ્યા સંકેત