Gujarat Exclusive > The Exclusive > અયોધ્યા વિવાદ: 1528થી અત્યાર સુધીનો સમગ્ર ઘટનાક્રમ

અયોધ્યા વિવાદ: 1528થી અત્યાર સુધીનો સમગ્ર ઘટનાક્રમ

0
5942

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટે શનિવારે પોતાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં શરૂઆતથી આજ સુધીનો સમગ્ર ઘટનાક્રમ આ પ્રમાણે છે.

1528

બાબરના એક સેનાપતિ મીર બકીએ અયોધ્યામાં મસ્જિદનું નિર્માણ કરાવ્યું, જેને હિન્દુ ભગવાન રામનું જન્મસ્થળ માને છે.

1528-1731

મસ્જિદના નિર્માણથી લઇને 1731 દરમિયાન આ ઈમારત પર કબ્જાને લઈને બંને સમુદાયો વચ્ચે 64 વખત સંઘર્ષ થયો.

1822

ફૈઝાબાદ અદાલતના કર્મચારી હફીજુલ્લાએ સરકારને મોકલેલ એક રિપોર્ટમાં કહ્યું કે, રામના જન્મસ્થળ પર બાબરે એક મસ્જિદ બનાવી હતી.

1852

અવધના અંતિમ નવાબ વાજિદ અલી શાહના શાસનમાં અહીં પ્રથમ વખત કોઈ મારપીટની ઘટનાનો લેખિતમાં ઉલ્લેખ થયો. નિર્મોહી પંથના લોકોએ દાવો કર્યો કે, બાબરે એક મંદિરને તોડીને મસ્જિદ બનાવી હતી.

1855

હનુમાનગઢી પર બેરાગિયો અને મુસલમાનો વચ્ચે યુદ્ધ થયો. વાજિદ અલી શાહે બ્રિટિશ રેજિડેન્ટ મેજર આર્ટમને અયોધ્યાની સ્થિતિ પર એક પત્ર મોકલ્યો. આમા પાંચ દસ્તાવેજ લગાવીને તે જણાવવામાં આવ્યું કે, આ વિવાદિત ઈમારતને લઇને મોટાભાગે હિન્દુ-મુસલમાનોમાં તણાવ રહે છે.

1859

બ્રિટિશ સરકારે આ પવિત્ર સ્થાનની ઘેરાબંદી કરી લીધી. અંદરનો ભાગ મુસ્લિમોને નમાઝ પઢવા માટે અને બહારનો હિસ્સો હિન્દુઓને પૂજા માટે આપવામાં આવ્યો.

1860

ડિપ્ટી કમિશ્નર ફૈઝાબાદની કોર્ટમાં મસ્જિદની દેખરેખ રાખી રહેલ રજ્જન અલીએ એક અરજી કરી કે, મસ્જિદ પરિસરમાં એક નિહંગ શિખે નિશાન સાહિબ લગાવીને એક ચબૂતરો બનાવી દીધો છે, તેને હટાવી લેવામાં આવે.

1877

મસ્જિદની દેખરેખ કરનાર મોહમ્મદ અસગરે ડિપ્ટી કમિશનરની ઓફિસમાં અરજી આપીને ફરિયાદ કરી કે બેરાગી મહંત બલદેવ દાસે મસ્જિદ પરિસરમાં એક ચરણ પાદૂકા મૂકી દીધી છે, જેની પૂજા થઇ થઇ રહી છે. તેમને પૂજા માટે ચૂલ્હો પણ બનાવ્યો છે. કદાચ અહીં હવનકૂંડ રહ્યો હશે. અદાલતે કંઇ હટાવ્યું તો નહીં, પરંતુ મહંત બલદેવને આગળ કંઇ કરવા માટે રોકી દેવામાં આવ્યા અને મુસ્લિમોને મસ્જિદમાં જવા માટે અન્ય એક રસ્તો બનાવી દીધો.

15 જાન્યુઆરી, 1885

પ્રથમ વખત અહીં મદિર બનાવવાની માંગ અદાલતમાં પહોંચી. મહંત રઘુબર દાસે પ્રથમ કેસ ફાઈલ કર્યો. તેમને રામચબૂતરા પર એક મંડપ બનાવવાની પરવાનગી માંગી, જે તેમના કબ્જામાં હતો. સંયોગથી આ વર્ષે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના પણ થઇ.

24 ફેબ્રુઆરી, 1885

ફેઝાબાદની જિલ્લા અદાલતે મહંત રઘુબર દાસની અરજીને તે કહીને ફગાવી દીધી કે, તે જગ્યા મસ્જિદની એકદમ નજીક છે. આનાથી ઝગડા થઇ શકે છે. સબ જજ હરિકિશને પોતાના નિર્ણયમાં માન્યું કે, ચબૂતરા પર રઘુબર દાસનો કબ્જો છે. તેમને એક દીવાર બનાવીને ચબૂતરાને અલગ કરવાની સલાહ આપી, પરંતુ કહ્યું કે, મંદિર બની શકે નહીં.

17 માર્ચ, 1886

મહંત રઘુબર દાસે જિલ્લા જજ ફૈઝાબાદ કર્નલ એફ.ઈ.એ કેમિયરની અદાલતમાં અપીલ દાખલ કરી. કૈમિયર સાહેબે પોતાના નિર્ણયમાં કહ્યું કે, મસ્જિદ હિન્દુઓના પ્રવિત્ર સ્થાન પર બની છે. પરંતુ હવે ઘણો સમય થઇ ચૂક્યો છે. 356 વર્ષ જૂની ભૂલને આટલા દિવસો પછી સુધારવી યોગ્ય નથી. બધા પક્ષ યથાસ્થિતિ બનાવી રાખો.

20-21 નવેમ્બર, 1912

બકરી ઈદના દિવસ પર અયોધ્યામાં ગોહત્યા વિરૂદ્ધ પ્રથમ વખત દંગો થયો. અહીં. 1906થી મ્યૂનિસિપલ કાનૂન હેઠળ ગૌહત્યા પર પ્રતિબંધ હતો.

માર્ચ, 1934

ફૈઝાબાદના શાહજહાંપુરમાં થયેલ ગોહત્યાના વિરોધમાં દંગાઓ ફાટી નિકળ્યા. નારાજ હિન્દુઓએ મસ્જિદની દિવાર અને ગુંબદને નુકશાન પહોંચાડ્યું. સરકારે પાછળથી આની મરમ્મત કરાવી.

1936

તે વાતની કમિશ્નરી તપાસ થઇ કે શું બાબરી મસ્જિદ બાબરે બનાવી હતી.

20 ફેબ્રુઆરી, 1944

સત્તાવાર ગેજેટમાં એક તપાસ રિપોર્ટ પ્રકાશિત થયો. જે 1945માં શિયા અને સુન્ની વકફ બોર્ડના ફૈઝાબાદની રેવેન્યુ કોર્ટમાં સુનાવણી દરમિયાન સામે આવી.

22-23 ડિસેમ્બર, 1949

ભગવાન રામની મૂર્તિ મસ્જિદની અંદર પ્રગટ થઇ. આરોપ હતો કે, કેટલાક હિન્દૂ સમૂહોએ આ કામ કર્યું છે. બંને પક્ષોએ કેસ દાખલ કર્યો. સરકારે તે વિસ્તારને વિવાદિત જાહેર કરીને ઈમારતને જોડાણનો આદેશ આપ્યો, પરંતુ પૂજા-અર્ચના ચાલુ રહીં.

29 ડિસેમ્બર, 1949

ફૈઝાબાદ મ્યૂનિસિપલ બોર્ડના ચેરમેન પ્રિયા દત્ત રામને વિવાદિત પરિસરના રિસીવર નિયુક્ત કરવામાં આવ્યા.

1950

હિન્દુ મહાસભાના ગોપાલ સિંહ વિશારદ અને દિગમ્બર અખાડાના મહંત પરમહંસ રામચંદ્રદાસે ફૈઝાબાદ અદાલતમાં અરજી દાયર કરીને જન્મસ્થાન પર સ્વામિત્વનો કેસ ઠોક્યો. બંનેએ ત્યાં પૂજા-પાઠની પરવાનગી માંગી. સિવિલ જજે અંદરના ભાગને બંધ રાખીને પૂજા પાઠની પરવાનગી આપતા મૂર્તિઓને હટાવવાનો વચગાળાનો આદેસ આપ્યો.

26 એપ્રિલ, 1955

હાઈકોર્ટે 3 માર્ચ, 1951માં સિવિલ જજના આ વચગાળાના આદેશ પર મોહર લગાવી.

1959

નિર્મોહી અખાડાના એક બીજી અરજી દાયર કરીને વિવાદીત સ્થાન પર પોતાનો દાવો ઠોક્યો અને સ્વંયને રામ જન્મભૂમિના સંરક્ષક ગણાવ્યા.

1961

સૂન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે મસ્જિદમાં મૂર્તિઓને રાખવાના વિરોધમાં અરજી દાયર કરી અને દાવો કર્યો કે, મસ્જિગદ અને તેની આસપાસની જમીન એક કબ્રસ્તાન છે, જેના પર તેમનો દાવો છે.

29 ઓગસ્ટ, 1964

જન્માષ્ટમીના અવસર પર મુંબઈમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઇ. આ સ્થાપના સમ્મેલનમાં આરએસએસના પ્રમુખ માધવ સદાશિવ ગોલવલકર, ગુજરાતી સાહિત્યકાર કન્હૈયાલાલ મણિકલાલ મુંશી, સંત તુકોજી મહારાજ અને અકાલી દળના માસ્ટર તારા સિંહ હાજર હતા.

BJPના 3 મોટા વાયદાઓમાંથી 2 મોદી સરકારના કાર્યકાળમાં પૂર્ણ, ત્રીજાને લઈને તડામાર તૈયારી

7-8 એપ્રિલ, 1984

નવી દિલ્હીમાં જન્મભૂમિ સ્થળ પર મંદિર નિર્માણ માટે હિન્દૂ સમૂહોએ રામ જન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિ બનાવી. આ હેઠળ અધ્યક્ષ મહંત અવૈધનાથ બન્યા. દેશભરમાં રામ જન્મભૂમિ મુક્તિ માટે રથયાત્રાઓ નિકાળવામાં આવી. રામંદિર આંદોલને તેજી પકડી.

1 ફેબ્રુઆરી, 1986

ફૈઝાબાદના વકીલ ઉમેશ ચંદ્ર પાંડેયની અરજી પર જિલ્લા જજ ફૈઝાબાદના એમ. પાંડેયએ આદેશ આપ્યો કે, મસ્જિદના તાળા ખોલી દેવામાં આવે અને હિન્દુઓને ત્યાં પૂજા-પાઠની પરવાનગી આપવામાં આવે. આ નિર્ણયના 40 મીનિટની અંદર જ સિટી મેજિસ્ટ્રેટે રામ જન્મભૂમિના તાળા ખોલાવી નાખ્યા હતા. મુસ્લિમોએ હિન્દુઓને પૂજા-પાઠની મળેલી પરવાનગીનો વિરોધ કર્યો.

3 ફેબ્રુઆરી, 1986

મોહમ્મદ હાશિમ અંસારીએ હાઈકોર્ટની લખનઉ બેન્ચમાં તાળા ખોલવાના નિર્ણયને રોકવા માટે અપીલ કરી. હાશિમે પોતાની અરજીમાં કહ્યું કે, આ મામલામાં જિલા જજે બિજા પક્ષને સાંભળ્યા વગર એકતરફી નિર્ણય આપ્યો છે.

5-6 ફેબ્રઆરી, 1986

મુસ્લિમ નેતા સૈયદ શહાબુદ્દીને તાળા ખોલવા વિરૂદ્ઘ 14 ફેબ્રુઆરીએ દેશભરમાં શોક દિવસ મનાવવાની અપીલ કરી. ઓલ ઈન્ડિયા મજલિસે મુસવરાતે આ મુદ્દા પર વડાપ્રધાનનો હસ્તક્ષેપ કરવાની માંગ કરી.

6 ફેબ્રુઆરી, 1986

તાળા ખોલવા વિરૂદ્ધ લખનઉમાં મુસ્લિમોની એક સભા થઇ. જેમાં બાબરી મસ્જિદ એક્શન કમેટીની રચનાની જાહેરાત થઇ. મૌલાના મુજફ્ફર હુસૈન કિછૌછવીને કમિટીના અધ્યક્ષ તથા મોહમ્મદ આજમ ખાન અને જફરયાબ જિલાની સંયોજન બન્યા.

23-24 સપ્ટેમ્બર, 1986

દિલ્હીમાં સૈયદ શહાબુદ્દીનની અધ્યક્ષતામાં બાબરી મસ્જિદને ઓર્ડિનેશન કમિટીનું ગઠન થયું. કમેટીએ 26 જાન્યુઆરી 1987ના ગણતંત્ર દિવસ સમારંભના બહિષ્કારનું આહવાન કર્યું.

જૂન, 1989

મંદિર આંદોલનને પ્રથમ વખત બીજેપીએ પોતાના એજેન્ડમાં લીધો. હિમાચલ પ્રદેશના પાલમપુરમાં બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીના પ્રસ્તાવ પારિત કરીને અયોધ્યામાં રામમંદિર બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો. આ પ્રસ્તાવમાં તે પણ કહેવામાં આવ્યું છે કે, અહીં આસ્થાનો પ્રશ્ન છે. અદાલત નિર્ણય ના કરી શકે.

1 એપ્રિલ, 1989

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બોલાવવામાં આવેલ ધર્મસંસદે 30 સપ્ટેમ્બરે પ્રસ્તાવિત મંદિરના શિલાન્યાસની જાહેરાત કરી.

મે, 1989

વિશ્વ હિન્દૂ પરિષદે રામમંદિર નિર્માણ માટે 25 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના બનાવી

1988, જૂલાઈથી 1989 નવેમ્બર

ગૃહમંત્રી બૂટા સિંહે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદને લઇને અલગ-અલગ પાર્ટીઓ સાથે ચર્ચા-વિચારણા કરી.

અયોધ્યા ચુકાદો: વિવાદિત જમીનના અસલી માલિક બનનાર રામલલા વિરાજમાન કોણ છે?

1989

વિશ્વ હિન્દુ પરિષજના પૂર્વ ઉપાધ્યક્ષ જસ્ટિસ દેવકી નંદન અગ્રવાલે રામલલા બિરાજમાનના દોસ્તની હેસિયતથી હાઈકોર્ટમાં એક અરજી દાયર કરીને કહ્યું કે, મસ્જિદને ત્યાંથી હટાવીને બીજી જગ્યાએ લઇ જવામાં આવે. સરકારે ફૈઝાબાદ જિલ્લા અદાલતમાં સ્થગિત ચાર કેસો સાથે મૂળ કેસને હાઈકોર્ટની વિશેષ। બેન્ચને સ્થળાતંરિત કરી દીધો. બધાની એક સાથે હાઈકોર્ટમાં સૂનાવણી થઇ.

14 ઓગસ્ટ, 1989

હાઈકોર્ટે આદેશ આપ્યો કે, વિવાદીત પરિસરમાં યથાસ્થિતિ બનાવી રાખવામાં આવે.

ઓક્ટોબર-નવેમ્બર, 1989

રામ મંદિર નિર્માણ માટે અયોધ્યામાં આખા દેશમાં સાડા ત્રણ લાખ રામશિલાઓ પહોંચાડવામાં આવી. આ રામશિલાઓનું પૂજન દેશના દરેક ગામમાં થયો હતો.

9 નવેમ્બર, 1989

રાજીવ ગાંધીની કેન્દ્ર અને નારાણય દત્ત તિવારીની રાજ્ય સરકારની સહમતિથી અયોધ્યામાં રામમંદિરનુ શિલાન્યાસ કરવામાં આવ્યું. શિલાન્યાસ પર કોઈપણ વિવાદ વગર બધા જ પક્ષોએ સહમતિ બની હતી. શિલાન્યાસ પ્રસ્તાવિત મંદિરના સિંહદ્વારા પર થયો. પાછળથી ખબર પડી કે, શિલાન્યાસ વિવાદીત સ્થળ પર થયો છે.

1 જાન્યુઆરી, 1990

અદાલતે આદેશ આપ્યો કે, એક સર્વે કમીશનની રચના કરવામાં આવે. તેને ઉત્તર પ્રદેશ પુરાતત્વ વિભાગને વિવાદિત પરિસરની તસવીરો લેવાનું કહ્યું.

ફેબ્રુઆરી, 1990

રામ જન્મભૂમિ સ્થળ પર ફરીથી કારસેવાની જાહેરાત

જૂન, 1990

હરિદ્વારમાં વિશ્વ હિન્દુ પરિષદની બેઠકમાં નિર્ણય થયો કે, 30 ઓક્ટબોરથી અયોધ્યામાં મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. માહોલ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રાની જાહેરાત કરી. 25 સપ્ટેમ્બરે સોમનાથથી ચાલે આ રથયાત્રા 30 ઓક્ટોબરે ફૈઝાબાદ પહોંચવાની હતી.

જૂલાઇ-ઓક્ટોબર, 1990

વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકાર દરમિયાન આ વિવાદ પર સહમતિ માટે વાર્તાલાપનો સમય રહ્યો.

25 સપ્ટેમ્બર, 1990

સોમનાથથી અયોધ્યા માટે બીજેપી નેતા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા શરૂ થઇ.

17 ઓક્ટોબર, 1990

ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્ર સરકારને ચેતવણી આપી કે જો અડવાણીની રથયાત્રા રોકવામાં આવી તો કેન્દ્ર સરકાર પાસેથી સમર્થન પરત લઇ લેશે.

19 ઓક્ટોબર, 1990

વિવાદિત જમીન પર કબ્જા માટે કેન્દ્ર સરકારે ત્રણ સૂત્રીય વટહુકમ બહાર પાડ્યો, તેથી તેને રામ જન્મભૂમિ ન્યાસને મંદિર નિર્માણ માટે સોંપવામાં આવે.

23 ઓક્ટોબર, 1990

ભારે વિરોધને જોતા સરકારે ઉક્ત આદેશને પરત લીધો. બીજેપીને વિશ્વાસમાં લીધા વગર

23 ઓક્ટોબર, 1990

કેન્દ્ર સરકારના કહેવા પર બિહારની લાલૂ સરકારે રથયાત્રા રોકી. અડવાણીને સમસ્તીપુરમાંથી ધરપકડ કરી લેવામાં આવી. ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્ર સરકારે સમર્થન પરત લઇ લીધો.

મે, 1991

વિવાદિત પરિસરમાં ખોદકામ અને સમતલીકરણના કામ પર હાઈકોર્ટે રોક લગાવવાથી ઈનકાર કરી દીધો.

9 જૂલાઈ, 1992

વિશ્વ હિન્દુ પરિષદે કારસેવા ફરીથી શરૂઆત કરી, વિવાદિત સ્થળે કોંક્રિટનો ચબૂતરો બનવાનુ શરૂ.

15 જૂલાઈ, 1992

હાઈકોર્ટે કારસેવાને રોકવા અને ત્યાં ચાલી રહેલા આ સ્થાયી નિર્માણ પર રોક લગાવવાના આદેશ આપ્યા.

જૂલાઈ, 1992

સુપ્રીમ કોર્ટમા કલ્યાણ સિંહ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ, પણ કારસેવા ચાલુ રહી.

18 જૂલાઈ, 1992

રાષ્ટ્રીય એકતા પરિષદની બેઠક થઈ, જેમાં કોઈ પરિણાન ન આવ્યો. રાષ્ટ્રીય એકતા પરિષદે ઉત્તર પ્રદેશ સરકારને જણાવ્યુ કે, હાઈકોર્ટના આદેશનો પાલન કરે અને નિર્માણ રોકે.

23 જૂલાઈ, 1992

સુપ્રીમ કોર્ટે વિવાદીત સ્થળે કોઈ પણ પ્રકારના નિર્માણ કાર્ય પર રોક લગાવી. વડાપ્રધાને ધાર્મિક ગુરુઓથી વાત કરીને કારસેવા રોકવાનું જણાવ્યુ.

26 જૂલાઈ, 1992

વિશ્વ હિન્દુ પરિષદે 9 જૂલાઈએ શરૂ થયેલી કારસેવા રોકવામાં આવી

27 જૂલાઈ, 1992

વડાપ્રધાને અયોધ્યાની સ્થિતિ પર સંસદમાં નિવેદન આપ્યો

ઓગસ્ટ-સપ્ટેમ્બર, 1992

વડાપ્રધાન કાર્યલયમાં અયોધ્યા સેલની રચના થઈ. પૂર્વ કેબિનેટ સચિવ નરેશ ચંદ્રાને તેનો અધ્યક્ષ બનાવ્યા.

અયોધ્યામાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસીક નિર્ણય પહેલા પુરો ઇતિહાસ

ઓક્ટોબર, 1992

વડાપ્રધાનના પ્રયાસો પર વિશ્વ હિન્દુ પરિષદ અને બાબરી મસ્જિદ એકશન કમેટી વચ્ચે ફરીથી વાતચીત શરૂ થઈ. બંને વચ્ચે બે બેઠકો થઈ.

23 ઓક્ટોબર, 1992

વિવાદિત પરિસરમાં મળેલા પુરાતત્વ- અવશેષોના રિસર્ચ માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બાબરી મસ્જિદ એકશન કમેટીના નેતાઓની બેઠક થઈ.

30-31 ઓક્ટોબર, 1992

ધર્મસંસદ અને કેન્દ્રીય માર્ગદર્શક મંડળની બેઠકમાં 6 ડિસેમ્બર, 1992ના રોજ ફરીથી કારસેવા શરૂ કરવાની જાહેરાત થઈ.

23 નવેમ્બર, 1992

ભારતના રાષ્ટ્રીય એકતા પરિષદની બેઠકનો બહિષ્કાર કર્યો. ત્યાં બધાની મંજૂરીથી પ્રસ્તાવ પસાર, જેમાં કહેવામાં આવ્યો કે, સરકાર સુપ્રીમ કોર્ટના 20 નવેમ્બર, 1992ના આદેશ અંતર્ગત કાર કરશે, એટલે કોઈ નિર્માણ કાર્ય ન થાય.

24 નવેમ્બર, 1992

રાજ્ય સરકારને કહ્યાં વગર કેન્દ્ર સરકારે કેન્દ્રીય સુરક્ષા દળોની એક કંપનીને અયોધ્યા મોકલાઈ.

27-28 નવેમ્બર, 1992

ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં ઢાંચાની સુરક્ષા માટે એફિડેવિટ આપ્યો. સુપ્રીમ કોર્ટે પોતાના એક સુપરવાઈઝર નિયુક્ત કર્યો, તેનું કામ એ જોવાનો હતો કે, કારસેવાના નામે ત્યાં કોઈ સ્થાયી નિર્માણ ન થાય. મુરાદાબાદ જિલ્લાના જજ તેજશંકર અયોધ્યામાં સુપરવાઈઝર બન્યા.

6 ડિસેમ્બર, 1992

વિશ્વ હિન્દુ પરિષદ, ભાજપ અને શિવસેનાના સમર્થનથી કારસેવકો દ્વારા વિવાદિતા બાબરી મસ્જિદને ધ્વસ્ત કરી દેવામાં આવી. સમગ્ર દેશમાં કોમી રમખાણો થયા, જેમાં 2000થી વધારે લોકોના મૃત્યુ થઈ. કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશની કલ્યાણ સિંહ સરકારને બરતરફ કરી હતી. મુખ્યમંત્રી કલ્યાણ સિંહ બરતરફ કર્યા પહેલા પોતાનું રાજીનામું સોંપી દીધુ હતુ. સાંજ સુધી વિવાદિત સ્થળે અસ્થાયી મંદીર બન્યો ફરીથી ત્યાં મૂર્તી સ્થાપિત કરવામાં આવી. ત્યાં 6 અને 7 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ શાસન દરમિયાન દીવાર અને શેડનો નિર્માણ થયો.

6 ડિસેમ્બર, 1992

બે એફઆઈઆર બાબરી મસ્જિદ ધ્વસ્ત થઈ તે વિરુદ્ધ રામ જન્મભૂમી પોલિસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી. એફઆઈઆર સંખ્યા 197 કારસેવકો અને એફઆઈઆર સંખ્યા 198 લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, અશોક સિંઘલ સહિત ભાજપના અનેક નેતાઓ વિરુદ્ધ થઈ.

7-8 ડિસેમ્બર, 1992

રામ જન્મભૂમી-બાબરી મસ્જીદ પરિસરને કેન્દ્રીય સુરક્ષા દળોએ પોતાના કબ્જામાં લીધો.

10 ડિસેમ્બર, 1992

કેન્દ્ર સરકારે આરએસએસ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને જમાયતે ઈસ્લામી પર પ્રતિબંધ લગાવ્યો.

એપ્રિલ, 2002

ઈલાહાબાદ હાઈકોર્ટમાં વિવાદિત સ્થળના માલિકી હકને લઈને સુનાવણી શરૂ થઈ.

30 સપ્ટેમ્બર, 2010

ઈલાહાબાદ હાઈકોર્ટે 2 તૃતિયાંશથી વિવાદાસ્પદ જમીનને સુન્ની વક્ફ બોર્ડે, નિર્મોહી અખાડા અને રામલલા વચ્ચે ત્રણ ભાગમાં વહેંચવાનો નિર્ણય સંભળાવ્યો.

4 જાન્યુઆરી, 2019

સુપ્રીમ કોર્ટે જણાવ્યુ કે, માલિકાના હક મામલામાં સુનવણીની તારીખ નક્કી કરવા માટે તેમના દ્વારા ગઠિત ઉપયુક્ત પીઠ 10 જાન્યુઆરીના રોજ નિર્ણય સંભળાવશે.

8 જાન્યુઆરી, 2019

સુપ્રીમ કોર્ટે મામલાની સુનવણી માટે 5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચની રચના કરી જેની અધ્યક્ષતા ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ કરી રહ્યા હતા. તેમાં જસ્ટીસ એસ એ બોબડે, જસ્ટીસ એન વી રમન્ના, જસ્ટીસ યૂયૂ લલિત અને જસ્ટીસ ડી વાઈ ચંદ્રચૂડ સામેલ હતા.

10 જાન્યુઆરી, 2019

જસ્ટીસ યૂયૂ લલિતે મામલામાંથી પોતાને અલગ કર્યો જે બાદ સુપ્રીમ કોર્ટે મામલાની સુનવણી 29 જાન્યુઆરીએ નવી બેન્ચ રચના કરી..

25 જાન્યુઆરી, 2019

સુપ્રીમ કોર્ટે મામલાની સુનવણી માટે 5 સભ્યની બંધારણીય બેન્ચનો પુન:ગઠન કર્યો. નવી બેન્ચમાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ એસ એ બોબડે, જસ્ટીસ ડી વાઈ ચંદ્રચૂડ, જસ્ટીસ અશોક ભૂષણ અને જસ્ટીસ એસએ નજીર સામેલ હતા.

8 માર્ચ, 2019

સુપ્રીમ કોર્ટે આ વિવાદને શીર્ષ અદાલતના પૂર્વ જસ્ટીસ એફએમઆઈ કલ્લીફુલ્લાની અધ્યક્ષતામાં એક સમિતિ પાસે મધ્યસ્થા માટે મોકલ્યો.

2019, 1 ઓગસ્ટ

મધ્યસ્થાની રીપોર્ટ સીલબંધ કવરમાં અદાલતમાં આપવામાં આવી.

2 ઓગસ્ટ, 2019

સુપ્રીમ કોર્ટે મધ્યસ્થા અસફળ થવા પર 6 ઓગસ્ટથી દરરોજ સુનવણીનો નિર્ણય સંભળાવ્યો.

6 ઓગસ્ટ, 2019

સુપ્રીમ કોર્ટમાં દરરોજ સુનવણી શરૂ થઈ.

4 ઓક્ટોબર, 2019

અદાલતે જણાવ્યુ કે, 17 ઓક્ટોબર સુધી સુનવણી પૂરી કરીને 17 નવેમ્બર સુધી નિર્ણય સંભળાવવામાં આવશે. સાથે જ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને રાજ્ય વક્ફ બોર્ડના અધ્યક્ષને સુરક્ષા આપવા માટે પણ જણાવ્યુ.

16 ઓક્ટોબર, 2019

સુપ્રીમ કોર્ટે સુનવણી પૂરી કરીને નિર્ણય સુરક્ષિત રાખ્યો.

09 નવેમ્બર, 2019

સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલામાં પોતાના નિર્ણય સંભળાવતા વિવાદિત જમીન પર રામલલાનો અધિકાર બતાવ્યો. સુપ્રીમ કોર્ટે જણાવ્યુ કે, આ જમીન રામ જન્મભૂમિ ન્યાસને આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે સાથે જણાવ્યુ કે, મુસ્લિમ પક્ષને મસ્જિદ બનાવવા માટે અયોધ્યામાં જ કોઈ બીજી જગ્યાએ 5 એકર જમીન આપવામાં આવે.

બાબરના વંશજ હવે રામ મંદિરના નિર્માણ માટે આપશે સોનાની ઈંટ