Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આયશાની એ 72 મિનિટનું કોલ રેકોર્ડિંગ, જેમાં આરિફે કહ્યું હતું- ‘મરતી હૈ તો મરજા-વીડિયો ભેજ દેના’

આયશાની એ 72 મિનિટનું કોલ રેકોર્ડિંગ, જેમાં આરિફે કહ્યું હતું- ‘મરતી હૈ તો મરજા-વીડિયો ભેજ દેના’

0
138
  • પોલીસને હાથ લાગ્યો દહેજભૂખ્યા અત્યાચારી આરિફનો મોબોઇલ, જેમાં મળી અનેક વિગતો
  • આરિફનું કઇ યુવતી સાથે કથિત લફરુ હતું, શું તેના કારણે આયેશા પર દબાણ કરતો? તે શાધાશે

અમદાવાદઃ આયેશા આપઘાત કેસમાં પોલીસને મોટી સફળતા (Ayesha call recording) મળી છે. ધરપકડ બાદ આયેશાના દહેજભૂખ્યા અત્યાચારી પતિ આરિફે છુપાવી દીધેલો મોબાઇલ ફોન હાથ આવી ગયો. તેમાં આયેશા સાથેની વાતચીતની એ 72 મિનિટનું રેકોર્ડિંગ પણ મળી આવ્યું છે, જેમાં આરિફે આયેશાને કહ્યું હતું કે- “મરતી હો તો મરજા અને મને વીડિયો મોકલી દેજે”. હવે પોલીસને આરિફના અન્ય યુવતી સાથેના લફરા સહિતના ઘણા રહસ્યો ઉકેલવાની આશા છે.

આઈશાને આપઘાત કરવા મજબૂર કરનાર આરોપી પતિ આરીફ ફરિયાદ થયા બાદવઘરેથી નાસી ગયો હતો. પરતું અમદાવાદ પોલીસે તેને રાજસ્થાનના પાલી ખાતેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના મોબાઈલ ફોન વિશે પુછતા તેણે સરખી રીતે જવાબ આપ્યા ન હતા. જેથી તેની આજે કડક તરીકેથી પુછપરછ કરતા તેણે તેના મોબાઈલ અંગે પોલીસને તમામ માહિતી આપી છે.

આ પણ વાંચોઃ પતિ આરીફ સાથેની 72 મિનિટની વાતચીત આઈશાના અંતિમ પગલાનું કારણ બની!

આરિફે મોબાઇલ કોઇ સંબંધિને આપી દીધો હતો

મોબાઈલ ફોન તેના કોઈ સંબધી પાસે રાખ્યો હોવાની વાત તેણે કબુલી હતી. ત્યાર બાદ પોલીસે આ મોબાઇલ જે તે વ્યક્તિ પાસેથી કબજે કરી લીધો.આરિફના મળી આવેલા ફોનમાંથી આયેશાના પરિવાર કરેલા આરોપના પુરાવા પણ (Ayesha call recording)મળ્યા છે. જેમાં આરિફે આયેશા પર ગુજારેલા અત્યાચારનો પણ પર્દાફાશ થઇ શકે છે.

આયેશાના પરિવારનો આરોપ છે કે આરિફનું અન્ય યુવતી સાથે લફરું હતું. પોલીસ હવે આ ફોનમાં એ પણ શોધી રહી છે કે જો આરોપ સાચા હોય તો તે યુવતી કોણ છે? અને છે તો શું તેના કારણે જ આરિફ આયેશા સાથે દુરવ્યવહાર કરતો હતો? અને દહેજ માટે પૈસા લાવવા દબાણ કરતો હતો.?

4-5 લાફા મારતા આયેશાની આંખમાંથી લોહી નીકળી ગયું હતું

Ayesha call recording1

આઈશા આપઘાત કેસમાં એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આરીફ આરોપી આરીફ લગ્ન થોડા સમય પછી ઘરની નાની-નાની વાતોમાં આયેશા સાથે મારઝૂડ કરતો હતો એટલું જ નહીં પતિ આરીફે આયેશાને ચારથી પાંચ જેટલા લાફા મારતા આંખમાંથી લોહી નીકળ્યું હોવાની કબૂલાત કરી છે. ત્યારે આરીફની સઘન પુછપરછ કરતા તેનો ફોન મળી આવ્યો છે. તેના ફોનના તમામ ડેટા મળી આવ્યા છે.

રિવરફ્રન્ટના PI દેસાઇએ આપી અનેક માહિતી

પીઆઇ, રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન વી.એમ. દેસાઈના જણાવ્યા પ્રમાણે, મોબાઈલ ફોનમાં તમામ ડેટા (Ayesha call recording)મળી આવ્યા છે જેમાં સોશિયલ મીડિયામાં કોની સાથે સંપર્કમાં હતો. સાથે જ આયેશા જોડે જાન્યુઆરી મહિનામાં 30 સેકન્ડ વાત કરી હતી. બાદમાં 25મી ફ્રેબ્રુઆરી આયેશાએ આપઘાત કરતા પહેલા બન્ને વચ્ચે 72 મિનિટ જેટલી વાત થઈ છે. જો કે આયેશા આરોપી આરીફ અનેક વખત ફોન કરતી હતી પણ આરોપી આરીફ ફોન ઉપાડતો ન હતો.

આ પણ વાંચોઃ “બચ ગઇ તો લે જાના,મર ગઇ તો દફના દેના..” આ હતી આયેશાની અંતિમ વેદના

આરિફ અને આયેશાના મોબાઇલ FSLમાં મોકલાશે

પીઆઇ,રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન વી.એમ. દેસાઈના જણાવ્યા પ્રમાણે આરોપી આરીફના નિવેદનમાં દહેજ માગણી કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપી આરીફનો પરિવાર પૈસે ટકે સદ્ધર હોવા છતાં દહેજ ભૂખ્યા સાસરિયા વાળા પૈસાની માગણી કરતા હતા. રિવરફ્રન્ટ પોલીસ આરોપી આરીફનો મોબાઈલ ફોન FSLમાં મોકલશે.

સાથે જ આ કેસમાં પોલીસ સાયન્ટિફિક પુરાવા મેળવી તપાસ કરી રહી છે, તેમાં પણ આરોપીના મોબાઈલ ફોનમાંથી અનેક ચોકવાનારી હકકિત સામે આવી શકે છે.

2020માં દહેજ અત્યાચારની ફરિયાદ બાદ ધરપકડ થઇ હતી

નોંધનીય છે કે આયેશાએ 25 ફેબ્રુઆરીએ આપઘાત કર્યો હતો. પરંતુ તે પહેલાં 2020માં આરિફ અને તેના પરિવાર સામે દબેજ અત્યાચારનો કેસ અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો. જેના લીધે આરિફ અને તેના પરિવારજનોની ધરપકડ પણ થઇ હતી. જો કે આરિફ અને તેના પરિવારજનો જામીન પર મુક્ત થઇ ગયા હતા. હવે આરિફના મળેલા ફોન પરથી આયેશા પર કરાતા દબાણ સહિતના પુરાવા મળવાની પોલીસને આશા છે.

હાલમાં પોલીસ આયેશા અને આરિફના મોબાઇલના વીડિયો, ઓડિયો દ્વારા કેસના પુરાવા શોધી રહી છે. સાથે મોબાઇલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. જેથી કોર્ટમાં કેસ ચાલે ત્યારે આરિફ અને તેના પરિવાર વિરુદ્ધ વોઇસ આઇડેટિફેકેશનના આ કેસમાં સાયન્ટિફિક પુરાવા તરીકે તેને રજૂ કરી શકાય.

આ પણ વાંચોઃ Video: જુહાપુરાના કોન્ટ્રાક્ટરનો આપઘાત, વ્યાજખોર અને કન્સ્ટ્રકશન કામ કરનાર સામે ફરિયાદ

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat