બોરસદના સારોલ પીલોદરા ગામ પાસે આવેલી બાર વીઘા સીમના જાદવ પરિવાર જાન લઈને અનગઢ ત્રિકમપુરા મુકામે જતા હતા . ત્યારે આંકલાવના ઉમેટા કિંખલોડ રોડ પર નવાખલ નાળા પાસે અચાનક ચાલકનું બીપી લો થતાં તેમણે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો . જેને પગલે રોડની સાઈડમાં ઉતરી ગઇ હતી . જેને લઈને ભારે અફડાતફડી મચી ગઈ હતી બોરસદના સારોલ પીલોદરા ગામ પાસે આવેલી બાર વીઘા સીમના જાદવ પરિવાર જાન લઈને અનગઢ ત્રિકમપુરા મુકામે જતા હતા .
ત્યારે આંકલાવના ઉમેટા કિંખલોડ રોડ પર નવાખલ નાળા પાસે અચાનક ચાલકનું બીપી લો થતાં તેમણે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો . જેને પગલે રોડની સાઈડમાં ઉતરી ગઇ હતી . જેને લઈને ભારે અફડાતફડી મચી ગઈ હતી . બોરસદના સરોલ પીલોદરાના બાર વીઘા સીમના વરરાજા કિરણભાઈ જાદવ જાનૈયાઓના કાફલા સાથે વડોદરાના અનગઢ ગામના ત્રિકમપુરા વિસ્તારમાં રહેતા લક્ષ્મીબેન ગોહેલ સાથે લગ્ન કરવા માટે નીકળ્યા હતા .
દરમિયાન , વરરાજા કિરણભાઈ જે કારમાં સવાર હતા તે કારના ચાલકનું અચાનક બીપી લૉ થઈ જતાં નવાખલ પાસે તેમની કાર અડધે રસ્તે રોડ સાઈડ પર ઉતરી ગઈ હતી . બનાવને પગલે કારમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા . જોકે , સદનસીબે કોઇ જાનહાનિ થઈ નહોતી . બીજી તરફ બનાવની જાણ સગા – સંબંધીઓમાં કરતા વરરાજા અન્ય કારમાં બેસી હેમખેમ લગ્ન મંડપમાં પહોંચતા લગ્ન સુખરૂપ સંપન્ન થયા હતા .