Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > તમારા સ્વાસ્થયને સારું રાખવા રાત્રે સૂતા પહેલા આ કામ જરુર કરો

તમારા સ્વાસ્થયને સારું રાખવા રાત્રે સૂતા પહેલા આ કામ જરુર કરો

0
240

સ્વાસ્થ રહેવા માટે લોકો હેલ્દી ડાઈટ કરે છે,વ્યાયમ કરે છે, પરંતુ સારા સ્વાસ્થ્ય માટે આ પૂરતું નથી. આપણી ઘણી એવી ટેવ આપણા સ્વાસ્થય માટે નુકસાન પહોંચાડે છે. આવી જ કેટલી ટેવ આપણા ઉંઘતા પહેલા હોય છે, જેના કારણે આપણા સ્વાસ્થ્યને અસર થાય છે.

ઉંઘતા પહેલા ઘણી એવી વાતો છે તેને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ, નહિંતર આ ટેવો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ કામો કરવાથી તમને સારી ઉંઘ પણ આવશે. સારી રીતે ઉંઘ ન મળવાના કારણે પણ સ્વાસ્થય ઉપર અસર પડી શકે છે અને તેનાથી બીમારીઓ થવાની શક્યતા હોય છે.

આ પણ વાંચો: ઓઈલી સ્કિનથી પરેશાન યુવક-યુવતીઓ માટે આ ફળ ખુબ જ ફાયદાકારક

સૌ પ્રથમ દાંત સાફ કરવા

ઘણા લોકો સવારે તો સારી રીતે દાંતને બ્રસ કરે છે, પરતું રાત્રે ઉંઘતા પહેલા તેમના દાંતને સાફ કરવા માટેનું સમય પણ આપતા નથી. હકીકતમાં રાત્રે જમ્યા પછી બ્રસ કરવું ઘણું જ જરુરી છે. જો તમે રાત્રે સુતા પહેલા બ્રશ નહીં કરો તો ખોરાકના કણો તમારા દાંતમાં અટવાઇ જાય છે.જેના કારણે તમારા દાત અને મસુડામાં નુકસાન થાય છે.

સુતા પહેલા બિસ્કિટ ન ખાવા જોઈએ

કેટલાક લોકોને રાત્રે સૂતા પહેલા કંઇક ખાવાની ટેવ હોય છે, પરંતુ લાંબી રાત પછી બિસ્કીટ, નાસ્તા વગેરે ન ખાવા જોઈએ. યુનિવર્સિટિ ઓફ મૈક્સિકોમાં કરવામાં આવેલા એક સંશોઘનમાં જણાવા મળ્યું હતું કે, રાત્રે વધુ સમય ખાવાથી હૃદય સંબંધિત રોગો અને ડાયાબિટીઝનું જોખમ વધી જાય છે.

આ પણ વાંચો: IT અને GST Return ભરવાની મુદત લંબાવાઇ, જાણો ક્યાં સુધી આપી રાહત

સૂતા પહેલા હાથ-પગ અને મોઢું ધોઈને સૂવું જોઈએ

સુતા પહેલા વ્યક્તિએ હંમેશા હાથ અને પગ અને મોં ધોવા જોઈએ. રાત્રે આ રીતે સૂવાથી, આપણા હાથ અને પગ પરના બેક્ટેરિયા પથારીમાં જાય છે. આ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. રાત્રે ચહેરો ધોયા વિના સૂઈ જવાથી ચહેરો મેકઅપ અને ધૂળના જીવાતથી ચાલુ રહે છે, જે આપણી ત્વચાને નુકસાન પહોંચાડે છે.